જાથિભંગા હત્યાકાંડ | |
---|---|
સ્થાન | જાથિભંગા, ઠાકુરગાંવ , બાંગ્લાદેશ (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન) |
તારીખ | ૨૩ એપ્રિલ ૧૯૭૧ (UTC+6:00) |
લક્ષ્ય | બંગાળી હિન્દુ |
હુમલાનો પ્રકાર | આગચંપી, સામૂહિક હત્યા, હત્યાકાંડ |
શસ્ત્રો | મશીન ગન |
મૃત્યુ | ૩,૦૦૦–૩,૫૦૦ |
અપરાધીઓ | પાકિસ્તાની સેના, રઝાકર (પાકિસ્તાની) |
જાથિભંગા હત્યાકાંડ એ ૨૩ એપ્રિલ ૧૯૭૧ના રોજ પૂર્વ પાકિસ્તાન (વર્તમાન બાંગ્લાદેશ)ના ઠાકુરગાંવ જિલ્લાના જાથિભંગામાં બંગાળી અને રાજબંશી વસ્તીનો નરસંહાર હતો. ૧૯૭૧ના બાંગ્લાદેશ નરસંહારના ભાગરૂપે રઝાકારો સાથે મળીને પાકિસ્તાની સેના દ્વારા તેને આચરવામાં આવ્યો હતો.[૧][૨] આ હત્યાકાંડના સહયોગીઓમાં જમાત-એ-ઈસ્લામી, મુસ્લિમ લીગ અને પાકિસ્તાન ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોનો સમાવેશ થાય છે.[૩][૪] હત્યાકાંડનો ભોગ બનેલા તમામ હિંદુઓ હતા.[૩][૪] એવો અંદાજ છે કે થોડા જ કલાકોમાં ૩,૦૦૦ થી વધુ બંગાળી હિંદુઓ હત્યાકાંડમાં માર્યા ગયા હતા.[૩]
૨૩ એપ્રિલની વહેલી સવારે, જગન્નાથપુર, ચખાલડી, સિંગિયા, ચાંદીપુર, આલમપુર, બાસુદેબપુર, ગૌરીપુર, મિલનપુર, ખમરભોપલા અને સુખનપોખરીના બાર ગામોના હિન્દુઓએ ભારત તરફ પ્રયાણ કર્યું હતું.[૫][૬] બાંગ્લાદેશમાંથી પલાયન કરી ભારતમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક આ હજારો લોકો જાથિભંગા નામના સ્થળે એકઠા થયા હતા. તેમના આગમનની જાણ થતાં જ સ્થાનિક સહયોગીએ જાથિભંગામાંથી બહાર નીકળવાના તેમના માર્ગો બંધ કરી દીધા અને પાકિસ્તાની સેનાને જાણ કરી દીધી હતી.[૭] હિંદુ પુરુષોને જાથિભંગા મેદાન તરફ સરઘસમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સુધીમાં બે લશ્કરી ટ્રકમાં આવી પહોંચેલી પાકિસ્તાની સેનાએ ભાગી રહેલા હિંદુઓને લાઈનોમાં ઊભા રહેવા દબાણ કર્યું અને મશીનગનનો ઉપયોગ કરીને તેમના પર ફાયરિંગ કર્યું હતું. હત્યાનો સિલસિલો સવારથી શરૂ થયો હતો અને બપોર સુધી ચાલ્યો હતો. સૈન્યના ગયા પછી, સહયોગીઓએ લાશોને પથરાજ નદીની નજીક ખસેડી અને તેને માટીથી ઢાંકી દીધી હતી.[૫][૬]
આ હત્યાકાંડમાં લગભગ ૩,૦૦૦ થી ૩,૫૦૦ ની જાનહાનિ થઈ હોવાનો અંદાજ છે.[૮] જો કે સામાન્ય રીતે આ હત્યાકાંડમાં ૩,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનું સ્વીકારવામાં આવે છે. એક અંદાજ મુજબ ૩૦૦ થી ૫૦૦ મહિલાઓ વિધવા થઈ હતી.[૯]
૨૦૦૯ માં, બાંગ્લાદેશ સરકારે સામૂહિક હત્યાના સ્થળે એક સ્મારક બનાવ્યું હતું.[૬] ૨૦૧૧ માં, હત્યાકાંડમાં બચી ગયેલા અને પીડિતોએ મૃતકોની યાદમાં એક શોક રેલી કાઢી બાદમાં શોકસભાનું આયોજન કર્યું હતું. સભામાં વક્તાઓએ યુદ્ધ ગુનેગારો પર ટ્રાયલની માંગ કરી હતી.[૭]
ઓગસ્ટ ૨૦૧૧માં, બાંગ્લાદેશ સરકારે ૮૯ વિધવાઓને ૨,૦૦૦ બાંગ્લાદેશી ટકાનું એક વખતનું વળતર આપ્યું હતું.[૧૦] ઠાકુરગાંવ સદરના ઉપજિલ્લા નિર્વાહી અધિકારી તૌહિદુલ ઈસ્લામે જણાવ્યું હતું કે જાથિભંગા ગામની પાંચસો વિધવાઓને તબક્કાવાર આ યોજના હેઠળ લાવવામાં આવશે.[૯][૧૧]
|archive-date=
(મદદ)