જાફરાબાદ | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 20°52′05″N 71°21′55″E / 20.868177°N 71.365380°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
વસ્તી | ૨૭,૧૬૭ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
જાફરાબાદ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું વહીવટી મથક છે.
બ્રિટિશ શાસન દરમિયાન જાફરાબાદ સિદીઓ વડે શાસિત રજવાડું હતું. ઇ.સ. ૧૭૫૯થી તે જંજીરા રજવાડા સાથે ભેળવી દેવાયું હતું.[૧]
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે,[૨] જાફરાબાદની વસ્તી ૨૭,૧૬૭ હતી જેમાં પુરુષોની સંખ્યા ૧૩,૭૩૭ અને સ્ત્રીઓની સંખ્યા ૧૩,૪૩૦ હતી. જાફરાબાદની સરેરાશ સાક્ષરતા ૬૭.૧૦% હતી જે રાજ્યની સરેરાશ સાક્ષરતા ૭૮.૦૩% કરતાં ઓછી હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭.૪૨% અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૫૬.૫૮% હતો. વસતીની ૧૨.૪૨% સંખ્યા ૬ વર્ષથી નીચેની વય ધરાવતી હતી.
જાફરાબાદ દરિયાકાંઠે આવેલું નગર છે, જેથી મોટાભાગની વસ્તી માછીમારી પર નભે છે. અમુક લોકો દરિયાકાંઠે આવેલ મીઠાના અગરોમાં કામ કરે છે. અલ્ટ્રાટેક સિમેન્ટની ઉપકંપની નર્મદા સિમેન્ટ વર્કસ સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડે છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |