જામ સાહેબ, નવાનગર રાજ્યના શાસક મહારાજાનું રાજશિર્ષક છે. આ શિર્ષકધારી જામ સાહેબો, યદુવંશી જાડેજા રાજપૂત કુળના છે,[૧] જે ચંદ્રવંશનું એક મહત્વનું શાખા ગોત્ર છે. ફારસી ભાષાના શબ્દ જામનો શબ્દાઅર્થ "સરદાર","પિતા" અથવા "રાજા" થાય છે. જ્યારે, સાહેબ એ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ "માલિક" થાય છે.
જામ રાવલજી નવાનગર રાજ્યના પ્રથમ જામ સાહેબ હતા, કચ્છમાંથી સ્થળાંતર કર્યા પછી તેમણે હાલાર પ્રાંતમાં નવા શહેર "નવાનગર"ની સ્થાપના કરી હતી, ૧૦૦૦થી વધુ ગામ ધરાવતો હાલાર પ્રાંત તેમણે કાઠી અને ચાવડા શાસકો પાસેથી જીત્યો હતો. મહરાજા શત્રુશૈલ્યસિંહજી દિગ્વિજયસિંહજી વર્તમાન જામ સાહેબ છે.[૨]