જેટકનેક્ટ

જેટકનેક્ટ

[ફેરફાર કરો]

જેટકનેક્ટ જે પહેલા જેટ એરવેઝ કનેક્ટના નામથી ઓળખાતી હતી, જેનુ માર્કેટીંગ નામ જેટ લાઇટ (ઇંડિયા) લિમિટેડ છે તે ભારતમા બોમ્બેમા આવેલી એક એરલાઇન છે.[] જેટ એરવેઝ તેની માલિકી ધરાવે છે, જે ભારતના મોટા શહેરોને જોડ્તી સમયસર એરલાઇનની સુવિધા પુરી પાડે છે. અસલમાં તે તેના પોતાના નામ જેટ્લાઇટ દ્વારા ચલાવવામાં આવતી હતી, ૨૦૧૨થી તે જેટ્કનેકટના નામથી વેપાર કરવા લાગી.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

વિમાની કંપનીની સ્થાપના ૨૦ સપ્ટેમ્બર ૧૯૯૧ ના દિવસે થઇ હતી અને કાર્યની શરુઆત સહારા ઇન્ડિયા પરિવાર બિઝ્નેસ કોર્પોરેશનના ભાગરુપે ૩ ડિસેમ્બર ૧૯૯૩ના દિવસે બે બોઇંગ ૭૩૭-૨૦૦ વિમાન સાથે સહારા એરલાઇન્સના નામથી થઇ હતી. શરુઆતમાં સેવાનું પ્રાથમિક કેન્દ્ર દિલ્લીને મુખ્ય કેન્દ્ર રાખી ભારતના ઉત્તરીય વિભાગમા કેન્દ્રિત હતુ અને પછી સેવાને વધારીને આખા દેશમાં પુરી પાડી. સહારા એરલાઇન્સને ૨ ઓક્ટોબર ૨૦૦૦ ના રોજ એર સહારા નામ આપવામા આવ્યુ, તેમ છતા તેનું મુખ્ય નામ સહારા એરલાઇન્સ જ રહ્યુ. ૨૨ માર્ચ ૨૦૦૪ના રોજ ચેન્નાઇ થી કોલંબો સુધીની ઉડાનની શરુઆત થતા તે એક આંતરરાષ્ટ્રિય કેરિયર બન્યુ જે પછીથી લંડન[], સિંગાપુર, માલદિવ્સ[] અને કાઠમન્ડુ સુધી આગળ વધ્યુ. તેઓએ ૨૦૦૬માં શિયાળાથી ચાઇનાની ઉડાન સાથે ગોંગ્ઝુ સુધીની ઉડાનની સેવા સાથે ભારતની પહેલી ખાનગી કેરિયર સેવા બનવાની યોજના બનાવી હતી જે હકિકતમાં સંભવ થયુ નહતુ.

જેટ એરવેઝ દ્વારા ખરીદી

[ફેરફાર કરો]
Former Jetlite Logo

૧૯ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ એરલાઇન માટે રોકડા ૫૦૦ મિલિયન ડોલરનો પ્રસ્તાવ મુકી જેટ એરવઝે તેનો કબ્જો મેળવવાના પહેલા પ્રયાસની ઘોષણા કરી. બજારમાં આ સોદા માટે ભેગી પ્રતિક્રિયા હતી, જેમા ઘણા પ્રુથ્થકરણવાદીઓ નુ સુચન હતુ કે જેટ એરવેઝ એર સહારા માટે વધારે રકમ ચુકવી રહી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સિધ્ધાંતને મંજુરી આપી, પણ આગળ જતા સોદો કિંમત્ત અને જેટ અધ્યક્ષ નરેશ ગોયલની એર સહારા સાથેની મુલાકાતની અસમંતિ સાથે રદ્દ થયો. સોદાની નિષ્ફળતાને પગલે બન્ને કંપનીએ એકબીજા વિરુધ્ધ વળતર માટે દાવો કર્યો.

છેવટે બીજો સફળ પ્રયાસ ૧૨ એપ્રિલ ૨૦૦૭ ના રોજ થયો જેમાં જેટ એરવેઝ ૧૪.૫૦ બિલિયન આપવા સંમત થયુ. સોદાથી જેટને પારિવારીક શેરનો લગભગ ૩૨ % હિસ્સો મળ્યો.

૧૬ એપ્રિલના રોજ જેટ એરવેઝે ઘોષણા કરી કે એર સહારા જેટલાઇટ ના નામ થી ઓળખાશે.[] કબજો મેળવવાની સત્તાવાર વિધી ૨૦ એપ્રિલ ના રોજ પુરી થઇ જ્યારે જેટ એરવેઝે ૪ બિલિયન ચુકવ્યા.

જેટકનેક્ટથી નામ બદલી

[ફેરફાર કરો]

૨૫ માર્ચ ૨૦૧૨ ના રોજ જેટ્કનેક્ટને એક અલગ એરલાઇન તરીકે બહાર આવવાની સંમતિ સાથે, અને જેટ્લાઇટના ગણવેશને જેટ્કનેક્ટ્ના મથાળા હેઠળ રાખવાની સંમતિ સાથે, જેટલાઇટ જેટ એરવેઝની ઓછી કિંમતની ટ્રેડ્માર્ક જેટ્કનેક્ટ સાથે જોડવામાં આવી.[][]

A Jetlite Boeing 737-800 at Kathmandu Airport
A Bombardier CRJ200 aircraft in Air Sahara livery at Ranchi Airport c.2005

કાઠમંડુ એરપોર્ટ પર જેટ્લાઇટ બોઇંગ ૭૩૭-૮૦૦

રાંચી એરપોર્ટ પર એર સહારાના ગણવેશમાં બોમ્બાર્ડિયર CRJ ૨૦૦

ઓક્ટોબર ૨૦૧૩ થી જેટ્કનેક્ટ નિમ્નલિખીત શહેરોમાં સેવા આપે છે:[]

ભારત

આન્દામાન અને નિકોબાર ટાપુ

આન્ધ્ર પ્રદેશ

  • રાજામુન્દ્રી – રાજામુન્દ્રી એરપોર્ટ
  • વિશાખાપટ્ટનમ - વિશાખાપટ્ટનમ એરપોર્ટ

આસામ

  • દિબ્રુગઢ – મોહંબરી એરપોર્ટ
  • ગુવાહાટી – લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • જોર્હાત - જોર્હાત એરપોર્ટ
  • સિલ્ચર - સિલ્ચર એરપોર્ટ

બિહાર

  • પટના – લોક નાયક જયપ્રકાશ એરપોર્ટ

છત્તીસગઢ

  • રાયપુર - રાયપુર એરપોર્ટ

દિલ્લી

  • ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (કેન્દ્રબિન્દુ)

ગોવા

  • ડેબોલીમ એરપોર્ટ

ગુજરાત

  • અમદાવાદ – સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • રાજકોટ – રાજકોટ એરપોર્ટ
  • વડોદરા - વડોદરા એરપોર્ટ
  • જમ્મુ અને કાશ્મીર
  • જમ્મુ – જમ્મુ એરપોર્ટ
  • શ્રીનગર - શ્રીનગર એરપોર્ટ

ઝારખંડ

  • રાંચી – બિરસા મુન્ડા એરપોર્ટ

કર્ણાટક

  • બેંગ્લોર – બેંગ્લુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • મેંગ્લોર - મેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ

મહારાષ્ટ્ર

  • ઓરંગાબાદ – ચિક્કલ્થાના એરપોર્ટ
  • બોમ્બે - છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ (કેન્દ્રબિન્દુ)
  • નાગપુર – ડો. બાબાસાહેબ આમ્બેડકર ઇન્ટરનેશનલ એરપોર્ટ
  • પુણે – પુણે એરપોર્ટ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "જેટ એર સહારાનુ નામ 'જેટ્લાઇટ' કરે છે". Rediff.com. ૧૬ એપ્રિલ ૨૦૦૭.
  2. "ભારતની જેટ એરવેઝ એલસીસી જેટ્કનેક્ટ ના તબક્કે". ૧૧ ઓગસ્ટ ૨૦૧૪.
  3. "એર સહારા લંડન તરફ".
  4. "એર સહારા પુરુષોને નેટ્વર્કમા ઉમેરે છે".
  5. "જેટ એરવેઝ જેટ્લાઇટ છોડી કનેક્ટ સાથે જોડાય છે – ધી ટાઇમ્સ ઓફ ઇંડિયા".
  6. "જેટકનેક્ટ". ચ્લેઅર્ત્રીપ દોટ કોમ. મૂળ માંથી 2013-12-13 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-27.
  7. "નેટ્વર્ક, જેટ્લાઇટ". ૧૭ નવેમ્બર ૨૦૦૮. મૂળ માંથી 2014-09-21 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-27.