જેસલમેર પવનચક્કી ઉદ્યાન

જેસલમેર પવનચક્કી ઉદ્યાન
નકશો
જેસલમેર પવનચક્કી ઉદ્યાનનું રાજસ્થાન, ભારતમાં સ્થાન
દેશભારત
સ્થાનઅમરસાગર, બડાબાગ, તેજુવા, સોદા માડા, જેસલમેર જિલ્લો, રાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ26°55′12″N 70°54′0″E / 26.92000°N 70.90000°E / 26.92000; 70.90000
સ્થિતિOperational
પ્રકલ્પ શરૂઆત૨૦૦૧
પવનચક્કી
પ્રકારતટવર્તી (ઓનશોર)
પાવર ઉત્પાદન
Units operationalસુઝલોન કંપનીની ૩૫૦ કિલોવોટ મોડેલ થી S9X – ૨.૧ મેગાવોટ શ્રેણી સુધીની પવનચક્કીઓ
Make and modelસુઝલોન
ક્ષમતા૧૦૬૪ મેગાવોટ
બાહ્ય કડીઓ
કોમન્સRelated media on Commons

જેસલમેર પવનચક્કી ઉદ્યાન (જેસલમેર વિન્ડ પાર્કભારત દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું હાલમાં કાર્યરત એવું તટવર્તી પવનચક્કી ઉદ્યાન છે. આ પ્રોજેક્ટ રાજસ્થાન રાજ્યના જેસલમેર જિલ્લા ખાતે આવેલ છે. આ પ્રોજેક્ટ સુઝલોન એનર્જી દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને તેની શરૂઆત ઓગસ્ટ ૨૦૦૧માં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં સુઝલોન કંપનીની તમામ પવનચક્કીની શ્રેણીનો સમાવેશ થાય છે – જેમાં સૌથી પહેલાના ૩૫૦ કિલોવોટ મોડેલ થી લઈને તાજેતરના S9X – ૨.૧ મેગાવોટ શ્રેણી સુધીની પવનચક્કીઓ ઉપલબ્ધ છે. આ ઉદ્યાનમાં આવેલ બધી પવનચક્કીઓની કુલ સ્થાપિત ક્ષમતા ૧૦૬૪ મેગાવોટ જેટલી છે, જે તેને વિશ્વના સૌથી મોટા કાર્યરત તટવર્તી પવનચક્કી ઉદ્યાનો પૈકીની એક બનાવે છે.

નાણાંકીય વર્ષ ૨૦૧૨ના અંતે, ૧ એપ્રિલ, ૨૦૧૨ના રોજ તેની સંયુક્ત સ્થાપિત ક્ષમતા ૧૦૬૪ મેગાવોટ હતી. આ સિદ્ધિ આ પવનચક્કી ઉદ્યાનને ભારતનું બીજા ક્રમનું તેના પ્રકારનું સૌથી મોટું અને વિશ્વનાં સૌથી મોટાં પવનચક્કી ઉદ્યાનો પૈકીનું એક બનાવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]