જોંક નદી મહા નદીની એક સહાયક નદી છે કે જે આશરે ૨૧૦ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. આ નદી મધ્ય ભારતમાં ઑડિશા રાજ્યના નુઆપડા જિલ્લા અને બરગઢ જિલ્લા તેમ જ છત્તીસગઢ રાજ્યના મહાસમન્દ જિલ્લા અને રાયપુર જિલ્લામાં થઈને વહે છે.[૧] આ નદીનો ઉદ્ગમ સુંદાબેડાના ઉચ્ચપ્રદેશ ખાતે થાય છે અને પછી મારાગુડા ખીણમાં પ્રવેશે છે, જ્યાં તે પાટોરા ગામ નજીક ગૈધાસ-નાલા સાથે જોડાય છે. આ નદી પર બેનીધાસ ધોધ (૮૦ ફુટ) અને ખરાલધાસ ધોધ (૧૫૦ ફુટ) આ ખીણમાં દાખલ થતાં પહેલાં આવે છે.[૨] આ નદી શિવારીનારાયણ પાસે મહા નદીમાં મળી જાય છે.
Coordinates: 21°42′N 82°33′E / 21.700°N 82.550°E
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |