ટાઇગર હિલ (2,590 મીટર) દાર્જિલિંગ શહેર નજીક આવેલ એક પર્યટન સ્થળ છે, જે ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના દાર્જિલિંગ જિલ્લામાં આવેલ છે અને આ સ્થળ ઘુમનું શિખર - સૌથી વધુ ઊંચાઈ ધરાવતું રેલવે સ્ટેશન - દાર્જિલિંગ હિમાલયન રેલવે – યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પ્રસિદ્ધ છે. અહિંથી માઉન્ટ એવરેસ્ટનું વિશાળ દૃશ્ય કાંચનજંઘા પર્વત એકસાથે જોવા મળે છે.
આ સ્થળ દાર્જિલિંગ નગર ખાતેથી ૧૧ કિ. મી. જેટલું અંતર કાપી પહોંચી શકાય છે. અહીં જીપ દ્વારા અથવા પગપાળા ચૌરસ્તા, આલુબારી અથવા જોરેબંગલા અને પછી ઉપર ચડતા ઢાળ પરથી શિખર પર પંહોચી શકાય છે.[૧][૨]
સૂર્યોદયના સમય દરમિયાન સૂર્ય ઉગે તે પહેલાં પ્રકાશિત થયેલાં કાંચનજંઘાના શિખરો અહીંથી જોવા મળે છે.
ટાઇગર હિલ પરથી માઉન્ટ એવરેસ્ટ (૮૮૪૮ મીટર) દૃશ્યમાન છે. મકાલુ પર્વત (૮૪૮૧ મીટર) મા. એવરેસ્ટ કરતાં લાગે કરતાં વધારે ઊંચું લાગે છે, કારણ કે પૃથ્વીના ગોળાની વક્ર સપાટી પર તે કેટલાક માઇલ એવરેસ્ટ કરતાં નજીક છે. ટાઇગર હિલ અને માઉન્ટ એવરેસ્ટ વચ્ચેનું સીધું અંતર 107 miles (172 km) જેટલું છે.[૩][૪]
વાદળાં વિનાના સ્પષ્ટ હવામાનવાળા દિવસમાં દક્ષિણ દિશામાં કુર્સીયાંગ ગિરિમથક દેખાય છે, સાથે સાથે તિસ્તા નદી, મહાનંદા નદી, બાલાસન નદી અને મેચી નદી સર્પાકારે નીચે દક્ષિણ તરફ વહેતી દેખાય છે.[૫] તિબેટમાં આવેલ ચુમાલ ર્હી પર્વત અહીંથી 84 miles (135 km) દૂર છે, જે ચોલા શ્રેણી ઉપર દેખાય છે.[૬]
સેંચલ વન્યજીવન અભયારણ્ય ટાઇગર હિલથી નજીક આવેલ છે.