![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
![]() | |
Public (NSE: TECHM) | |
ઉદ્યોગ | IT services |
---|---|
સ્થાપના | 1986 |
મુખ્ય કાર્યાલય | Pune, India |
મુખ્ય લોકો | Anand Mahindra (Chairman) Vineet Nayyar (Vice Chairman, MD & CEO) |
ઉત્પાદનો | Telecom Software & Solutions |
સેવાઓ | Information technology services, BPO and solutions |
આવક | ![]() |
કુલ સંપતિ | ![]() |
કર્મચારીઓ | 35,200 (2010) |
પિતૃ કંપની | Mahindra Group (44%) BT Group plc (39%) |
વિભાગો | dont know |
વેબસાઇટ | TechMahindra.com |
ટેક મહિન્દ્રા લિમિટેડ (ટેકએમ (TechM) ) અગાઉની મહિન્દ્રા બ્રિટિશ ટેલિકોમ (એમબીટી (MBT) ) એ એક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેવાઓ આપતી કંપની છે, જેનું મુખ્ય મથક ભારતના પૂના શહેરમાં છે.[૨] તે મહિન્દ્રા જૂથ અને બીટી ગ્રુપ પીએલસી(BT Group plc), યુકે(UK) વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જેમાં M&M (મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા) 44 ટકા અને BT 39 ટકા હિસ્સો ધરાવે છે. ટેક મહિન્દ્રા પૂના ખાતે પોતાનું મુખ્ય મથક ધરાવે છે. ટેક મહિન્દ્રા ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામીને ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર નિકાસકાર (નાસકોમ, 2009) અને ભારતની પ્રથમ સૌથી મોટી સોફ્ટવેર સેવા આપતી કંપની બની છે (વોઇસ એન્ડ ડેટા, 2009).[સ્પષ્ટતા જરુરી] માર્ચ 2010 પ્રમાણે, તે 33,524 કર્મચારીઓ ધરાવે છે.
ટેલિકોમ સોલ્યુશન્સ પૂરા પાડવાની તેની મુખ્ય ક્ષમતાની સાથે ટેક મહિન્દ્રા આઇટી સ્ટ્રેટજી અને સિસ્ટમ ઇન્ટીગ્રેશન માટે કન્સલ્ટીંગથી માંડીને એપ્લીકેશન ડેવલપમેન્ટ અને મેઇન્ટેનન્સ, બીપીઓ(BPO), ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ, સિવીલ સર્વિસીઝ, નેટવર્ક ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ એન્ડ સર્વિસીઝ, વેલ્યુ એડેડ સર્વિસીઝ અને પ્રોડક્ટ એન્જિનિયરીંગ સહિતની વિવિધ સેવાઓ પૂરી પાડે છે. ટેક મહિન્દ્રા આઇએસઓ 9008:2000 દ્વારા પ્રમાણિત છે અને તેનું એસઇઆઇ-સીએમએમઆઇ (SEI-CMMi) લેવલ 2 અને એસઇઆઇ-પીસીએમએમઆઇ (SEI-PCMMi) લેવલ 3ની કક્ષાએ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ટેક મહિન્દ્રાના બધા જ ડેવલપમેન્ટ સેન્ટરો બીએસ5542 (BS5543)થી પ્રમાણિત છે.
બીટી (BT), એટીએન્ડટી (AT&T), આલ્કાટેલ-લ્યુસેન્ટ અને ઓટુ (O2) તેના મુખ્ય ગ્રાહકોમાં સ્થાન ધરાવે છે. કંપની પોતાની આવકનો જંગી ભાગ તે યુકે(UK)થી મેળવે છે, પરંતુ તે યુએસ(US), કોન્ટિનેન્ટલ યુરોપ, એએનઝેડ(ANZ), કેનેડા અને મધ્ય પૂર્વ જેવા મોટા રાષ્ટ્રોમાં પણ આક્રમક રીતે વિસ્તરણ કરી રહી છે.
તેની એક્ઝિક્યુટીવ મેનેજમેન્ટ ટીમમાં વિનીત નય્યર (વાઇસ ચેરમેન, એમડી અને સીઇઓ), સોંજોય આનંદ (ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર), એલ. રવિચન્દ્રન (પ્રેસિડેન્ટ - આઇટી સર્વિસીઝ), સુજીત બક્ષી (પ્રેસિડેન્ટ – કોર્પોરેટ અફેર્સ અને બીપીઓ), અતુલ કુંવર (ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર), રાજીવ રત્નાકર (ઇવીપી ઓફ કોર્પોરેટ સ્ટ્રેટજી), રાકેશ સોની (ચીફ ઓપરેટિંગ ઓફિસર)નો સમાવેશ થાય છે.
કેપીએમજી દ્વારા એસઇઆઇ સીએમએમઆઇના લેવલ 3 પર પરીક્ષણ
2008-09ના સત્યમ કૌભાંડ બાદ, ટેક મહિન્દ્રાએ સત્યમ કમ્પ્યૂટર સર્વિસીઝ માટે બિડ કરી હતી, અને કંપનીમાં 31 ટકા હિસ્સા માટે શેરદીઠ રૂ. 59ની બિડ કરીને તેણે મજબૂત પ્રતિસ્પર્ધી લાર્સન એન્ડ ટુબ્રો સામે જીત મેળવીને ટોચની બિડર બની હતી.[૩] બિડ્ઝનું મૂલ્યાંકન કર્યા બાદ, 13મી એપ્રિલ 2009ના રોજ સત્યમ કમ્પ્યૂટરના સરકાર દ્વારા નીમવામાં આવેલા બોર્ડની જાહેરાત થઇ: "તેના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ટેક મહિન્દ્રાના નિયંત્રણ હેઠળની પેટાકંપની, વેન્ચરબે કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને કંપનીનો નિયંત્રિત હિસ્સો મેળવવા માટે સર્વોચ્ચ બિડર તરીકે પસંદ કરી છે. જો કે તે માટે કંપની લો બોર્ડની મંજૂરી જરૂરી છે." પેટાકંપની દ્વારા તે સત્યમના વેચાણની બિડી જીતી ગઇ, જે કંપની તેના કરતાં કર્મચારીઓની સંખ્યાની દૃષ્ટિએ બમણી મોટી હતી.
ટેક મહિન્દ્રા ઇક્વિટીના પ્રેફરેન્શિયલ ઇસ્યુ દ્વારા સત્યમમાં 31 ટકા હિસ્સા માટે 17.6 બિલિયન ભારતીય રૂપિયા (US$354 મિલિયન) ચૂકવશે. તે સત્યમના અન્ય શેરધારકો પાસેથી જાહેર ઓફર કરીને વધુ 20 ટકા ઇક્વિટી પણ હસ્તગત કરશે.વિશ્લેષકોના મતે, સત્યમમાં બહુમતી હિસ્સો ખરીદવાનો ટેક મહિન્દ્રાનો નિર્ણય ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગ બહારના ગ્રાહકોને આવતા રોકે તેવી શક્યતા છે. પરંતુ ટેક મહિન્દ્રાના કેટલાક મુખ્ય મેનેજરો તેમની અગાઉની નોકરીમાંથી અન્ય ઉદ્યોગોનો પણ અનુભવ મેળવી ચૂક્યા છે, તેમ નય્યરે જણાવ્યું હતું.
21 જૂન, 2009ના રોજ સત્યમ બિડનું પરિણામ ટેક મહિન્દ્રાની તરફેણમાં આવ્યા બાદ સત્યમ કમ્પ્યૂટર સર્વિસીઝ લિમિટેડે (NYSE: SAY) તેનું નવું બ્રાન્ડ નામ "મહિન્દ્રા સત્યમ"નું અનાવરણ કર્યું.
કંપનીની પેટાકંપનીઓમાં ટેક મહિન્દ્રા (અમેરિકાઝ) ઇન્ક., ટેક મહિન્દ્રા જીએમબીએચ, ટેક મહિન્દ્રા (સિંગાપોર) પીટીઇ. લિમિટેડ., ટેક મહિન્દ્રા (આરએન્ડડી સર્વિસીઝ) લિમિટેડ, ટેક મહિન્દ્રા (થાઇલેન્ડ) લિમિટેડ અને પીટી ટેક મહિન્દ્રા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2007માં, કંપનીએ આઇપોલિસી નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ (નવું નામ આઇપોલિસી નેટવર્ક લિમિટેડ)ને હસ્તગત કરી હતી, જે એન્ટરપ્રાઇસીઝ અને સર્વિસ પ્રોવાઇડર્સ માટે નેક્સ્ટ જનરેશન, કેરિયર-ગ્રેડ ઇન્ટીગ્રેટેડ નેટવર્ક સિક્યોરિટીઝ સોલ્યુશન્સ વિકસિત કરે છે. જુલાઇ 2008માં, ટેક મહિન્દ્રા લિમિટેડે જાહેરાત કરી કે ટેક મહિન્દ્રા (આરએન્ડડી સર્વિસીઝ) ઇન્ક યુએસએ કે જે કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે તેને ટેક મહિન્દ્રા અમેરિકાઝ ઇન્ક. યુએસએ સાથે ભેળવી દેવામાં આવી છે, જે કંપનીની જ પોતાની માલિકીની પેટાકંપની છે.
કંપનીના પ્રતિસ્પર્ધકો ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ, કોગ્નીઝન્ટ ટેક્નોલોજીસ સોલ્યુશન્સ, એરિસેન્ટ, ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ(HCL) ટેક્નોલોજીસ, આલ્કાટેલ લ્યુસેન્ટ છે.
ટેક મહિન્દ્રા વૈશ્વિક કક્ષાએ 14 દેશોમાં 24 સ્થાનો પર કામગીરી ધરાવે છે, જેમાં 11 સ્ટેટ-ઓફ-ધ-આર્ટ (અત્યંત વિકસિત, નમૂનારૂપ) ડેવલપમેન્ટ સેન્ટર્સ અને 13 અમેરિકા, યુરોપ, મધ્ય-પૂર્વ, આફ્રિકા અને એશિયા-પેસિફિકમાં 13 વેચાણ ઓફિસોનો સમાવેશ થાય છે.