ડભોઇ | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 22°11′N 73°26′E / 22.18°N 73.43°E | ||||
દેશ | ![]() | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | વડોદરા | ||||
વસ્તી | ૫૧,૨૪૦[૧] (૨૦૧૧) | ||||
લિંગ પ્રમાણ | ૯૩૯ ♂/♀ | ||||
સાક્ષરતા | ૮૨.૯% | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
• 99 metres (325 ft) | ||||
કોડ
|
ડભોઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું નગર અને તાલુકા મથક છે.
ડભોઇનું પ્રાચિન નામ દુર્ભવતી/દર્ભાવતી/દર્ભિકાગ્રામ/દર્ભવતીપુર નગર હતું. દર્ભ નામનું ઉચ્ચ પ્રકારનું ઘાસ અહીં ઉગતું હોવાથી તેનું નામ દર્ભાવતી પડ્યુ હોવાનું અમુક ઇતિહાસકારો માને છે.[૨] જ્યારે અન્ય એક સ્રોત મુજબ ડભોઇ કિલ્લાનું બાંધકામ કરનાર શિલ્પકારોમાં "દુભોવે કે દુભાવે" નામના મુખ્ય શિલ્પકારના નામ પરથી આ નગરનું નામ પડ્યું હોવાનું જણાવવામાં આવે છે.[૩] સોલંકી વંશ દરમિયાન સમૃદ્ધ રહેલા આ શહેરનાં મંદિરોનો નાશ અલ્લાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલૂઘખાને કર્યો હતો.[૪]
આખા ભારતીય ઉપખંડમાં ડભોઇ ખાતે સૌપ્રથમ જાહેર વીજળીઘર બનાવવામાં આવ્યું હતું.
ડભોઇમાં ચાર દરવાજાઓ આવેલા છે, જે ચાર દિશાઓમાં આવેલા છે અને કિલ્લાની દિવાલમાં મધ્ય અને ખૂણા પર આવેલા છે. ડભોઈ કિલ્લાના ઉત્તરી દ્વારને ચાંપાનેર દ્વાર તરીકે પણ ઓળખાય છે. વિશળદેવ અને મુસ્લિમ શાસન સમયે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પૂર્વ દિશામાં આવેલ હીરા ભાગોળ, જે તેના શિલ્પી હીરાધર પરથી ઓળખાય છે, સુંદર કોતરણી ધરાવે છે. પશ્ચિમમાં વડોદરા ભાગોળ, ઉત્તરમાં મહુડી અથવા ચાંપાનેરી ભાગોળ અને દક્ષિણમાં નાંદોડી ભાગોળ આવેલા છે.[૫]
ડભોઇ-મીયાગામ વચ્ચે શરુ થયેલી પ્રથમ રેલ્વે બળદગાડાં વડે ચાલતી હતી.[૬] ડભોઇ ખાતે વિશ્વનું સૌથી મોટું નેરોગેજ રેલવેનું જંકશન આવેલું છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |