ડો. કે. રાધાકૃષ્ણન | |
---|---|
જન્મ | ૨૯ ઓગસ્ટ ૧૯૪૯ |
અભ્યાસ સંસ્થા | |
પુરસ્કારો |
પદ્મભૂષણથી સમ્માનિત ડૉક્ટર કે. રાધાકૃષ્ણન જાણીતા ભારતીય વૈજ્ઞાનિક છે. તેઓ ભારતીય અંતરિક્ષ સંશોધન કેન્દ્ર (ઇસરો) સંસ્થાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો. રાધાકૃષ્ણન ડૉ. જી માધવન નાયરનું સ્થાન લેશે, જે ૩૦મી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે સેવાનિવૃત્તિ લઇ રહ્યા છે.
ડો. રાધાકૃષ્ણને કેરળ વિશ્વવિદ્યાલયમાંથી ઇ. સ. ૧૯૭૦ના વર્ષમાં ઇલેક્ટ્રિકલ ઐન્જીનિયરિંગની પદવી મેળવી હતી. ઐમણે ઇસરો સંસ્થામાં પોતાના કાર્યકાળમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટર, તિરુવનંતપુરમ ખાતે એવિયાનિક્સ ઇંજીનિયરીગના રૂપમાં ઇ. સ. ૧૯૭૧ના વર્ષ દરમ્યાન શુરૂ કર્યું. વર્તમાન સમયમાં તેઓ વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટરના ડાયરેક્ટર છે. ડો. રાધાકૃષ્ણને ઇસરોના અધ્યક્ષ તરીકે પોતાની પહેલી પ્રાથમિકતા વર્ષના અંતમાં ઉડાડવા માટેનાં જીએસએલવીને માટે સ્વદેશી ક્રાયોજેનિક એંન્જિન તૈયાર કરવાનું કહ્યું છે. વૈજ્ઞાનીક ક્ષેત્ર સિવાય તેઓ એક સારા ગાયક અને કથ્થકનૃત્યકાર પણ છે.