તમિલનાડુનો ઈતિહાસ

ચોલા સમયગાળાનું એક મંદિર10મી અને 11મી સદી દરમિયાન ચોલાઓએ મોટાભાગના દક્ષિણ ભારતીય દ્વિપકલ્પને એક જ વહીવટીતંત્ર હેઠળ સંગઠિત રાખ્યું હતું.

આધુનિક ભારતનો તમિલનાડુ પ્રદેશ પ્રાગઐતિહાસિક સમયથી સતત માનવ વસાહત હેઠળ રહ્યો છે તેમજ તમિલનાડુનો ઇતિહાસ અને તમિલ લોકોની સંસ્કૃતિ વિશ્વમાં સૌથી પૂરાણાં ઇતિહાસ-સંસ્કૃતિ પૈકીના એક છે. પાષાણ યુગથી લઈ આધુનિક સમય સુધીના તેના ઇતિહાસમાં, વિવિધ બાહ્ય સંસ્કૃતિઓ સાથે આ પ્રદેશનું સહઅસ્તિત્વ રહ્યું છે. ઇતિહાસના ખૂબ ટૂંકા સમયને બાદ કરતા તમિલ પ્રદેશ વિદેશી શાસનથી સ્વતંત્ર રહ્યું છે.

ચેરા, ચોલા, પાંડ્ય અને પલ્લવ – આ ચાર તમિલ સામ્રાજ્ય પૌરાણિક કુળના હતા. તેમણે એક અનોખી સંસ્કૃતિ અને ભાષા સાથે આ પ્રદેશ ઉપર લગાતાર શાસન કર્યું હતું, વિશ્વભરમાં હજું પણ અસ્તિત્વમાં હોય એવા સૌથી જૂના સાહિત્ય પૈકીનું કેટલાંક સાહિત્યના વિકાસમાં યોગદાન આપ્યું હતું. તેઓ રોમન સામ્રાજ્ય સાથે વ્યાપક પ્રમાણમાં સમુદ્રી વેપાર ધરાવતા હતા. આ જમીન ઉપર વર્ચસ્વ સ્થાપવા માટેની રસાકસીમાં તેઓ સતત એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરતાં હતા. ત્રીજી સદીમાં કાલાભ્રાસના આક્રમણે આ ત્રણેય શાસક રજવાડાંને પદભ્રષ્ટ કરીને આ જમીનની પારંપરિક વ્યવસ્થામાં ખલેલ પાડી. પાંડ્ય અને પલ્લવોના પુર્નઉદભવે આ આક્રમણકારોને સત્તા પરથી ઉથલી પડ્યાં અને તેમણે પોતાના પરંપરાગત રાજ્યની ફરી સ્થાપના કરી. નવમી સદીમાં પલ્લવો અને પાંડ્યોને હરાવી પુનઃ ઉદભવ પામીને ચોલ લોકો મહાસત્તા બન્યાં અને તેમના સામ્રાજ્યને દક્ષિણીય દ્વિપકલ્પ સુધી વિસ્તાર્યું. ચોલ સામ્રાજ્યની પરાકાષ્ટાના ગાળામાં આ સામ્રાજ્ય બંગાળના અખાત સુધી લગભગ 3,60,000 ચોરસ કિલોમીટર (1,389,968 ચોરસ માઇલ) વિસ્તારમાં પથરાયેલું હતું. ચોલા નૌકાદળની હાક દક્ષિણપૂર્વ એશિયામાં શ્રી વિજય રજવાડાં સુધી વાગતી હતી.

ઉત્તરપશ્ચિમમાંથી ઉતરી આવેલા મુસ્લિમ સૈન્યના આક્રમણોને કારણે બાકીના સમગ્ર ભારતની રાજકીય પરિસ્થિતિમાં ઝડપી પરિવર્તન થતાં તમિલનાડુના ઇતિહાસમાં મહત્વનો વળાંક આવ્યો. 14મી સદી દરમિયાન ત્રણ પૌરાણિક રાજવંશોની પડતી થઈ તે સાથે, તામિલ દેશ વિજયનગર સામ્રાજ્યનો હિસ્સો બન્યો. આ સામ્રાજ્ય વખતે તેલુગુ બોલનારા નાયક રાજ્યપાલો તમિલ પ્રદેશ ઉપર શાસન કરતા હતા. ટૂંકા સમયગાળા માટે આવેલા મરાઠાઓએ યુરોપની વ્યાપારિક પેઢીઓને રસ્તો કરી આપ્યો. તેઓ 17મી સદીમાં દેખાવા શરૂ થયા હતા અને આખરે તેમણે આ પ્રદેશનાં મૂળ શાસકો ઉપર જીત મેળવી લીધી હતી. મોટા ભાગના દક્ષિણ ભારતને આવરી લેતી મદ્રાસ પ્રેસિડેન્સીની રચના 18મી સદીમાં થઈ અને તેનો વહીવટ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરાતો. ભારતને સ્વતંત્રતા મળ્યાં બાદ, ભાષાકીય હદના આધારે તમિલનાડુ રાજ્યની રચના કરાઈ હતી.

ઢાંચો:TNhistory

પ્રાગ-ઐતિહાસિક સમયગાળો

[ફેરફાર કરો]
દક્ષિણ એશીયાનો ઇતિહાસ
મહેરગઢ સંસ્કૃતિ 7000-3300 BC
સિંધુ ખીણની સંસ્કૃતિ 3300-1700 BC
કબ્રસ્તાન એચ સંસ્કૃતિ 1700-1300 BC
વૈદિક સંસ્કૃતિ 1700-500 BC
કુરૂ રાજવંશ 1200-316 BC
મહાજનપદ 700-321 BC
મૌર્ય સામ્રાજ્ય 321-184 BC
મધ્યયુગીન રાજ્યો 184 BC - 1279 CE
ગુપ્તા સામ્રાજ્ય 240-550
ચોલા સામ્રાજ્ય 848-1279
ઇસ્લામી સામ્રાજ્યો 979-1596
દિલ્હી સલ્તનત 1210-1526
વિજયનગર સામ્રાજ્ય 1336-1565
મુઘલ યુગ 1526-1757
કંપની રાજ 1757-1857
પહેલો આઝાદી વિપ્લવ 1857-1858
બ્રિટીશ રાજ 1858-1947
સ્વતંત્રતા ચળવળ 1858-1947
ભારતના ભાગલા 1947-1948
ભારત ગણરાજ્યનો ઇતિહાસ
પાકિસ્તાનનો ઇતિહાસ
બાંગ્લાદેશનો ઇતિહાસ

પાષાણયુગ

[ફેરફાર કરો]

પ્રાગઐતિહાસિક સમયગાળો કે જે દરમિયાન તમિલનાડુ પ્રદેશમાં પાષાણ વસાહતો વસતી હતી તે ગાળો આશરે ઇ.સ.પૂ. 5,000,000થી આશરે ઇ.સ.પૂ. 3,000 સુધી પથરાયેલો હોય એવો અંદાજ છે.[] પાષાણ તબક્કાના મોટાભાગના આખરી હિસ્સામાં, માનવો આછા જંગલો અથવા ઘાસવાળી જમીન જેવું વાતાવરણ ધરાવતી નદીની ખીણોની નજીક રહેતા હતા. વસતીની ગીચતા ઘણી જ ઓછી હતી અને અત્યાર સુધીમાં દક્ષિણ ભારતમાં નીચી પાષાણ સંસ્કૃતિની માત્ર બે જ વસાહત મળી આવી છે. આ પૈકીની એક વસાહત ચેન્નાઈની ઉત્તરપશ્ચિમે એટ્ટિરામ્પક્કમ ખીણમાં આવેલી છે.[] પૂરાતત્વીય સંશોધનમાં ઉત્તરીય તમિલનાડુની આસપાસ પ્રાણીઓના અવશેષો અને પત્થરોના પ્રાચીન સાધનો મળી આવ્યા છે જેમના મૂળ આશરે ઇ.સ.પૂ. 300,000 સુધી લંબાતા હોઈ શકે છે.[] દક્ષિણ ભારતમાં માનવો હોમો ઇરેક્ટસ જાતિના હતા, અને લાંબા સમય સુધી પ્રાચીન પત્થર યુગમાં (પાષાણ) રહ્યાં હતા, તેઓ હાથ-કુહાડી અને છરા જેવા અણઘડ સાધનો વાપરતા હતા તથા શિકાર કરીને ખાનારા લોકો તરીકેનું જીવન જીવતા હતા.[]

આધુનિક માનવના પૂર્વજો (હોમો સેપિઅન્સ સેપિઅન્સ ), જેઓ 50,000 વર્ષ પૂર્વે જોવા મળ્યાં હતા તેઓ વધુ વિકસિત હતા અને તેઓ વિવિધ પ્રકારના પત્થરોનો ઉપયોગ કરીને વધુ પાતળાં અને પતરી-જેવાં તીક્ષ્ણ ઓજારો બનાવી શક્યાં હતા. આશરે 10,000 વર્ષ પૂર્વે, માનવે માઇક્રોલિથિક ઓજારો (પત્થરમાંથી બનાવેલા ઓજારો) તરીકે ઓળખાતા વધુ નાનાં ઓજારો બનાવ્યા હતા. પ્રારંભના માનવો દ્વારા આ પ્રકારના ઓજારો બનાવવા માટે સૂર્યકાન્તમણિ, અકીક, ચકમકના પત્થરો, ક્વાર્ટ્ઝ વગેરેનો ઉપયોગ કરાતો હતો. 1949માં, સંશોધકોને તિરુનેલવેલી જિલ્લામાં આ પ્રકારના પત્થર મળી આવ્યા હતા.[] પૂરાતત્વીય પૂરાવાઓમાં એવું જાણવા મળ્યું છે કે પત્થર યુગ ઇ.સ.પૂ. 6,000-3,000 વચ્ચે રહ્યો હતો.[]

ઉત્તરપાષાણયુગ

[ફેરફાર કરો]

તમિલનાડુમાં ઉત્તરપાષાણ સમયગાળો આશરે ઇ.સ.પૂ. 2500ની આસપાસ રહ્યો હતો.ઉત્તરપાષાણ સમયગાળાના માનવોએ ઘસી, પોલિશ કરીને ચોક્કસ આકાર ધરાવતા પત્થરના ઓજારો બનાવ્યા હતા. તમિલનાડુમાં પૌરાણિક લખાણ ધરાવતી એક ઉત્તરપાષાણ હથોડી મળી આવેલી છે.[] ઉત્તરપાષાણ ગાળામાં માનવો મુખ્યત્વે નાની અને સપાટ ટેકરીઓ અથવા વત્તેઓછે અંશે સ્થાયી વસાહતોમાં રહેતા હતા, પરંતુ તેઓ ઢોરના ચારા માટે સમયાંતરે સ્થળાંતર કરતા રહેતા હતા. તેઓ પોતાના મૃતક સ્વજનને પાત્રો અથવા ખાડાઓમાં યોગ્ય રીતે દફનાવતા હતા. તેમણે કેટલાક ઓજારો અથવા હથિયારો બનાવવા માટે તાંબાનો ઉપયોગ કરવાનું પણ શરૂ કર્યું હતું.

લોહયુગ

[ફેરફાર કરો]

લોહ યુગ દરમિયાન, માનવોએ ઓજારો અને હથિયારો બનાવવા માટે લોહ ધાતુનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ભારતીય દ્વિપકલ્પમાં લોહ યુગની સંસ્કૃતિની નિશાની વિશાળ પત્થરોની બનેલી પ્રાગઐતિહાસિક કબ્રસ્તાનોમાં મળે છે જેઓ સેંકડો સ્થળે મળી આવ્યા છે.[] કેટલાક ખોદકામ અને કબરના સ્મારકની ટાયપોલોજીના આધારે, એવું જાણવા મળ્યું છે કે લોહ યુગના સ્થળો ઉત્તરથી દક્ષિણ તરફ વિસ્તર્યાં હતા. થિરુનેલવેલી જિલ્લામાં આવેલા આદિચેનાલ્લુર તથા ઉત્તરીય ભારતમાં હાથ ધરાયેલા તુલનાત્મક ખોદકામમાં મેગાલિથિક સંસ્કૃતિના દક્ષિણ તરફી સ્થળાંતરના પૂરાવા મળ્યાં છે.[]

તમિલનાડુના વિવિધ સ્થળો, ખાસ કરીને તિરુનેલવેલીથી 24 કિ.મી. દૂર આદિચેનાલ્લુર ખાતે મળી આવેલા આશરે ઇ.સ.પૂ. 1,000ની આસપાસનાં મેગાલિથિક ગાળાના દટાયેલા પાત્રોની ઉપસ્થિતિમાંથી સૌથી પહેલો સ્પષ્ટ પૂરાવો મળ્યો હતો. આ સ્થળે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના પુરાતત્વવિદોએ માનવીય ખોપરી, હાડપિંજર અને હાડકા તેમજ ફળોના છોતરાં, ચોખાનાં દાણાં, શેકેલાં ચોખા અને ફરસી જેવી ધારવાળાં ઉત્તરપાષાણ ઓજારો સાથેના 15 પાત્ર સહિત 157 પાત્રો શોધી કાઢ્યાં હતા. એક પાત્રની અંદર લખાણ લખાયેલું હતું, જે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના પૂરાતત્વવિદો અનુસાર પ્રારંભિક તમિલ-બ્રાહ્મી લિપિ સાથે મળતું આવે છે જે આ પાત્રો 2800 વર્ષ પૂર્વેના ઉત્તરપાષાણ સમયગાળાના હોવાનું પૂરવાર કરે છે.[૧૦] વધુ ખોદકામ અને અભયાસો માટે આદિચેનાલ્લુરને પૂરાતત્વીય સ્થળ તરીકે ઘોષિત કરાયું છે.[૧૧][૧૨]

ઇ.સ.પૂ. 300ના ગાળાના અશોકની રાજઆજ્ઞાઓમાં સામાન્ય યુગ પૂર્વેના તમિલનાડુની રાજકીય પરિસ્થિતિઓનો ઉલ્લેખ મળી આવે છે. ઇ.સ.પૂ. 150ના સમયના હાથીગુફાના શિલાલેખોમાં પણ આનો અસ્પષ્ટ ઉલ્લેખ છે. પાંડ્ય દેશમાંથી કાલભ્રાસને હટાવી દેનાર પાંડ્ય રાજા કાદુંગન ( 560-590 સીઇ)ના જે પૂરાવા છે તે તામિલ દેશના પ્રારંભના શિલાલેખત્મક પૂરાવા છે – નિલાકાંત શાસ્ત્રી, અ હિસ્ટરી ઓફ સાઉથ ઇન્ડિયા , પાના 105, 137

પ્રારંભિક ઇતિહાસ

[ફેરફાર કરો]
ખારવેલાની હાથીગુફાના શિલાલેખ

પૌરાણિક તમિલનાડુમાં ત્રણ રાજાશાહી રાજ્યોનો સમાવેશ થતો હતો, જેના આગેવાન વેન્તાર તરીકે ઓળખાતા રાજાઓ અને વિવિધ આદિવાસી જાતિઓના મુખી હતા. સામાન્ય પ્રજા દ્વારા આ લોકોને વેલ અથવા વેલિર તરીકે ઓળખવામાં આવતા હતા.[૧૩] હજુ નીચલા સ્તરે જઇએ તો સ્થાનિક સ્તરે કિઝર અથવા મન્નાર તરીકે ઓળખવામાં આવતા કબીલાનાં વડા હતા.[૧૪] ઇ.સ.પૂ.ત્રીજી સદી દરમિયાન, દખ્ખણનો પ્રદેશ મૌર્ય સામ્રાજ્યનો એક ભાગ બન્યો, અને ઇ.સ.પૂ. 1લી સદીના મધ્યભાગથી લઈ ઇ.સ. બીજી સદીની વચ્ચેના ગાળામાં આ પ્રદેશ ઉપર સાતવાહન રાજવંશે શાસન કર્યું. તમિલ પ્રદેશ એ ઉત્તરીય સામ્રાજ્યોના નિયંત્રણની બહાર એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો હતો. તમિલ રાજાઓ અને આગેવાનો હંમેશા એકબીજા સાથે મુખ્યત્વે મિલકતને લઈને લડતાં રહેતા. રાજ દરબારો સત્તાના સંચાલનના સ્થળો બનવાને બદલે મુખ્યત્વે સામાજિક મેળાવડાઓના સ્થળો બની રહેતા; આ મહેલો સત્તાનાં સાધનોની બદલે સંપત્તિની વહેંચણીના કેન્દ્રો હતા. કાળક્રમે આ શાસકો ઉત્તર ભારતીય અસર અને વેદિક વિચારધારાના આકર્ષણના રંગે રંગાયા, જેના કારણે શાસકના દરજ્જાને વધારવા માટે બલિદાનોને પ્રોત્સાહન મળ્યું.[૧૫]

અશોક સ્તંભોમાં (ઇ.સ.પૂ. 273-232માં લખાયેલા) અન્ય રજવાડાં પૈકી ત્રણ રાજવંશો- ચોલા, પાંડ્ય અને ચેરાનાં નામનો ઉલ્લેખ થયેલો છે. આ રાજવંશો અશોકના સામ્રાજ્યનો ભાગ નહોતા, તેમ છતાં તે તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવતો હતો.[૧૬][૧૭] કલિંગ ઉપર ઇ.સ.પૂ. 150ની આસપાસ શાસન કરનાર રાજા ખારવેલે હાથીગુફાનાં પ્રસિદ્ધ શિલાલેખોમાં આશરે 100 વર્ષ સુધી અસ્તિત્વમાં રહેનારા તમિલ રજવાડાંના જોડાણનો ઉલ્લેખ કરેલો છે.[૧૮]

પ્રારંભિક ચોલા રાજાઓમાં કારિકાલ ચોલા સૌથી પ્રસિદ્ધ થયો હતો. સંગમ કવિતાઓની સંખ્યાબંધ કવિતાઓમાં તેનો ઉલ્લેખ થયેલો છે.[૧૯] પછીના સમયમાં, કરિકાલ કિલપ્પટિકરમ અને 11મી તથા 12મી સદીઓના શિલાલેખો તેમજ સાહિત્યિક કૃતિઓમાં મળી આવતી ઘણી દંતકથાઓનો એક હિસ્સો બન્યો. તેમાં તેને હિમાલય સુધીના સંપૂર્ણ ભારત ઉપર વિજય મેળવનાર તરીકે તથા પોતાના ખંડિયા રાજ્યોની મદદથી કાવેરી નદીના કિનારે પૂરથી બચવા માટેના પાળાંના બાંધકામ માટે યાદ કરવામાં આવ્યો છે.[૨૦] જોકે, સંગમ સાહિત્યમાં પોતાની ગેરહાજરીના કારણે આ દંતકથાઓ શંકાના વર્તુળમાં છે. કોસેન્ગાન્નાન અન્ય એક પ્રસિદ્ધ પ્રારંભિક ચોલા રાજા હતો. સંગમ સમયગાળાની સંખ્યાબંધ કવિતાઓમાં તેનાં ગુણગાન ગાવામાં આવ્યા છે. મધ્યયુગીન સમયગાળામાં તે શૈવ સંત પણ બન્યો હતો.[૨૧]

દક્ષિણ ભારતનો પૌરાણિક નકશો જે ટોલેમી, કદાચ તેની માનચિત્રકલાને પગલે સર્જાયો હતો.

પાંડ્ય રાજાઓ પ્રારંભમાં ભારતીય દ્વિપકલ્પના દક્ષિણતમ છેડે આવેલા એક સમુદ્રી બંદર કોરકાઈમાં રાજ કરતા હતા, અને બાદમાં તેમણે મદુરાઈ સ્થળાંતર કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ગ્રીક અને રોમન સ્રોતો ઉપરાંત સંગમ સાહિત્યમાં પણ પાંડ્યોનો ઉલ્લેખ છે. ઇન્ડિકા માં મેગેસ્થિનીસે પાંડ્ય રાજ્યનો ઉલ્લેખ કર્યો છે.[૨૨] પાંડ્ય રાજાઓ હાલના મદુરાઈ, તિરુનેલવેલી અને દક્ષિણ કેરળના કેટલાક ભાગો ઉપર શાસન કરતા હતા. તેઓ ગ્રીસ અને રોમ સાથે વ્યાપારિક સંપર્કો ધરાવતા હતા.[૨૩] તમિલકમના અન્ય રાજ્યો સાથે તેમણે વ્યાપારિક સંપર્કો અને ઇલમના તમિલ વેપારીઓ સાથે વૈવાહિક સંબંધો જાળવ્યા હતા. સંગમ સાહિત્યની સંખ્યાબંધ કવિતાઓમાં વિવિધ પાંડ્ય રાજાઓનો ઉલ્લેખ જોવા મળે છે. આ પૈકી ‘તેલૈયાલંગનમના વિજેતા’ નેદુંજેલિયન અન્ય એક એવો રાજા હતો કે જેને ‘અનેક બલિદાનોના’ નેદુન્જેલિયન અરાન્દ મુદુકુદિમી પેરુવેલુદી તરીકે ઓળખવામાં આવતો હતો, તે ખાસ ઉલ્લેખ કરવાને પાત્ર છે. અકાનાનુરુ અને પુરાનાનુરુ સંગ્રહોમાં મળી આવતી વિવિધ ટૂંકી કવિતાઓ ઉપરાંત, બે મોટી કૃતિઓ – મથુરાઈક્કાન્ચી અને નેથુનેલવતાઈ (પેટ્ટુપટ્ટુ ના સંગ્રહમાં) સમાજ તથા સંગમ યુગ દરમિયાન પાંડ્ય રાજ્યની વાણિજ્યિક ગતિવિધિનું વિહંગાલોકન કરાવે છે. ત્રીજી સદીના અંતભાગમાં કાલભ્રાસના આક્રમણ દરમિયાન શરૂઆતના પાંડ્ય રાજાઓ અંધકારમાં સરી ગયા.

ચેરા રાજ્ય આધુનિક કેરળ રાજ્ય વડે બનેલું હતું અને તે દક્ષિણીય ભારતના પશ્ચિમ અથવા મલબારના તટે વસેલું હતું. સમુદ્ર સાથેની નીકટતાને કારણે આફ્રિકા સાથેના વેપારને પ્રોત્સાહન મળ્યું હતું.[૨૪][૨૫] ચેરા રાજ્યની પૌરાણિક સીમા વડે બનેલા ભારતના વર્તમાન કેરળ રાજ્યના લોકો એ જ ભાષા બોલે છે અને બાકીના તમિલ પ્રદેશ સાથે વ્યાપક પ્રમાણમાં વ્યવહાર ધરાવતા હતા. નવમી અને દસમી સદીની આસપાસ, તમિલ પર સંસ્કૃત ભાષાના પ્રભાવને કારણે તેમની અંગત ઓળખ પરિવર્તન પામી, અને એક નવી ભાષાનો ઉદભવ થવો શરૂ થયો.[૨૬]

આ પ્રારંભિક રાજ્યોએ તમિલ ભાષાના સાહિત્ય હજુ પણ મોજૂદ છે એવા કેટલાક સૌથી જૂના સાહિત્યના વિકાસને પ્રોત્સાહિત કર્યો હતો. સંગમ સાહિત્ય તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેવું પરંપરાગત તમિલ સાહિત્ય ઇ.સ.પૂ. 200 અને ઇ.સ.300ની વચ્ચેના સમયગાળાનું છે.[૨૭][૨૮] ભાવનાત્મક અને ભૌતિક વિષયો આવરી લેતી સંગમ સાહિત્યની કવિતાઓને મધ્યયુગીન સમયગાળા દરમિયાન વિવિધ કૃતિસંગ્રહોમાં વર્ગીકૃત અને સંગ્રહિત કરવામાં આવી છે. સંગમ કવિતાઓમાં ફળદ્રુપ ભૂમિ અને વિવિધ વ્યવસાયિક જૂથોમાં સંગઠિત લોકોનું ચિત્રણ કરવામાં આવેલું છે. આ જમીનનો વહીવટ વારસાગત રાજાશાહી દ્વારા થતો હતો, અલબત્ત રાજ્યની ગતિવિધિઓનું ક્ષેત્ર અને શાસકની સત્તા સ્થાપિત વ્યવસ્થા (ધર્મ ) સુધી સીમિત હતી.[૨૯] લોકો તેમના રાજા પ્રત્યે વફાદાર રહેતા હતા અને ઉમદા રાજાઓના શાહી દરબારોમાં ગાયકો તથા સંગીતકારો અને નૃત્યકારો એકત્ર થતા. સંગીત અને નૃત્યની કલાઓ અત્યંત વિકસિત અને લોકપ્રિય હતી. સંગમ કવિતાઓમાં વિવિધ પ્રકારના સંગીત સાધનોનો ઉલ્લેખ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણી અને ઉત્તરીય નૃત્યશૈલીનો સમન્વય થયો હતો અને મહાકાવ્ય કિલપ્પટિકરમ માં તેનું સંપૂર્ણપણે પ્રતિબિંબ જોવા મળે છે.[૩૦]

આંતરિક અને બાહ્ય વેપાર સુસંગઠિત અને સક્રિય હતો. પૂરાતત્વીય અને સાહિત્યિક પૂરાવાઓ યવન (ગ્રીક) લોકો સાથે પૂરબહારમાં ખીલેલા વિદેશ વેપારનો ઉચ્ચાર કરે છે. પૂર્વીય તટે આવેલું બંદરીય નગર પુહર અને દક્ષિણ ભારતના પશ્ચિમ તટે આવેલ મુઝીરીઝ વિદેશ વેપારના મોટા મથક હતા, જ્યાં વિશાળ જહાજો લાંગરતા હતા, તેમનો કિંમતી વ્યાપારિક માલસામાન ઠાલવતા હતા.[૩૧] ઇ.સ. બીજી સદી બાદ આ વેપાર ઘટવો શરૂ થયો, અને રોમન સામ્રાજ્ય તથા પૌરાણિક તમિલ પ્રદેશ વચ્ચેના સીધા સંપર્કનું સ્થાન આરબ તથા પૂર્વ આફ્રિકાના ઔક્સુમિટ્સ સાથેના વેપારે લીધું. આંતરિક વેપાર પણ ખુબ હતો અને ચીજવસ્તુઓનું વેચાણ તથા સાટાપદ્ધતિથી વિનિમય થતો. વસતીના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો હતો અને વંશપરંપરાગત રીતે કૃષિનીતિજ્ઞો ગણાતા વેલ્લાલાર મોટાભાગની જમીનોની માલિકી ધરાવતા હતા.[૩૨]

વચલો કાળ (300–600)

[ફેરફાર કરો]

સંગમ યુગ પૂરો થયા બાદ, આશરે ઇ.સ. 300થી આશરે ઇ.સ. 600 સુધીના સમયગાળામાં તમિલ ભૂમિ પર બનેલા બનાવોની કોઇપણ માહિતીનો લગભગ અભાવ છે. ઇ.સ. 300ની આસપાસના કોઇ સમયે કાલભ્રાસની ઉપસ્થિતિથી સમગ્ર પ્રદેશ વિક્ષિપ્ત થઈ ગયો હતો. પછીના સાહિત્યમાં આ લોકોને ‘શેતાન શાસકો’ તરીકે વર્ણવવામાં આવ્યા છે જેમણે સ્થાપિત તમિલ રાજાઓને સત્તા પરથી ફેંકી દઈને દેશ ઉપર મજબૂત પકડ જમાવી દીધી હતી.[૩૩] તેમના મૂળ અને તેમના શાસનકાળ વિશેની વિગતો અંગેની માહિતી ખૂબ જ ઓછી છે. તેઓ કોઇ પણ કલાકૃતિ કે સ્મારકો છોડી ગયા નહોતા. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં જે છૂટાછવાયો ઉલ્લેખ થયો છે તે આ લોકો વિશેનો એકમાત્ર માહિતી સ્રોત છે.[૩૪]

ઇતિહાસકારો એવું અનુમાન કરે છે કે આ લોકો બૌદ્ધ અથવા જૈન ધર્મ અનુસરતા હતા અને પ્રારંભિક સદીઓ સી.ઈ. દરમિયાન તમિલ પ્રદેશમાં વસનારા બહુમતી રહીશો દ્વારા પળાતા હિંદુ ધર્મો (આસ્તિક નામના સંપ્રદાય) પ્રત્યે તેઓ વિરોધી વલણ ધરાવતા હતા.[૩૫] આના પરિણામ રૂપે સાતમી અને આઠમી સદીમાં આ લોકોની પડતી બાદ હિંદુ વિદ્વાનો અને લેખકોએ તેમના લખાણોમાં કાલભ્રાસોનો ઉલ્લેખ મિટાવી દઇ તેમના શાસનકાળને અંધારામાં જ રાખવાનું વલણ અપનાવ્યું હોય એવું બની શકે છે. કદાચ આ કારણસર જ, તેમનો શાસનકાળ ‘અંધારો યુગ’–વચલો કાળ તરીકે ઓળખાય છે. શાસક રાજવંશો પૈકીના કેટલાક ઉત્તર તરફ ચાલ્યા ગયા અને કાલભ્રાસથી દૂર કોઇ પરદેશી સત્તાના મુલકમાં આશ્રય મેળવ્યો.[૩૬] સમાજમાં જૈન અને બૌદ્ધ ધર્મના મૂળ ઊંડે સુધી ઉતર્યાં, જેને કારણે મોટા પ્રમાણમાં નૈતિક કવિતાઓનું સર્જન થયું.

લેખનકળા અત્યંત વ્યાપક બની અને તમિલ-બ્રાહ્મીમાંથી ઉદભવેલી વત્તેલુત્તુ તમિલ લેખન માટેની પાકટ લિપિ બની.[૩૭] આરંભની સદીઓની લોકકવિતાઓ એકત્ર કરીને વિવિધ કાવ્યસંગ્રહો સંપાદિત કરવામાં આવ્યા છે, તેવા સમયે કિલાપ્પટિકરમ જેવી કેટલીક મહાકાવ્યરૂપ કવિતાઓ અને તિરુક્કુરલ જેવી ઉપદેશાત્મક કૃતિઓ પણ આ સમયગાળામાં લખાઈ હતી.[૩૮] કાલાભ્ર રાજાઓ દ્વારા જૈન અને બૌદ્ધ વિદ્વાનોને અપાયેલા રાજ્યાશ્રયને લીધે આ સમયગાળાના સાહિત્યના સ્વરૂપ ઉપર અસર થઈ અને આ સમયગાળા સાથે જોડી શકાય એવી મોટાભાગની કૃતિઓ જૈન અને બૌદ્ધ લેખકો દ્વારા લખાયેલી છે. નૃત્ય અને સંગીતના ક્ષેત્રે, ચુનંદા વર્ગે લોક શૈલીઓની બદલે નવી સુંદર શૈલીઓને પ્રોત્સાહન આપવું શરૂ કર્યું, આ શૈલીઓ ઉપર આંશિકપણે ઉત્તરીય વિચારોની અસર હતી. આરંભમાં ખડકો કોતરીને બનાવાયેલા કેટલાક મંદિરો આ સમયગાળાના છે. વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત કેટલાક ઇંટોના બનેલા મંદિરો (કોટ્ટમ , દેવાકુલમ અને પલ્લી તરીકે પણ ઓળખાય છે)નો સાહિત્યિક કૃતિઓમાં ઉલ્લેખ કરાયો છે. 7મી સદીની આસપાસ પલ્લવ અને પાંડ્ય સત્તા પુનઃસજીવન પામતા કાલાભ્રાસ સત્તામાંથી ફેકાઈ ગયા.[૩૯]

કાલાભ્રાસ રાજાઓ સત્તામાંથી બહાર થઈ ગયા હોવા છતાં પણ, તમિલનાડુમાં હજુ પણ જૈન અને બૌદ્ધ ધર્મની અસર રહી હતી. પાંડ્ય અને પલ્લવ રાજાઓ આ આસ્થાને અનુસરતા હતા. પોતાના ધર્મમાં આવી રહેલી દેખીતી ઓટને કારણે હિંદુઓની પ્રતિક્રિયા વધતી જતી હતી અને તે 7મી સદીના ઉત્તરાર્ધમાં ચરમસીમાએ પહોંચી.[૪૦] હિંદુ ધર્મને વ્યાપકપણે પુનઃ સજીવન કરાયો જે દરમિયાન મોટા પ્રમાણમાં શૈવ અને વૈષ્ણવ સાહિત્યનું સર્જન કરાયું. ઘણાં શૈવ નયનમાર અને વૈષ્ણવ અલ્વરે લોકપ્રિય ભક્તિ સાહિત્યના વિકાસને ભારે પ્રોત્સાહન આપ્યું હતું. ઇ.સ. છઠ્ઠી સદીમાં આ નયનમારોમાં સૌથી પહેલા કરઈક્કલ અમ્માઈયાર થઈ ગયા હતા. આ સમયગાળાના વિખ્યાત શૈવ સ્તુતિકારોમાં સુંદરામૂર્તિ, થિરુજ્ઞાના સાંબંથર અને થિરુનાવુક્કરાસરનો સમાવેશ થતો હતો. પોઇગઇ અલ્વર, ભૂથાથેલ્વર અને પેયાલ્વર જેવા વૈષ્ણવ અલ્વરોએ તેમના પંથ માટે ભક્તિ સ્તોત્ર તૈયાર કર્યાં અને બાદમાં નાલૈયિરા દિવ્યેપ પ્રભંધમ ની ચાર હજાર કવિતાઓમાં તેમના ગીતોને એકત્રિત કરવામાં આવ્યાં.[૪૧]

સામ્રાજ્ય યુગ (600-1300)

[ફેરફાર કરો]

તમિલ રાજ્યના ઇતિહાસનાં મધ્યયૂગીન સમયગાળામાં ઘણાં રજવાડાઓની ચડતી અને પડતી થઈ, આ પૈકીના કેટલાક સામ્રાજ્યના કદ સુધી પહોંચ્યા હતા અને ભારત તથા વિદેશો, બન્નેમાં પ્રભાવ ફેલાવ્યો હતો. સંગમ યુગ દરમિયાન અત્યંત સક્રિય રહેલા ચોલા રાજાઓ પ્રથમ કેટલીક સદીઓ દરમિયાન સદંતર અલોપ રહ્યાં હતા.[૪૨] આ સમયગાળો પાંડ્ય અને પલ્લવ રાજાઓ વચ્ચેની ચડસાચડસી સાથે શરી થયો અને તેને કારણે ચોલા રાજાઓનો પુનઃ વિકાસ થયો. ચોલા રાજાઓ આગળ જતાં મહા સત્તા બન્યા. તેમની પડતીને લીધે ટૂંકા સમય માટે પાંડ્ય રાજાઓનું પુનરુત્થાન થયું. આ એ સમયગાળો હતો કે જે દરમિયાન હિંદુ ધર્મમાં પુનઃ પ્રાણ પૂરાયા હતા અને મંદિરોનું નિર્માણ તથા ધાર્મિક સાહિત્યનું સારામાં સારું સર્જન થયું હતું.[૪૩]

આગલા યુગમાં જોવા મળેલા જૈન અને બૌદ્ધ ધર્મને સ્થાને હિંદુ ધર્મના શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયો પ્રબળ બન્યાં. શૈવ સંપ્રદાયને ચોલા રાજાઓએ વધુ પ્રોત્સાહન આપ્યું હતું અને તે વત્તેઓછે અંશે રાજ્યનો ધરમ બની ગયો હતો.[૪૪] વર્તમાનકાળમાં પણ જોવા મળતાં કેટલાક આરંભના મંદિરોનું બાંધકામ આ સમયગાળા દરમિયાન પલ્લવોએ કરાવ્યું હતું. મામલ્લાપુરમના ખડક કોતરીને બનાવાયેલા મંદિરો અને કાંચીપુરમના કૈલાસનાથ અને વૈકુન્ટાપેરુમલ મંદિરો પલ્લવ કળાની સાબિતીરૂપે આજે પણ ઊભાં છે. ચોલા રાજાઓએ તેમની વ્યાપક લડાઈઓ મારફત જીતેલી વિશાળ સંપત્તિનો ઉપયોગ કરીને લાંબો સમય ટકી રહેનારા પત્થરના મંદિરો બનાવરાવ્યા જેમાં તંજાવુરના બ્રૃહદિશ્વરા મંદિર અને તાંબાના ખુબ સુંદર શિલ્પકામ કરાવડાવ્યા હતા. શિવ અને વિષ્ણુને સમર્પિત મંદિરોને ઉદાર હાથે નાણાં, દાગીના, પશુઓ અને જમીનોનું દાન મળ્યું અને તે રીતે આ મંદિરો શક્તિશાળી આર્થિક સંસ્થાઓ બન્યાં.[૪૫]

તમિલ લેખન માટે સમગ્ર તમિલનાડુમાં વેત્તેલુત્તુ લિપિનું સ્થાન તમિલ લિપિએ લીધું. આ સમયગાળા દરમિયાન બિનસાંપ્રદાયિક અને ધાર્મિક સાહિત્ય, બન્નેનો ભારે વિકાસ થયો. 13મી સદીમાં તમિલ મહાકાવ્ય, કંબનનું રામાવથારમ લખાયું હતું. પ્રસિદ્ધ કવિયત્રી ઔવૈયર કંબનના સમકાલીન હતા અને તેઓને નાના બાળકો માટે લખવામાં ખુબ ખુશી મળતી હતી. બિનસાંપ્રદાયિક સાહિત્ય મોટેભાગે દરબારની કવિતાઓ હતી જે શાસકોની પ્રશંસા કરવા માટે રચાઈ હતી. અગાઉના સમયગાળાની ધાર્મિક કવિતાઓ અને સંગમ ગાળાના પરંપરાગત સાહિત્યને વિવિધ કાવ્યસંગ્રહોમાં એકત્રિત કરીને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે. ધાર્મિક વિધિઓ અને અન્ય કર્મકાંડવિષયક હેતુઓને લીધે પંડિતોના જૂથો દ્વારા સંસ્કૃતને પ્રોત્સાહન મળ્યું. રાજરાજા ચોલા પ્રથમના સમકાલીન નમ્બી અંદર નમ્બીએ તિરુમુરાઇસ તરીકે ઓળખાતા અગિયાર પુસ્તકોમાં શૈવ સંપ્રદાય વિશેના પુસ્તકો એકત્ર કર્યાં હતા તથા પદ્ધતિસર ગોઠવ્યાં હતા. કુલોતુન્ગા ચોલા બીજા (ઇ.સ. 1133-1150)ના શાસનકાળ દરમિયાન થઈ ગયેલા સેક્કિલર દ્વારા પેરિયાપુરાણમ માં શૈવ સંપ્રદાયના સંત સાહિત્યને અમુક નિશ્ચિત ધોરણસરનું કરવામાં આવ્યું હતું. કુલોતુંગા ચોલા પ્રથમ દ્વારા કલિંગ પર કરાયેલા બે આક્રમણો વિશેની અર્ધ-ઐતિહાસિક જાણકારી આપતું જયમકોન્દરના કલિંગટ્ટુપ્પારની એ જીવનચરિત્રાત્મક કૃતિનું એક જૂનું ઉદાહરણ છે.[૪૬]

પલ્લવો

[ફેરફાર કરો]
પલ્લવોએ મામલ્લાપુરમમાં બાંધેલું તટીય મંદિર (સી.આઠમી સદી)

સાતમી સદીના તમિલનાડુમાં મહેન્દ્રવર્મન પ્રથમ અને તેના પુત્ર મામલ્લા નરસિમ્હવર્મન પ્રથમના હેઠળ પલ્લવોનો ઉદય જોવા મળ્યો. બીજી સદી પૂર્વે પલ્લવો એક માન્ય રાજકીય સત્તા નહોતા.[૪૭] વિદ્વાનોમાં એક વાતે સંમતિ પ્રવર્તે છે કે પલ્લવો હકીકતમાં સાતવાહન રાજાઓ હેઠળ કામ કરનારા વહીવટી અધિકારીઓ હતા.[૪૮] સાતવાહન રાજાઓના પતન બાદ, તેમણે આંધ્ર અને તમિલ રાષ્ટ્રોના હિસ્સાઓ ઉપર નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું. બાદમાં તેઓએ દખ્ખણ પ્રદેશ ઉપર શાસન કરતા વિષ્ણુકુંદિન સાથે લશ્કરી જોડાણ કર્યું. આશરે ઇ.સ.550ની આસપાસ રાજા સિમ્હાવિષ્ણુના ગાળામાં પલ્લવો પ્રકાશમાં આવ્યાં. પલ્લવોએ ચૌલ રાજાઓને હરાવ્યા અને છેક કાવેરી નદીની દક્ષિણ સુધી આધિપત્ય ફેલાવ્યું. નરસિમ્હવર્મન પહેલા અને પલ્લવામલ્લા નંદીવર્મન બીજાના શાસનકાળ દરમિયાન પલ્લવોની સત્તા સોળે કળાએ ખિલી હતી. પલ્લવોએ દક્ષિણ ભારતના એક વિશાળ હિસ્સા ઉપર શાસન કર્યું હતું અને કાંચીપુરમ તેમની રાજધાની હતી. પલ્લવ શાસનકાળ દરમિયાન દ્રવિડ સ્થાપત્યકલા તેની ટોચે પહોંચી હતી.[સંદર્ભ આપો] નરસિમ્હવર્મન બીજાએ કિનારાનું મંદિર બનાવડાવ્યું હતું જે હાલમાં યુનેસ્કો (UNESCO)ની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ઘણાં સ્રોતો ચીનમાં બૌદ્ધધર્મની ઝેન સંપ્રદાયની સ્થાપના કરનાર બોધીધર્મને પલ્લવ રાજવંશનાં રાજકુમાર તરીકે વર્ણવે છે.[૪૯]

છઠ્ઠી અને સાતમી સદીઓ દરમિયાન, પશ્ચિમ દખ્ખણ પ્રદેશમાં ચાલુક્યોની ચડતી જોવા મળી, તેઓ વાતપીમાં રહેતા હતા. પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલાના સત્તાકાળમાં ચાલુક્ય રાજા પુલકેશી બીજા (સી. 610-642)એ પલ્લવ રાજ્ય ઉપર આક્રમણ કર્યું. મહેન્દ્રવર્મન બાદ સત્તામાં આવેલા નરસિમ્હવર્મને ચાલુક્ય દેશ ઉપર પ્રતિ આક્રમણ કર્યું અને વાતપી જીતી લીધું. આવનારા 100 વર્ષ સુધી ચાલુક્યો અને પલ્લવો વચ્ચેની ચડસાચડસી સન 750ની આસપાસ ચાલુક્યોના પતન સુધી ચાલુ રહી. ચાલુક્યો અને પલ્લવો વચ્ચે અસંખ્ય લડાઈઓ થઈ અને નંદીવર્મન બીજાના સત્તાકાળ દરમિયાન વિક્રમાદિત્ય બીજાએ પલ્લવોની રાજધાની કાંચીપુરમ જીતી લીધી હતી.[૫૦] નંદીવર્મન બીજાએ ઘણો લાંબો સમય (732-796) શાસન કર્યું. 760માં તેણે (દક્ષિણ મૈસોર) ગંગા રાજ્ય ઉપર ચડાઈ કરી. પલ્લવો પાંડ્ય રાજાઓ સાથે પણ સતત સંઘર્ષ કરતા રહેતા હતા અને તેમની સીમા બદલાઈને કાવેરી નદીની પડખે થઈ ગઈ હતી. પલ્લવોને આ બન્નેના અસ્તિત્વથી વધુ મુશ્કેલી થઈ હતી, કારણ કે તેમને બે મોરચે- પાંડ્યો તેમજ ચાલુક્યોની સામે લડવું પડતું હતું.

પાંડ્યો

[ફેરફાર કરો]
પાંડ્ય સામ્રાજ્ય

દક્ષિણમાં કાલાભ્રાસ રાજાઓને સત્તા પરથી ઉતારવાનો યશ પાંડ્ય કદુન્ગોન (560-960)ને જાય છે.[૫૧] કદુન્ગોન અને તેના પુત્ર મારાવર્મન અવિનિશુલામણિએ પાંડ્ય સત્તાને પુર્નજીવિત કરી. પાંડ્ય સેંદને પોતાની સત્તાને ચેરા દેશ સુધી વિસ્તારી. તેના પુત્ર અરિકેસરી પરાંતક મારાવર્મને (સી. 650-700) લાંબો સમય સુખેથી શાસન કર્યું. તેણે ઘણાં યુદ્ધો લડ્યાં અને પાંડ્ય સત્તાનો વિસ્તાર કર્યો. પાંડ્યો પૌરાણિક સમયથી તેમના સંપર્કો દ્વારા ખુબ જાણીતાં હતા. તેમના રાજદ્વારી સંબંધો છેક રોમન સામ્રાજ્ય સુધી લંબાયેલા હતા. ઈસુની 13મી સદીમાં માર્કો પોલોએ નોંધ્યા પ્રમાણે તે સૌથી સમૃદ્ધ સામ્રાજ્ય હતું.[૫૨][મૃત કડી]

થોડાક દશકો સુધી વિસ્તરણ કર્યાં બાદ, પલ્લવ સત્તાને ગંભીર પડકાર ફેંકી શકાય એટલું પાંડ્ય સામ્રાજ્ય વિશાળ બની ગયું હતું. પાંડ્ય મારાવર્મન રાજાસિમ્હાએ ચાલુક્ય વિક્રમાદિત્ય બીજા સાથે જોડાણ કરીને પલ્લવ રાજા નંદીવર્મન બીજા ઉપર હુમલો કર્યો.[૫૩] કાવેરી નદીના તટે લડાયેલા એક યુદ્ધમાં વરાગુનને પલ્લવોને સજ્જડ હાર આપી. પલ્લવ રાજા નંદીવર્મને કોન્ગુ અને ચેરા રાજ્યોના જાગીરદાર સરદારો સમક્ષ પાંડ્યોની વધતી જતી સત્તાને અટકાવવાની માગ કરી અને તેમની સાથે જોડાણ કર્યું. આ સૈન્યોએ વિવિધ યુદ્ધો લડ્યાં જેમાં પાડ્ય સૈન્યને નિર્ણાયક જીતો મેળવી. શ્રીમારા શ્રીવલ્લભના સત્તાકાળ હેઠળ પાંડ્ય રાજાઓએ શ્રીલંકા ઉપર પણ ચડાઈ કરી અને 840માં ઉત્તરીય પ્રદેશો ઉપર જીત મેળવી.[૫૪]

શ્રીમારાના નેજા હેઠળ પાંડ્ય સત્તા વિકસતી રહી અને તેણે પલ્લવોના વધુને વધુ પ્રદેશો પચાવી પાડ્યાં. પલ્લવો સામે હવે રાષ્ટ્રકુટ રાજાઓના સ્વરૂપમાં એક નવો પડકાર ઊભો થયો હતો. પશ્ચિમી દખ્ખણ પ્રદેશમાં ચાલુક્યોના સ્થાને આ રાજાઓ આવ્યા હતા. જો કે, પલ્લવોને નંદીવર્મન ત્રીજો નામનો એક સક્ષમ સમ્રાટ મળ્યો હતો, તેણે પોતાના ગંગા અને ચોલા સાથીઓની મદદથી તેલારુના યુદ્ધમાં શ્રીમારાને સજ્જડ હાર આપી. પલ્લવ રાજ્ય ફરી એકવાર વૈગાઈ નદી સુધી પહોંચ્યું. 848માં અરિસિલ ખાતે પલ્લવ નરીપટુન્ગાના હાથે પરાજય થતા પાંડ્યોને વધુ એક આંચકો સહન કરવો પડ્યો.(સી. 848). ત્યારપછી, પાંડ્યોએ પલ્લવોની સર્વોપરિતા સ્વીકારી લીધી હતી.[૫૫]

850ની આસપાસ, પાંડ્ય અને પલ્લવો વચ્ચેના સંઘર્ષને કારણે એક તક ઊભરી આવી જેનો ઉપયોગ કરીને વિજયાલયનો ઉદય થયો અને તેણે તંજાવુર કબ્જે કર્યું અને આખરે મધ્યયુગીન ચોલા રાજવંશની સ્થાપના કરી. વિજયાલયે ચોલા રાજવંશને પુર્નજીવિત કર્યો અને તેના પુત્ર આદિત્ય પહેલાએ તેમની સ્વતંત્રતા સ્થાપિત કરવામાં મદદ કરી. તેણે 903માં પલ્લવ રાજ્ય ઉપર આક્રમણ કરી યુદ્ધમાં પલ્લવ રાજા અપરાજિતાની કતલ કરીને પલ્લવ શાસનનો અંત આણ્યો.[૫૬] પરાંતક પહેલાની સત્તા હેટળ ચોલા રાજ્ય વિસ્તરીને સમગ્ર પાંડ્ય રાજ્યમાં ફેલાઈ ગયું. જો કે, સત્તાકાળના અંતભાગમાં તેને રાષ્ટ્રકુટ રાજાઓના હાથે ઘણાં પરાજયોની પીડા સહન કરવી પડી હતી. રાષ્ટ્રકુટ રાજાઓએ ચોલા રાજ્યમાં તેમની સીમા સારી એવી વિસ્તારી હતી.

રાજેન્દ્ર ચોલા હેઠળ ચોલા સામ્રાજ્ય સી.1030).

હવે પછીના પાંચ વર્ષ દરમિયાન નબળા રાજાઓ, મહેલના કાવતરાં અને વારસાઈનાં વિખવાદોને કારણે ચોલા રાજ્યે થોડા વખત માટે પીછેહટ કરી. સંખ્યાબંધ પ્રયાસો કરવા છતાં પાંડ્ય રાજ્ય સંપૂર્ણપણે જીતી શકાયું નહોતું અને ઉત્તરમાં રાષ્ટ્રકુટ રાજાઓ હજું પણ એક શક્તિશાળી દુશ્મન જ હતા. જોકે, 985માં રાજરાજા ચોલાના રાજ્યારોહણ સાથે ચોલા સામ્રાજ્ય પુર્નજીવિત થવું શરૂ થયું. રાજરાજા અને તેના પુત્ર રાજેન્દ્ર ચોલા પહેલાના સત્તાકાળ દરમિયાન ચોલા રાજ્ય વિકાસ સાધીને એશિયાનું એક એક ગણનાપાત્ર સૈન્ય, આર્થિક અને સાંસ્કૃતિક સત્તા બન્યું. ચોલા રાજ્યની સીમાઓ દક્ષિણમાં માલદીવ ટાપુઓથી લઈ ઉત્તરમાં બંગાળમાં ગંગા નદીના તટ સુધી લંબાતી હતી. રાજરાજા ચોલાએ દક્ષિણ ભારતીય દ્વિપકલ્પ ઉપર હુમલો કરીને શ્રીલંકાના કેટલાક ભાગોને પોતાની સાથે જોડી દીધાં અને માલદીવના ટાપુઓ ઉપર કબ્જો કર્યો. રાજેન્દ્ર ચોલાએ શ્રીવિજય રાજ્યને હાર આપીને ચોલા સામ્રાજ્યની વિજયકૂચને મલય દ્વીપસમૂહ સુધી વિસ્તારી.[૫૭] તેણે બિહાર અને બંગાળના રાજા મહિપાલને હરાવ્યો, અને પોતાના વિજયની યાદગીરીરૂપે તેણે ગંગાઈકોન્ડા ચોલાપુરમ (એવા ચોલાઓનું નગર જેમણે ગંગા પર જીત મેળવી હતી ) તરીકે ઓળખાતી એક નવી રાજધાની બનાવડાવી હતી. સત્તાના મધ્યાહને ચોલા સામ્રાજ્ય દક્ષિણમાં શ્રીલંકા ટાપુથી લઈ ઉત્તરમાં ગોદાવરી તટપ્રદેશ સુધી વિસ્તર્યું હતું. ભારતના પૂર્વીય તટે ગંગા નદી સુધીના પ્રદેશમાં આવેલા રાજ્યોએ ચોલાઓની સર્વોપરિતાનો સ્વીકાર કર્યો હતો. ચોલા નૌકાદળે આક્રમણ કરીને મલય દ્વીપસમૂહમાં શ્રીવિજયા ઉપર જીત મેળવી હતી.[૫૮] ચોલા સૈન્યએ થાઈલેન્ડ અને કમ્બોડિયાના ખામેર રાજ્ય પાસેથી બળજબરીથી ભેટો વસૂલી હતી.[૫૯] રાજરાજા અને રાજેન્દ્રના સત્તાકાળ દરમિયાન, ચોલા સામ્રાજ્યનો વહીવટ નોંધપાત્રપણે પરિપક્વ બન્યો હતો. આ સામ્રાજ્ય સંખ્યાબંધ સ્વયં-સંચાલિત સ્થાનિક સરકારી એકમોમાં વહેંચાયેલું હતું અને અધિકારીઓની પસંદગી લોકપ્રિય ચૂંટણીઓની પદ્ધતિ દ્વારા થતી હતી.[૬૦]

બ્રૃહદિશ્વર મંદિર

આ સમયગાળા દરમિયાન, લંકા ઉપરથી ચોલાઓનું આધિપત્ય ફગાવી દેવાનો પ્રયાસ કરી રહેલા સિંહાલા લોકો, પોતાનાં પરંપરાગત પ્રદેશોને સ્વતંત્ર કરાવવા મથી રહેલા પાંડ્ય રાજકુમારો અને દક્ષિણી દખ્ખણના ચાલુક્યોની વધતી જતી મહત્વાકાંક્ષાઓ – વગેરે પરિબળો ચોલા સામ્રાજ્ય માટે મુશ્કેલીનું કારણ બન્યાં હતાં. ઇતિહાસના આ સમયગાળા દરમિયાન ચોલા અને તેમના શત્રુઓ વચ્ચે સતત લડાઈઓ થતી રહેતી હતી. સત્તાનું સમતુલન ચાલુક્યો અને ચોલાઓ વચ્ચે જળવાયેલું હતું અને તુંગભદ્રા નદી આ બે સામ્રાજ્યો વચ્ચેની વણ-બોલાયેલી સીમા તરીકે સ્વીકારાયેલી હતી. જો કે, વેન્ગી રાજ્યમાં ચોલાઓનો વધતો જતો પ્રભાવ એ આ બન્ને સામ્રાજ્ય વચ્ચે વિખવાદનું કારણ બન્યો હતો. ચોલાઓ અને ચાલુક્યોએ અનેક યુદ્ધો ખેલ્યાં હતા અને બન્ને રાજ્યો અંતવિહીન યુદ્ધોથી થાક્યા હતા તથા મડાગાંઠ ચાલુ રહી હતી.

વેન્ગાઇ ઉપર રાજરાજાના આક્રમણ બાદ તેની અને ગોદાવરી નદીના દક્ષિણી તટે વસેલા વેન્ગાઈની આસપાસ રહેતા પૂર્વીય ચાલુક્ય રાજાઓ વચ્ચે લશ્કરી અને રાજકીય જોડાણો શરૂ થયા. 1070માં વિરરાજેન્દ્ર ચોલાના પુત્ર અધિરાજેન્દ્ર ચોલાની એક સ્થાનિક તોફાનમાં હત્યા કરી દેવાઈ હતી અને ચોલા ગાદીએ કુલોથુન્ગા ચોલા પહેલો આવ્યો જેણે ચાલુક્ય ચોલા રાજવંશનો પ્રારંભ કર્યો. કુલોથુન્ગા વેન્ગાઇના રાજા રાજરાજા નરેન્દ્રનો પુત્ર હતો. ચાલુક્ય ચોલા રાજવંશના કુલોથુન્ગા ચોલા પહેલો અને વિક્રમા ચોલા અત્યંત સક્ષમ રાજાઓ હતા, જો કે આ સમયગાળા દરમિયાન આખરે ચોલા સત્તાનો અસ્ત થવો શરૂ થયો હતો. ચોલા રાજાઓએ લંકા ટાપુ ઉપર નિયંત્રણ ગુમાવી દીધું હતું અને સિંહાલા સત્તાના પુનઃ ઉદય થવાથી તેઓને આ સ્થળેથી હાંકી કઢાયા હતા.[૬૧] 1118ની આસપાસ પશ્ચિમી ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠાએ ચોલાઓ પાસેથી વેન્ગાઈનું નિયંત્રણ છિનવી લીધું હતું. ચાલુક્યોના તાબાના હોયસલા વિષ્ણુવર્ધનની વધતી જતી સત્તાને કારણે ગંગાવાડીને (દક્ષિણી મૈસોર જિલ્લાઓ) પણ ચોલાઓએ ગુમાવી દીધું. પાંડ્ય પ્રદેશોમાં, કેન્દ્રીય નિયંત્રક વહીવટીતંત્રના અભાવને કારણે પાંડ્ય સત્તાની ગાદીના સંખ્યાબંધ દાવેદારો ઊભા થયાં, જેના કારણે ગૃહ યુદ્ધ છેડાઈ ગયું જેમાં પડદા પાછળ સિંહાલા અને ચોલાઓએ દોરીસંચાર કર્યો હતો. ચોલાઓના અસ્તિત્વની છેલ્લી સદી દરમિયાન, પાંડ્યોના વધતા જતા પ્રભાવથી ચોલાઓનું રક્ષણ કરવા માટે હોયસલાની એક સૈન્યનો કાંચીપુરમમાં સ્થાયી મુકામ રખાયો હતો. રાજેન્દ્ર ચોલા ત્રીજો એ છેલ્લો ચોલા રાજા હતો. કડાવા સરદાર કોપ્પેરુચિંગા પહેલાએ રાજેન્દ્રને પકડીને કેદ કર્યો હતો. રાજેન્દ્રની સત્તાના અસ્તકાળે (1279) પાંડ્ય સામ્રાજ્યની સમૃદ્ધિ સોળે કળાએ ખીલી હતી અને આ સામ્રાજ્યે ચોલા રાજ્યને સંપૂર્ણપણે પોતાનામાં સમાવી લીધું હતું.[૬૨]

પાંડ્ય રાજાઓનો પુનરોત્થાન

[ફેરફાર કરો]

સદીઓ સુધી પલ્લવો અને ચોલાઓએ સત્તાથી દૂર રાખ્યા બાદ, જતાવર્મન સુંદરા પાંડ્યએ 1251માં ટૂંકા ગાળામાં જ પાંડ્યોની ભવ્યતાને ફરી ચેતનવંતી કરી અને પાંડ્યોની સત્તા ગોદાવરી નદીના તટે તેલુગુ રાજ્યોથી લઈને ઉત્તરમાં અડધાં શ્રીલંકા સુધી લંબાતી હતી. 1308માં મારાવરામ્બન કુલશેખર પાંડ્યન પહેલો મૃત્યુ પામ્યો, ત્યારે તેના બે પુત્રો - કાયદેસરના વારસદાર સુંદરા પાંડ્ય અને ગેરકાયદેસર વારસદાર વિરા પાંડ્યા (જેની રાજા તરફેણ કરતા હતા) વચ્ચે વારસાઇ હકના વિખવાદમાંથી સંઘર્ષ ફાટી નીકળ્યો અને બન્ને રાજગાદી માટે એકબીજા સાથે લડ્યાં. ટૂંક સમયમાં જ, દિલ્હી સલ્તનતનાં આક્રમણકારી સૈન્યના હાથમાં મદુરાઈ જતું રહ્યું (આરંભમાં દિલ્હી સલ્તનતે હારેલાં સુંદરા પાંડ્યનને રક્ષણ પૂરું પાડ્યું હતું).

દિલ્હી સલ્તનત

[ફેરફાર કરો]

દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કાફુરે 1311માં મદુરાઈ ઉપર આક્રમણ કરીને જીત મેળવી હતી.[૬૩] પાંડ્ય અને તેમના વંશજોને તિરુનેલવેલીની આસપાસના એક નાનકડાં પ્રદેશમાં વધુ થોડાં વર્ષો પૂરતા રહ્યાં. કુલશેખર પાંડ્યના તાબાનાં ચેરા સરદાર રવિવર્મન કુલશેખર (1299-1314) પાંડ્ય રાજગાદરી ઉપર પોતાનો દાવો કર્યો. રાજ્યની અસ્થિર પરિસ્થિતિનો ઉપયોગ કરીને રવિવર્મન કુલશેખર ઝડપથી દક્ષિણ તમિલનાડુમાં ફરી વળ્યો અને કન્યાકુમારીથી કાંચીપુરમ સુધીના સમગ્ર પ્રદેશને ચેરા રાજ્યની હેઠળ લઈ લીધાં. મદ્રાસના એક પરાવિસ્તાર પુનામલ્લીમાં તેના શિલાલેખ મળ્યાં હતા.[૬૪]

વિજયનગર અને નાયક સમયગાળો (1300-1650)

[ફેરફાર કરો]
દક્ષિણ ભારતમાં મદુરાઈ શહેરનું મિનાક્ષી મંદિર, જેનો નાયક રાજા દ્વારા જીર્ણોદ્ધાર કરાયો હતો.

14મી સદીમાં દિલ્હીના સુલ્તાનોએ કરેલા આક્રમણને કારણે હિંદુઓએ પ્રતિશોધાત્મક પ્રતિક્રિયા આપી તેમણે એકત્ર થઈને વિજયનગર સામ્રાજ્ય તરીકે ઓળખાતા એક નવા રાજ્યનું નિર્માણ કર્યું. બુક્કા અને તેના ભાઈ હરિહરાએ કર્ણાટકમાં વિજયનગર શહેરમાં સ્થિત વિજયનગર સામ્રાજ્ય સ્થાપ્યું.[૬૫] બુક્કાના શાસન હેટળ આ સામ્રાજ્ય સમૃદ્ધ બન્યું અને દક્ષિણ તરફ વિસ્તરતું રહ્યું. બુક્કા અને તેના પુત્ર કંપનાએ દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યો ઉપર જીત મેળવી. 1371માં વિજયનગર સામ્રાજ્યએ અલ્પજીવી મદુરાઈની સલ્તનતને હાર આપી, જેની સ્થાપના ખિલજીના આક્રમણકારી સૈન્યના બાકી બચેલા લોકોએ કરી હતી.[૬૬] આખરે આ સામ્રાજ્યએ સમગ્ર દક્ષિણ ભારતમાં ફેલાઈ ગયું. વિજયનગર સામ્રાજ્યે પોતાના વિવિધ પ્રદેશોમાં શાસન ચલાવવા માટે નાયક તરીકે ઓળખાતા સ્થાનિક સૂબાઓની પ્રથાની સ્થાપના કરી હતી.

ચિત્ર:Serfoji amarasimha Tanjore.jpg
18મી અને 19મી સદી દરમિયાન મરાઠા શાસન હેઠળ તાંજોર મહત્વનું સાસ્કૃતિક કેન્દ્ર બન્યું હતું.આ સમયગાળાના તાંજોરના એક ચિત્રમાં વ્યક્ત થયેલી આકૃતિ વીએન્ડએ સંગ્રહાલયના સંગ્રહમાંથી

1564માં તાલીકોટાના યુદ્ધમાં દખ્ખણના સુલ્તાનોના હાથે પરાજય થતા વિજયનગર સામ્રાજ્યની પડતી થઈ.[૬૭] સ્થાનિક નાયક સૂબાઓએ તેમને સ્વતંત્ર ઘોષિત કર્યાં અને તેમનું પોતે શાસન કરવાનું ચાલુ કર્યું. આ લોકો પૈકી મદુરાઈ અને તંજાવુરના નાયકો મુખ્ય હતા. તંજાવુરના નાયકોમાં રઘુનાથ નાયક (1600-1645) સૌથી મહાન હતો.[૬૮] રઘુનાથા નાયકે વેપારને પ્રોત્સાહન આપ્યું હતું અને 1620માં તરંગમ્બાદી ખાતે ડચ વસાહતને મંજૂરી આપી હતી.[૬૯] આ પગલાએ દેશની બાબતોમાં યુરોપીયનોની ભાવિ સંડોવણીના બીજ રોપ્યાં હતા. ડચ પ્રજાની સફળતાએ અંગ્રેજોને તંજાવુર સાથે વેપાર કરવા પ્રોત્સાહિત કર્યાં હતા, જેના પ્રતિઘાત વધુ ઉગ્ર રહેવાના હતા. વિજય રાઘવ (1631-1675) એ તંજાવુરનો છેલ્લો નાયક હતો. નાયકોએ રાજ્યના કેટલાક સૌથી પુરાણા મંદિરોનું પુનઃ બાંધકામ કરાવડાવ્યું હતું અને તેમનું આ યોગદાન આજેપણ જોવા મળી શકે છે. નાયકોએ તત્કાલીન મંદિરોને વિસ્તારીને વિશાળ સ્તંભોવાળા હોલ અને ઊંચા પ્રવેશદ્વારનો ઉમેરો કર્યો હતો, આ હોલ અને પ્રવેશદ્વારો તે સમયગાળાની ધાર્મિક સ્થાપત્યકલાના પ્રતિનિધિરૂપ છે.

મદુરાઈમાં, થિરુમલાઈ નાયક એ સૌથી પ્રસિદ્ધ નાયક શાસક હતો. તેણે કલા અને સ્થાપત્યકલાને આશ્રય આપીને નવી રચનાઓ કરાવડાવી હતી તથા મદુરાઈની અંદર તથા બહારના તત્કાલીન સ્થળોનું વિસ્તરણ કરાવડાવ્યું હતું. 1659માં થિરુમલાઈ નાયકના મૃત્યુ પછીથી, મદુરાઈનું નાયક રાજ્ય વેરવિખેર થવું શરૂ થયું. તેમના અનુગામીઓ નબળા શાસકો હતા અને મદુરાઈ ઉપર હુમલાઓ ફરી શરૂ થયા. મહાન મરાઠા શાસક શિવાજી ભોંસલેએ દક્ષિણ ઉપર આક્રમણ કર્યું, મૈસોરના ચિક્કા દેવા રાયા અને અન્ય મુસ્લિમ શાસકોએ પણ આક્રમણો કર્યાં હતા, પરિણામ રૂપે અંધાધૂંધી અને અસ્થિરતા વ્યાપી ગઈ. સ્થાનિક શાસક રાણી મંગામ્મલે આ આક્રમણોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરીને ભારે હિંમત દર્શાવી હતી.[૭૦]

નિઝામો અને નવાબોનું શાસન

[ફેરફાર કરો]

વિજયનગર સામ્રાજ્ય દરમિયાન તમિલ રાજ્યમાં યુરોપની વસાહતો દેખાવી શરૂ થઈ ગઈ હતી. 1605માં, ડચ લોકોએ જિન્ગી નજીક કોરોમંડલના તટે અને પુલિકટમાં પોતાનાં વ્યાપાર કેન્દ્રો સ્થાપ્યાં હતા. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ 1626માં પુલિકટની 35 miles (56 km) ઉત્તરે આર્માગાંવ (દુર્ગારાઝપટનમ) ગામ ખાતે એક ‘ફેક્ટરી’ (વેરહાઉસ) બનાવી હતી. 1639માં આ કંપનીના એક અધિકારી ફ્રાન્સિસ ડેએ વંદાવાસીના નાયક દામર્લા વેન્કટદરી નાયકુદુ પાસેથી મદ્રાસપટણમ તરીકે ઓળખાતા એક માછીમારોના ગામની ત્રણ માઇલ (5 કિ.મી.) લાંબી પટ્ટીના અધિકારો મેળવ્યાં હતા. આશરે પાંચ ચોરસ કિલોમીટરની આ રેતીની જમીનની પટ્ટી ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફોર્ટ સેંટ જ્યોર્જ અને મહેલ બનાવ્યો હતો.[૭૧] મદ્રાસ શહેરની આ શરૂઆત હતી. કોરોમંડલના તટ ઉપર ચંદ્રગિરી અને વેલ્લોરના કિલ્લા સ્થિત વિજયનગરના રાજા (અરાવિદુ રાજવંશ), પેડા વેંકટ રાયાનું શાસન હતું. તેની મંજૂરીથી અંગ્રેજોએ જમીનની આ પટ્ટી ઉપર સાર્વભૌમ અધિકારો વાપરવા શરૂ કર્યાં હતા.[૭૨]

1675માં, બીજાપુર સૈન્યની એક ટૂકડી વિજયરાઘવને મદદ કરવા માટે તંજાવુર આવી અને મદુરાઈ નાયકના હાથોમાંથી વેલ્લમને પુનઃ પ્રાપ્ત કર્યું. જોકે, આ જ સૈન્યએ ત્યારબાદ વિજયરાઘવ નાયકને મારી નાખ્યો અને તંજાવુરના રાજ્યની ગાદી ઉપર એકોજી આવી ગયો. તે સાથે તંજાવુર ઉપર મરાઠા શાસન શરૂ થયું. એકોજી બાદ, તેના ત્રણ પુત્રો – શાહજી, શેર્ફોજી પહેલો અને ઠુક્કોજી ઉર્ફે થુલજા પહેલાએ તંજાવુર ઉપર શાસન કર્યું. મરાઠા શાસકોમાં સૌથી મહાન શાસક શેર્ફોજી બીજો (1798-1832) હતો. શેર્ફોજીએ પોતાનું જીવન સંસ્કૃતિ પાછળ વિતાવ્યું અને તંજાવુર શિક્ષણનું એક જાણીતું કેન્દ્ર બન્યું હતું. શેર્ફોજીએ કલા અને સાહિત્યને આશ્રય આપ્યો હતો અને પોતાના મહેલમાં સરસ્વતી મહલ પુસ્તકાલય સ્થાપ્યું હતું. ઉત્તરમાંથી મુસ્લિમ સૈન્યોના આક્રમણને કારણે મધ્ય દખ્ખણ અને આન્ધ્ર રાજ્યોના હિંદુઓને દક્ષિણમાં ખસી જઈને નાયક તથા મરાઠા રાજાઓનું શરણ માગવાની ફરજ પડી. આ સમયગાળા દરમિયાન તંજાવુર જિલ્લામાં પ્રસિદ્ધ કર્ણાટકી સંગીતકાર ત્યાગરાજા (1767-1847) અને કર્ણાટકી સંગીતની ટ્રિનિટીનો ભારે વિકાસ થયો હતો.[૭૩]

ફોર્ટ સેન્ટ જ્યોર્જ, ચેન્નાઈ. 18મી સદીનો સ્કેચ

1707માં મોગલ શહેનશાહ ઔરંગઝેબના મોત સાથે, તેનું સામ્રાજ્ય સંખ્યાબંધ વારસાઈ યુદ્ધો વચ્ચે વિખેરાઈ ગયું અને આ સામ્રાજ્ય માટે કામ કરતા લોકોએ પોતાને સ્વતંત્ર જાહેર કરવાનું શરૂ કર્યું. તમિલનાડુના દક્ષિણી પ્રદેશોનો વહીવટ સેંકડો પોલિગર અથવા પલયક્કારો વચ્ચે વહેંચાઈ ગયું, આ પૈકીના કેટલાકની સત્તા થોડા ગામડાંઓ પૂરતી હતી. વિસ્તારને લઈને સ્થાનિક સરદારો અવારનવાર એકબીજા સાથે ઝઘડતાં હતા. આને લીધે તમિલ રાજ્યની રાજકીય પરિસ્થિતિ બદલાઈ અને દક્ષિણ ભારતમાં અંધાધૂંધી અને ગભરાટનું વાતાવરણ ફેલાયું હતું. આ પ્રકારની ગૂંચવાડાભરી પરિસ્થિતિમાં યુરોપના વેપારીઓને પોતાના લાભની તક દેખાઈ હતી.[૭૪]

યુરોપીયન વસાહતીકરણ (1750-1850)

[ફેરફાર કરો]

અંગ્રેજો-ફ્રેન્ચો વચ્ચેનો સંઘર્ષ

[ફેરફાર કરો]
મોહમ્મદ અલી ખાન વલાજાહ, કર્ણાટકનો નવાબ (1717-1795)

યુરોપની અન્ય પ્રજાની તુલનાએ ફ્રેન્ચો ભારતમાં આગંતુક હતા. ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના 1664માં થઈ હતી અને 1666માં ફ્રેન્ચ પ્રતિનિધિઓએ ભારતમાં વેપાર કરવા માટે ઔરંગઝેબની પરવાનગી મેળવી હતી. ટૂંક સમયમાં જ ફ્રેન્ચોએ પોંડિચેરી અને કોરોમંડેલ તટ ઉપર વ્યાપારીક કેન્દ્રો સ્થાપ્યા હતા. તેમણે 1739માં કરાઈકલને પચાવી પાડ્યું હતું અને જોસેફ ફ્રેન્કોયસ ડ્યુપ્લેઇક્સને પોંડિચેરીનો સૂબો નીમવામાં આવ્યો હતો. 1740માં યુરોપમાં ઓસ્ટ્રિયન વારસાઈ યુદ્ધ શરૂ થયું અને આખરે આ સંઘર્ષના ભાગરૂપે ભારતમાં બ્રિટિશ અને ફ્રેન્ચ દળો બાખડ્યાં. કોરોમન્ડેલના તટે આ બન્નેના નૌકાદળો વચ્ચે અનેક સમુદ્રી યુદ્ધો થયાં. 1764માં લા બોઉર્દોનિયસની આગેવાની હેઠળ ફ્રેન્ચોએ મદ્રાસના ખુબ ઓછી સુરક્ષા ધરાવતા ફોર્ટ સેન્ટ જ્યોર્જ ઉપર હુમલો કર્યો અને તેને જીતી લીધો. આ યુદ્ધમાં રોબર્ટ ક્લાઈવ યુદ્ધકેદી બન્યો હતો. 1748માં યુરોપમાં યુદ્ધનો અંત આવ્યો અને ભારતમાં પીસ ઓફ એઇક્સ-લા-ચેપલ મદ્રાસ અમલી બનાવાયો હતો.[૭૫]

બ્રિટિશ અને ફ્રેન્ચો વચ્ચે છમકલાં ચાલું રહ્યાં, આ વખતે તેનું સ્વરૂપ લશ્કરી નહીં પણ રાજકીય હતું. કર્ણાટકના નવાબ અને હૈદરાબાદના નિઝામના હોદ્દાઓ શાસકો દ્વારા લઈ લેવામાં આવ્યા. આ બન્ને ફ્રેન્ચો પ્રત્યે અત્યંત કૂણી લાગણી ધરાવતા હતા. ડ્યુપ્લેઇક્સની મદદથી ચંદા સાહિબને કર્ણાટકના નવાબ બનાવવામાં આવ્યા હતા, જ્યારે હૈદરાબાદમાં આગલા પદધારી, મોહમ્મદ અલી ખાન વલાજાહનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પ્રતિસ્પર્ધીઓ વચ્ચેનાં પરિણામી યુદ્ધમાં, 1751માં, ક્લાઈવે આર્કોટમાં ચંદા સાહિબના કિલ્લા ઉપર આક્રમણ કરી અને તેની ઉપર જીત મેળવીને મોહમ્મદ અલીને મદદ કરી. આર્કોટમાંથી ક્લાઈવને હાંકી કાઢવાના ચંદા સાહિબના પ્રયાસમાં ફ્રેન્ચોએ મદદ કરી. જો કે, ફ્રેન્ચોની મદદ ધરાવતું આરકોટનું વિશાળ સૈન્ય બ્રિટિશરો સામે હારી ગયું. પેરિસની સંધિ (1763)માં કર્ણાટકના નવાબ તરીકે મોહમ્મદ અલીને ઔપચારિક સમર્થન મળ્યું. આ પગલાના પરિણામે બ્રિટિશરોનો પ્રભાવ એટલી હદે વધ્યો કે 1765માં, દિલ્હીના શહેનશાહે એક ફરમાન (રાજ્યનો આદેશ) જારી કરીને દક્ષિણ ભારત ઉપર બ્રિટિશરોની માલિકીને માન્યતા આપી.[૭૬]

બ્રિટિશ સરકારનો અંકુશ

[ફેરફાર કરો]
મદ્રાસ પ્રેસિડેન્સી, 1909

પ્રતિકાર કરી રહેલા રાજ્યોને ડામી દેવામાં કંપની વધુને વધુ હિંમતવાન અને મહત્વાકાંક્ષી બનતી જતી હતી, અલબત્ત; તાબે થયેલા પ્રદેશોની વિશાળ ભૂમિ ઉપર શાસન કરી શકવા માટે કંપની સક્ષમ નથી તે બાબત પણ દિવસેદિવસે સ્પષ્ટ થતી જતી હતી. બ્રિટિશ સંસદના સદસ્યોના અભિપ્રાયમાં સરકારને કંપનીની ગતિવિધિઓ ઉપર લગામ રાખવા વિનંતી કરવામાં આવી. કંપનીની નાણાકીય સ્થિતિ પણ ડામાડોળ હતી અને ધિરાણ માટે તેણે સંસદ સમક્ષ અરજ કરવી પડી હતી. આ તકનો લાભ લઈને, સંસદે 1773માં એક નિયંત્રણાત્મક કાયદો (જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એક્ટ તરીકે પણ ઓળખાય છે) પસાર કર્યો.[૭૭] આ કાયદામાં કંપનીના બોર્ડ ઉપર અંકુશ માટેના નિયમો ઠરાવવામાં આવ્યા અને ગવર્નર જનરલના પદની રચના કરવામાં આવી. સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે વૉરેન હેસ્ટિંગ્સની નિમણૂંક કરવામાં આવી. 1784માં પિટ્ટના ઈન્ડિયા એક્ટે કંપનીને બ્રિટિશ સરકારના તાબામાં મૂકી દીધી.

આગામી થોડાં દશકો દરમિયાન બ્રિટિશરોના અંકુશ હેઠળના વિસ્તારોનો ઝડપી વિકાસ અને વિસ્તાર થયો. 1766થી 1799 સુધી ચાલેલા એંગ્લો-મૈસૌર યુદ્ધો અને 1772થી 1818 સુધી ચાલેલા એંગ્લો-મરાઠા યુદ્ધોએ મોટાભાગના ભારતને કંપનીના હાથોમાં લાવી મૂક્યું હતું.[૭૮] અંગ્રેજ અંકુશની વિરુદ્ધમાં પ્રારંભિક પ્રતિકારના સંકેત પાઠવતા, જૂના મદુરાઈ રાજ્યના પલયાક્કારાર સરદાર કે જેઓ તેમના વિસ્તારો ઉપર સ્વતંત્ર અધિકાર ધરાવતા હતા, તેઓને કરવેરાની વસૂલાતના મુદ્દે કંપનીના અધિકારીઓ સાથે તકરાર થઈ. તિરુનેલવેલી જિલ્લામાં સ્થાનિક પલયાક્કારાર સરદાર કટ્ટાબોમ્મને 1790ના દશકમાં કંપનીના વહીવટીતંત્ર દ્વારા લદાયેલા કરવેરાની વિરુદ્ધમાં બળવો પોકાર્યો હતો. પ્રથમ પોલિગર યુદ્ધ (1799-1802) બાદ, તે પકડાઈ ગયો હતો અને તેને 1799માં ફાંસીએ લટકાવાયો હતો. એક વર્ષ બાદ, ટીપુ સુલતાનના રાજ્યના પતન બાદ, બ્રિટિશરો વિરુદ્ધમાં ત્રણ યુદ્ધો જીતનાર ધીરન ચિન્નામલાઈ દ્વારા દ્વિતીય પોલિગર યુદ્ધ લડાયું, આખરે તેને અને તેના બે ભાઈઓને ગેરકાયદેસર રીતે ફાંસીએ લટકાવી દેવાયા. ધીરન ચિન્નામલાઈ એ બ્રિટિશરો વિરુદ્ધ જંગે ચઢનારો છેલ્લો તમિલ રાજા હતો અને એક લાંબા તથા વ્યાપક અભિયાન બાદ કંપનીએ તેને ઢાળી દીધો હતો. પોલિગર યુદ્ધોના અંતને લીધે બ્રિટિશરોને તમિલનાડુના મોટાભાગના હિસ્સા ઉપર સંપૂર્ણ અંકુશ મળ્યો.[૭૯]

1798માં લોર્ડ વેલેસ્લી ગવર્નર-જનરલ બન્યાં. તે પછીનાં છ વર્ષના ગાળામાં, વેલેસ્લીએ વ્યાપક પ્રમાણમાં જીત મેળવી અને કંપનીના પ્રદેશને બમણો કરી દીધો. તેમણે ફ્રેન્ચોને ભારતમાં વધુ પ્રદેશો પ્રાપ્ત કરતા રોક્યાં, દખ્ખણ અને કર્ણાટકમાં વિવિધ શાસક સત્તાઓને વિખેરી નાખી અને મોગલ શહેનશાહને કંપનીના રક્ષણ હેઠળ લઈ લીધા તેમજ તંજાવુરના રાજા શેર્ફોજીને પોતાના રાજ્યનો અંકુશ સોંપી દેવા ફરજ પાડી. કંપની દ્વારા મદ્રાસ પ્રેસિડેન્સીની સ્થાપના કરવામાં આવી જેથી કંપનીના સીધા અંકુશ હેઠળના વિસ્તારોનો અસરકારક રીતે વહીવટ કરી શકાય. સીધા વહીવટને કારણે લોકોમાં રોષ ફેલાવો શરૂ થયો. 1806માં, મદ્રાસના ગવ્રનર વિલિયમ બેન્ટિન્કે સ્થાનિક મૂળના સૈનિકોએ જાતિ વ્યક્ત કરતા તમામ ચિહ્નોનો ત્યાગ કરવો જોઈએ એવો સત્તાવાર આદેશ જારી કરતા વેલ્લોર લશ્કરી મથકના સૈનિકોએ બળવો કર્યો. આ આદેશ બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ હોવાની દહેશતને લીધે સૈનિકોએ બળવો કર્યો હતો. આ બળવાને દબાવી દેવાયો હતો પરંતુ 114 બ્રિટિશ અધિકારીઓ માર્યા ગયા અને સેંકડો બળવાખોરોને મોતને ઘાટ ઉતારી દેવાયા. આ નામોશી બદલ બેન્ટિન્કને પરત બોલાવી લેવાયો હતો.[૮૦][૮૧]

કંપની રાજનો અંત

[ફેરફાર કરો]

કંપનીના વિસ્તારોના વિવિધ જિલ્લાઓના લોકોમાં ઉકળી રહેલા અસંતોષે 1857માં સિપાહી યુદ્ધના રૂપમાં વિસ્ફોટક સ્વરૂપ ધારણ કર્યું. આ બળવાએ ભારતમાં અંગ્રેજોની સત્તાની સ્થિતિ ઉપર નોંધપાત્ર અસર કરી હતી, અલબત્ત તમિલનાડુ મોટેભાગે તેનાથી અલિપ્ત રહ્યું હતું. આ યુદ્ધના પ્રત્યાઘાત રૂપે, બ્રિટિશ સરકારે 1858નો કાયદો ઘડીને કંપનીની સત્તાઓ નાબૂદ કરી તથા સરકારને બ્રિટિશ તાજને તબદીલ કરી.

બ્રિટિશ રાજ (1850-1947)

[ફેરફાર કરો]

1858માં બ્રિટિશ તાજે ભારતનું શાસન પોતાના હાથમાં લીધું. પ્રારંભિક વર્ષો દરમિયાન સરકાર ઘણી રીતે આપખુદ રહી હતી. ભારતીયોની પોતાની બાબતોમાં તેમનો અભિપ્રાય બ્રિટનને મન કંઈ મહત્વ ધરાવતો નહોતો. જો કે, પછીના ગાળામાં બ્રિટિશરાજે સ્થાનિક સરકારોમાં ભારતીયોની હિસ્સેદારીની પરવાનગી આપી. 1882માં વાઇસરોય રિપને એક ઠરાવ પસાર કર્યો, જેમાં લોકોને સ્થાનિક સરકારોમાં મોટો અને વધુ વાસ્તવિક હિસ્સો અપાયો હતો. 1892ના ઈન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ અને 1909ના ‘મિન્ટો-મોર્લે રિફોર્મ્સ’ની જેવા અન્ય કાયદાઓને પગલે મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલની સ્થાપના થઈ.[૮૨] મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ શરૂ કરાયેલી અસહકારની ચળવળે બ્રિટિશ સરકારને 1919માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ (જે મોન્ટેગુ-ચેમ્સફોર્ડ સુધારા તરીકે પણ ઓળખાય છે) પસાર કરવાની ફરજ પડી. 1921મા સ્થાનિક વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી યોજાઈ.[૮૨]

મદ્રાસ દુષ્કાળ (1877). રાહત વિતરણ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝમાંથી (1877)

ચોમાસુ નિષ્ફળ જવાને લીધે અને રૈયતવારી પદ્ધતિમાં રહેલી ખામીઓને પરિણામે 1876-1877 દરમિયાન મદ્રાસ પ્રેસિડેન્સીમાં વ્યાપક દુષ્કાળ રહ્યો હતો.[૮૩] સરકાર અને વિવિધ ધર્માદા સંસ્થાઓએ શહેર અને પરાં વિસ્તારોમાં રાહત કાર્યોનું આયોજન કર્યું. દુષ્કાળ રાહત માટે ભારત અને વિદેશમાં રહેલા યુરોપિયનો પાસેથી ભંડોળ પણ એકત્રિત કરવામાં આવ્યું. વિલિયમ દિગ્બાય જેવા માનવતાવાદીઓએ દુષ્કાળને કારણે જનસમુદાયને ભોગવવી પડતી પીડાનો ઉકેલ લાવવામાં પૂરતી અને ત્વરિત કામગીરી કરવામાં બ્રિટિશ વહીવટીતંત્રની દુઃખદાયક નિષ્ફળતા વિશે રોષપૂર્વક લખ્યું હતું.[૮૪] 1878માં ચોમાસાંની વાપસી સાથે દુષ્કાળનો આખરે અંત આવ્યો ત્યારે ત્રણથી પાંચ મિલિયનની વચ્ચેની સંખ્યામાં રહેલા લોકો મૃત્યુ પામ્યાં હતા.[૮૩] દુષ્કાળની વિનાશકારી અસરો સામે પગલા સ્વરૂપે, સરકારે આપત્તિ રાહતના સિદ્ધાંતો સ્પષ્ટ કરવા માટે 1880માં દુષ્કાળ પંચની રચના કરી હતી. સરકારે 1.5 મિલિયન રૂપિયા અલગ ફાળવીને દુષ્કાળ વીમા ગ્રાન્ટની સ્થાપના પણ કરી હતી. ભાવિ દુષ્કાળોની અસરોને ઘટાડવા માટે નહેર નિર્માણ તથા માર્ગ અને રેલવેમાં સુધારણા જેવા નાગરિક કાર્યો પણ હાથ ધરાયા હતા.

સ્વાતંત્ર્ય ચળવળ

[ફેરફાર કરો]

દેશમાં ધીરેધીરે સ્વતંત્રતા માટેની લાગણી વધતી ચાલી અને તમિલનાડુમાં આ લાગણીના પ્રભાવે સ્વતંત્રતા માટેની લડતમાં બ્રિટિશ વસાહતની સત્તાની વિરુદ્ધમાં લડવા માટે સંખ્યાબંધ સ્વયંસેવકો તૈયાર કર્યાં. આ પૈકીના નોંધપાત્ર સ્વયંસેવકોમાં તિરુપ્પુર કુમારન હતા જેઓ 1904માં ઇરોડ નજીકના એક નાનાં ગામમાં જન્મ્યાં હતા. કુમારને બ્રિટિશરો વિરુદ્ધની એક વિરોધ કૂચ દરમિયાન પોતાની જાન ગુમાવી હતી. પોંડિચેરીમાં આવેલી ફ્રેન્ચ વસાહત એ બ્રિટિશ પોલિસના હાથમાંથી છટકવાનો પ્રયાસ કરી રહેલા ભાગેડું સ્વાતંત્ર સેનાનીઓ માટે આશ્રયનું સ્થળ હતું. 1910માં પોંડિચેરી ખાતે ઓરોબિંદો નામના આ પ્રકારના વ્યક્તિ રહેતા હતા. કવિ સુબ્રમણ્ય ભારતી ઓરોબિંદોના સમકાલીન હતા.[૮૫] ભારતીએ તમિલ ભાષામાં ક્રાંતિકારી હેતુઓના ગુણગાન ગાતી સંખ્યાબંધ કવિતાઓ લખી હતી. તેમણે પોંડિચેરીથી ઇન્ડિયા જર્નલ પણ પ્રસિદ્ધ કરી હતી. ઓરોબિંદો અને ભારતી, બન્ને અન્ય તમિલ ક્રાંતિકારીઓ સાથે સંકળાયેલા હતા જેમાં વી.વી.એસ. ઐયર અને વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈનો સમાવેશ થતો હતો.[૮૫] ભારતમાં બ્રિટિશ આધિપત્ય સામે લડવા માટે નેતાજીએ સ્થાપેલી ઇન્ડિયન નેશનલ આર્મીમાં (આઇએનએ (INA))ના સદસ્યોમાં તમિલોની ટકાવારી નોંધપાત્ર હતી.[૮૬][૮૭] તમિલનાડુનાં લક્ષ્મી સેહગલ એ આઇએનએ (INA)ના જાણીતાં આગેવાન હતા.

1916માં ડૉ. ટી.એમ. નાયર અને રાવ બહાદુર થ્યાગરાયા ચેટ્ટીએ નોન-બ્રાહ્મિન મૅનિફૅસ્ટો પ્રસિદ્ધ કરીને દ્રવિડિયન ચળવળોના બીજ રોપ્યાં.[૮૮] 1920ના દશક દરમિયાન, તમિલનાડુમાં મુખ્યત્વે પ્રાદેશિક રાજનીતિ ઉપર લક્ષિત બે ચળવળોનો પ્રારંભ થયો. આ પૈકીની એક જસ્ટિસ પાર્ટી હતી, જેણે 1921માં યોજાયેલી સ્થાનિક વિધાનસભાની ચૂંટણીઓ જીતી લીધી હતી. જસ્ટિસ પાર્ટીનું લક્ષ્ય ભારતીય સ્વાધિનતા ચળવળ ઉપર નહોતું, બલકે તેનું લક્ષ્ય સામાજિક પછાત જૂથો માટે હકારાત્મક કામગીરી જેવા સ્થાનિક મુદ્દાઓ ઉપર હતું. અન્ય મુખ્ય ચળવળ ધર્મ-વિરોધી, બ્રાહ્મણ વિરોધી સુધારાવાદી ચળવળ હતી જેની આગેવાની ઇ.વી. રામાસામી નાયકરે લીધી હતી.[૮૮] 1935માં જ્યારે બ્રિટિશ સરકારે ઓલ-ઇન્ડિયા ફેડરેશન એક્ટ પસાર કર્યો ત્યારે આખરે સ્વરાજની દિશામાં વધું પગલા લેવામાં આવ્યા. નવેસરથી સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ અને તમિલનાડુમાં કોંગ્રેસ પક્ષે જસ્ટિસ પાર્ટીને હરાવીને સત્તા કબ્જે કરી. 1938માં સી.એન. અન્નાદુરાઈ સાથે મળીને રામાસામી નાયકરે શાળાઓમાં હિંદી શીખવવાના કોંગ્રેસ મંત્રીમંડળના નિર્ણય સામે ચળવળ શરૂ કરી.[૮૯]

સ્વતંત્રતા બાદનો સમયગાળો

[ફેરફાર કરો]
ભારતમાં તમિલનાડુ રાજ્યની રચના 1969માં કરાઈ, જ્યારે ભૂતપૂર્વ મદ્રાસ રાજ્યનું પુનઃ નામકરણ કરાયું.

1947માં જ્યારે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે તમિલનાડુ ભાગલાના આઘાતોથી અલિપ્ત રહ્યું હતું. વિવિધ ધર્મોની વિરુદ્ધમાં સાંપ્રદાયિક હિંસા થઈ નહોતી. વિવિધ ધર્મોની વિરુદ્ધમાં સાંપ્રદાયિક હિંસા થઈ નહોતી. તમિલનાડુમાં હંમેશા તમામ ધર્મો વચ્ચે પારસ્પરિક સમ્માન અને શાંતિમય સહઅસ્તિત્વનું વાતાવરણ રહ્યું હતું. મદ્રાસ પ્રેસિડેન્સીમાં સૌપ્રથમ મંત્રીમંડળની રચના કોંગ્રેસે કરી હતી. સી. રાજગોપાલાચારી (રાજાજી) પ્રથમ મુખ્ય પ્રધાન બન્યાં હતા.

આખરે મદ્રાસ પ્રેસિડેન્સીની પુર્નરચના કરીને મદ્રાસ રાજ્ય બનાવવામાં આવ્યું. મદ્રાસના તેલુગુભાષી પ્રદેશો વડે બનેલા અલગ આંધ્ર રાજ્ય માટેની પોટ્ટી શ્રીરામુલુ દ્વારા હાથ ધરાયેલી ચળવળોને પગલે, ભારત સરકારે મદ્રાસ રાજ્યનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો.[૯૦] 1953માં રયાલસીમ અને તટીય આંધ્ર પ્રદેશો નવા આંધ્ર પ્રદેશ રાજ્યનો ભાગ બન્યાં અને બેલ્લારી જિલ્લો મૈસોર રાજ્યનો હિસ્સો બન્યો. 1956માં કનારા જિલ્લો મૈસોરને તબદીલ કરવામાં આવ્યો, મલબારના તટીય જિલ્લાઓ નવા કેરળ રાજ્યનો હિસ્સો બન્યાં અને મદ્રાસ રાજ્યએ તેનો વર્તમાન આકાર ધારણ કર્યો. મદ્રાસ રાજ્યનું નામ તમિલનાડું (તમિલોની ભૂમિ) 1968માં રાખવામાં આવ્યું હતું.

1970 અને 1980ના દશકો દરમિયાન શ્રીલંકામાં વંશીય અથડામણોને કારણે શ્રીલંકન તમિલો વિશાળ સંખ્યામાં તમિલનાડુ આવતા રહ્યાં. તમિલ શરણાર્થીઓની સ્થિતિને મોટાભાગની તમિલ પાર્ટીઓનો ટેકો સાંપડ્યો.[૯૧] તમિલ પાર્ટીઓએ ભારત સરકાર ઉપર શ્રીલંકાના તમિલો વતી શ્રીલંકાની સરકાર સાથે વાત કરવા માટે દબાણ કર્યું. જો કે, એલટીટીઈ (LTTE)ને નિઃશસ્ત્ર કરવા માટે ભારતીય શાંતિરક્ષકોને શ્રીલકા મોકલવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ભૂમિકા બદલ, 21મી મે, 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યાને પગલે એલટીટીઇ (LTTE)એ તમિલનાડુમાંથી તેને મળતો મોટાભાગનો ટેકો ગુમાવી દીધો હતો.[૯૨][૯૩]

2004માં ભારતીય સમુદ્રી ભૂકંપને લીધે અસર પામેલા વિસ્તારોમાં તમિલનાડુનો પૂર્વીય તટ મુખ્ય હતો, આ હોનારતમાં લગભગ 8,000 લોકો મૃત્યુ પામ્યા હતા.[૯૪] ભારતીય સંઘનું છઠ્ઠાં ક્રમનું સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય તમિલનાડું 2005માં ભારતનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું રાજ્ય હતું.[૯૫] કૌશલસભર કામદારોની વતી જતી માગને કારણે તમિલનાડુમાં શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા વધી છે. જાતિ આધારિત હકારાત્મક પગલાઓને વ્યાપક પ્રમાણમાં લાગુ કરવામાં આવતા આ રાજ્યમાં શિક્ષણ અને રોજગારમાં 69 ટકા બેઠકો પછાત જાતિ માટે અનામત રાખવામાં આવે છે. જાતિ-આધારિત પ્રકારના આરક્ષણોને તમિલનાડુમાં લોકોનો વિશાળ ટેકો છે જેથી તેના અમલીકરણ સામે લોકોનો કોઈ વિરોધ થયો નહોતો.[૯૬]

પ્રાદેશિક રાજનીતિનો વિકાસ

[ફેરફાર કરો]

સ્વતંત્રતાથી લઈ અત્યાર સુધીમાં તમિલનાડુમાં રાજનીતિ ત્રણ વિશિષ્ટ તબક્કાઓમાંથી પસાર થઈ છે. 1947 બાદ કોંગ્રેસ પક્ષના વર્ચસ્વે 1960ના દશકમાં દ્રવિડિયન લોકોને એકત્ર થવાનો રસ્તો કરી આપ્યો. આ તબક્કો 1990ના દશકના અંત સુધી ચાલ્યો. તાજેતરના તબક્કામાં દ્રવિડયન રાજકીય પક્ષોના વિભાજન અને રાજકીય ગઠબંધનોના આગમન અને શંભુમેળા સરકારો જોવા મળે છે.[૯૭]

અન્નાદુરાઇએ દ્રવિડર કઝગમમાંથી છેડો ફાડીને 1949માં દ્રિવડ મુન્નેત્ર કઝગમ (ડીએમકે (DMK))ની રચના કરી.[૯૮] ડીએમકે (DMK) એ તમિલનાડુમાં ‘હિન્દી સંસ્કૃતિના વિસ્તરણ’નો વિરોધ કરવાનો પણ નિર્ણય કર્યો અને દક્ષિણમાં દ્રવિડ લોકો માટે એક અલગ માતૃભૂમિની માગ કરવાનું શરૂ કર્યું. આ માગ તમિલનાડું અને આંધ્ર, કર્ણાટક તથા કેરળના ભાગો વડે બનેલા દ્રવિડનાડુ (દ્રવિડીયનોનો દેશ) તરીકે ઓળખાતા સ્વતંત્ર રાજ્ય માટે હતી. 1950ના દશકના ઉત્તરાર્ધ દરમિયાન મદ્રાસમાં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસ પક્ષની સક્રિયતામાં વધારો થયો.[૯૯] 1950ના દશકના ઉત્તરાર્ધ દરમિયાન મદ્રાસમાં ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસ પક્ષની સક્રિયતામાં વધારો થયો અને 1962માં ભારત ઉપર ચીનના આક્રમણ બાદ સમગ્ર ભારતમાં સર્જાયેલા ભાવનાત્મક મોજાએ દ્રવિડનાડુ ની માગની તાત્કાલિકતાને નબળી બનાવી દીધી. આખરે 1963માં ભારતના બંધારણમાં 16મો સુધારો કરીને અલગાવવાદી પક્ષો માટે ચૂંટણીઓ લડવાનું અશક્ય બનાવવામાં આવ્યું, ત્યારે ડીએમકે (DMK)એ ઔપચારિકપણે સ્વતંત્ર દ્રિવિસ્તાની માગ પડતી મૂકવાનું પસંદ કર્યું, અને તેને બદલે ભારતીય બંધારણના માળખામાં રહીને વધુ હેતુપૂર્ણ સ્વાયત્તતા મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.[૧૦૦]

સ્વતંત્રતા ચળવળને લીધે સર્જાયેલા લોકોના આધારના મોજા ઉપર સવાર થઈને કોંગ્રેસ પક્ષે આઝાદી બાદ તમિલનાડુમાં સૌપ્રથમ સરકાર બનાવી હતી અને 1967 સુધી રાજ્ય ઉપર શાસન કર્યું હતું. 1965 અને 1968માં, રાજ્યની શાળાઓમાં હિંદી દાખલ કરવાની કેન્દ્ર સરકારની યોજના સામે વ્યાપકપણે યોજાયેલી હિંદી-વિરોધી ચળવળની આગેવાની ડીએમકે (DMK)એ લીધી. દ્રવિડિયન ચળવળની માગોને આધારે તમિલનાડુની રોજગાર તથા શૈક્ષણિક સંસ્થાઓમાં હકારાત્મક પગલાઓનો પ્રારંભ થયો.[૧૦૧] દ્રવિડિયન ચળવળની નેતાગીરીને અન્નાદુરાઈ અને કરુણાનિધિ તરીકે અત્યંત કાબેલ લેખકો તથા સાક્ષર મળ્યાં હતા, જેમણે પોતાનો રાજકીય સંદેશ પ્રસરાવવા માટે રંગમંચના નાટકો અને મૂવી જેવા લોકપ્રિય માધ્યમોનો ઉદ્યમપૂર્વક ઉપયોગ કર્યો.[૧૦૨] એમ.જી. રામચંદ્રન (એમજીઆર (MGR)) કે જેઓ બાદમાં તમિલનાડુના મુખ્યમંત્રી બન્યાં, તેઓ ા પ્રકારના એક રંગમંચ અને મૂવી કલાકાર હતા.[૧૦૩]

1967માં ડીએમકે (DMK) રાજ્યની ચૂંટણી જીત્યું. 1971માં ડીએમકે (DMK) 1971માં ડીએમકે (DMK) બે ભાગમાં વિભાજિત થઈ ગયું, એમજીઆર (MGR)ના ફાંટાએ ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમ (એઆઇએડીએમકે (AIADMK))ની રચના કરી. ત્યારથી લઈને અત્યાર સુધી તમિલનાડુની રાજનીતિમાં આ બન્ને પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે.[૧૦૪] એમજીઆર (MGR)ની રાહબરી હેટળ એઆઇએડીએમકે (AIADMK)એ 1977, 1980 અને 1984ની સતત ત્રણ વિધાનસભા ચૂંટણીઓમાં રાજ્ય સરકારનો અંકુશ જાળવી રાખ્યો. એમજીઆર (MGR)ના નિધન બાદ વિવિધ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વારસાના મુદ્દાને લઈને એઆઇએડીએમકે (AIADMK) વિભાજિત થઈ ગયું. આખરે જે. જયલલિતાએ એઆઇએડીએમકે (AIADMK)ની કમાન પોતાના હાથમાં લીધી.

1990ના દશકના ઉત્તરાર્ધ દરમિયાન તમિલનાડુના રાજકીય મંચ ઉપર વિવિધ ફેરફારો થયા, આખરે તમિલનાડુની રાજનીતિમાં ડીએમકે (DMK) અને એઆઇએડીએમકે (AIADMK)નાં ઈજારાનો અંત આવ્યો. 1996માં, તમિલનાડુના કોંગ્રેસ પક્ષમાં થયેલા વિભાજનને કારણે તમિલ મનિલા કોંગ્રેસ (ટીએમસી (TMC))ની રચના કરાઈ. ટીએમસીએ (TMC) ડીએમકે (DMK) સાથે ગઠબંધન કર્યું, જ્યારે ડીએમકેમાંથી છૂટા પડેલાં અન્ય પક્ષ મારુમલાર્કી દ્રવિડ મુન્નેત્ર કઝગમ(એમડીએમકે (MDMK))એ એઆઇએડીએમકે (AIADMK) સાથે જોડાણ કર્યું. આ અને વિવિધ નાની રાજકીય પાર્ટીઓએ લોકોનો ટેકો મેળવવાનું શરૂ કર્યું. 1996ની રાષ્ટ્રિય સંસદની ચૂંટણીઓમાં ‘શંભુમેળા’ નું સૌપ્રથમ દ્વષ્ટાંત જોવા મળ્યું, તે દરમિયાન ડીએમકે (DMK) અને ટીએમસી (TMC) વચ્ચેના ગઠબંધનને કારણે ઊભા થયેલા પડકારને ખાળવા માટે એઆઇએડીએમકે (AIADMK)એ સંખ્યાબંધ નાની પાર્ટીઓના બનેલા વિશાળ શંભુમેળાની રચના કરી. ત્યારથી લઈ અત્યાર સુધી તમિલનાડુમાં સંખ્યાબંધ રાજકીય પક્ષોના ગઠબંધનની રચના એ ચૂંટણીની રીત બની ગઈ છે.[૧૦૫] 1990ના પ્રારંભ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની પીછેહટ શરૂ થઈ, તેને કારણે કોંગ્રેસને તમિલનાડુ સહિતના વિવિધ રાજ્યોમાં ગઠબંધન સહયોગીઓ શોધવાની ફરજ પડી. આને લીધે દ્રવિડયન પક્ષોને કેન્દ્ર સરકારનો ભાગ બનવાનો માર્ગ મળી ગયો.[૧૦૬]

સમયચક્ર

[ફેરફાર કરો]

ઢાંચો:HistoryOfTN

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • ભારતનો ઇતિહાસ
  • બંગાળનો ઇતિહાસ
  • બિહારનો ઇતિહાસ
  • મધ્યયુગીન કર્ણાટકનો રાજકીય ઇતિહાસ
  1. "Historical Atlas of South India-Timeline". French Institute of Pondicherry. Institut Françoise de Pondichéry. મૂળ માંથી 2006-09-28 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  2. પપ્પુ એટ અલ., એન્ટિક્વિટી વેલ્યુમ 77 નંબર 297, સપ્ટેમ્બર 2003
  3. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , ઓયુપી (OUP), પુનઃમુદ્રણ 2000, પાનું 44.
  4. મદ્રાસ ઉદ્યોગ ના સાધનો કાવેરી અને વૈગાઇના પટમાંથી મળ્યાં —કે.એ.એન. સાસ્ત્રી, શ્રીનિવાસાચારી, એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા , પાનું 14.
  5. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , પાનું 45.
  6. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , પાનું 46.
  7. "Significance of Mayiladuthurai find". The Hindu May 1, 2006. Chennai, India: The Hindu Group. 2006-05-01. મૂળ માંથી 2006-06-17 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  8. આવું એક તમિલનાડુમાં કૃષ્ણાગિરિમાંથી મળ્યું હતું—"Steps to preserve megalithic burial site". The Hindu, Oct 6, 2006. Chennai, India: The Hindu Group. 2006-10-06. મૂળ માંથી 2008-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  9. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , પાનાં 49–51
  10. સુબ્રમણિયન ટી.એસ. (ફેબ્રુઆરી 17, 2005) ધ હિન્દુ, સુધારો 7/31/2007 તમિલ-બ્રાહ્મી લિપિ આદિચનાલ્લુર ખાતેથી મળી આવી સંગ્રહિત ૨૦૦૫-૦૨-૧૭ ના રોજ વેબેક મશિન
  11. સુબ્રમણિયન ટી.એસ. (મે 26, 2004 ) ધ હિન્દુ, સુધારો 7/31/2007 તમિલનાડુમાં પૌરાણિક કબ્રસ્તાનમાંથી હાડકાં, લખાણો મળી આવ્યા સંગ્રહિત ૨૦૦૪-૦૭-૦૧ ના રોજ વેબેક મશિન
  12. તમિલનાડુમાં સૌથી રસપ્રદ પ્રાગઐતિહાસિક અવશેષો આદિચનાલ્લુર ખાતેથી મળી આવ્યા. વાસણના અવશેષોની આખી શ્રેણી છે, તે જટીલ મેગાલિથિકને લગતી હોય તેમ જણાય છે. - ઝ્વેલેબિલ, કે.એ., કમ્પેનિયન સ્ટડીઝ ટુ ધ હિસ્ટરી ઓફ તમિલ લિટરેચર - પાનાં 21–22, બ્રિલ એકેડેમિક પબ્લિશર્સ.
  13. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા, પાનાં 109–112
  14. 'પુનઃવિતરણના મુખીઓના વેન્તાર, વેલિર અને કિલાર નામના ઉતરતા ક્રમમાં ત્રણ સમૂહને લગતા ત્રણ સ્તર હતા. વેન્તાર મુખ્ય ત્રણ કુળ સેરા, કોલા અને પંડ્યના મુખી હતા. વેલિર મુખ્યત્વે પર્વતીય વિસ્તારના મુખી હતા જ્યારે કિલાર વસાહતના મુખી હતા...' —"Perspectives on Kerala History". P.J.Cherian (Ed),. Kerala Council for Historical Research. મૂળ માંથી 2006-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.CS1 maint: extra punctuation (link)
  15. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , પાનું 129
  16. 'ઇશ્વરના પ્રિયજનમાં સર્વત્ર, રાજા પિયાદાસીના ક્ષેત્રમાં, અને સરહદ પારના લોકો, ચોલા, પંડ્ય, સત્યપુત્ર, કેરળપુત્ર, તેમજ તામ્રપર્ણી...' —"Asoka's second minor rock edict". Colorado State University. મેળવેલ 2006-11-15.
  17. કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935 પાનું 20
  18. "Hathigumpha Inscription". Epigraphia Indica, Vol. XX (1929–1930). Delhi, 1933, pp 86–89. Missouri Southern State University. મૂળ માંથી 2006-11-17 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  19. પટ્ટિનઅપ્પાલૈ , પોરુનરાત્રુપ્પડૈ અને અકાનાનુરુ અને પુરાનાનુરુ માં અનેક વ્યક્તિગત કવિતાઓ કારિકાલમાંથી અત્યારે આપણે જે મેળવીએ છે તે માહિતીનો મુખ્ય સ્ત્રોત રહી છે. આ પણ જુઓ, કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935
  20. કિલપ્પટિકરમ (છઠ્ઠી સદી) ઉત્તરી હુમલા અને વિજયનો શ્રેય તામિલ દેશના તમામ ત્રણ રાજાને આપે છે, તે કારિકાલની ઉત્તરીય ચઢાઇનો મહિમા વર્ણે છે. આ ચઢાઇઓ તેને ઉત્તરમાં છેક હિમાલય સુધી લઇ ગઇ હતી અને તેણે વજ્ર, મગધ અને અવન્તી દેશોના રાજાઓ સાથે જોડાણ કર્યું હતું. આવી ચઢાઇના સંગમ સાહિત્ય અથવા ઉત્તર ભારતના કોઇ સ્ત્રોતમાં સમકાલિન પુરાવા ઉપલબ્ધ નથી.
  21. "63 Nayanmars". Tamilnation.org. મેળવેલ 2006-11-15. [મૃત કડી]
  22. મેગાસ્થિનિસ એકાઉન્ટમાં (ઇ.સ.પૂ. 350 – ઇ.સ.પૂ. 290), પંડ્ય રાજ્ય પર હર્ક્યુલસની પુત્રી પન્ડૈયાનું શાસન હતું—કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , પાનું 23
  23. "'Roman Maps and the Concept of Indian Gems". The Bead Museum, Inc. મૂળ માંથી 2006-06-15 પર સંગ્રહિત. મેળવેલ 2006-05-15.
  24. 'યુસીએલએ (UCLA) અને યુનિવર્સિટી ઓફ ડેલવેરના પુરાતત્ત્વવીદોએ રોમન સામ્રાજ્ય દરમિયાન ભારત અને ઇજિપ્ત વચ્ચે દરીયાઇ માર્ગે વેપારના અવશેષો શોધી કાઢ્યા હતા. જે પુરાવામાં ઉમેરો કરે છે કે યુરોપમાં દરીયાઇ તેમજ જમીન માર્ગે પણ મરિમસાલા અને વિદેશી માલસામાન આવતા હતા.' "Archaeologists Uncover Ancient Maritime Spice Route Between India, Egypt". Veluppillai, Prof. A.,. dickran.net. મૂળ માંથી 2006-10-09 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.CS1 maint: extra punctuation (link)
  25. સંગમ યુગના ચેરા અને રોમન સામ્રાજ્ય વચ્ચે દરીયાઇ સંબંધ હોવાના પુરાતત્વીય પુરાવા તિરુચી નજીક કરુર ખાતેથી મળી આવ્યા છે.. —આર. નાગાસામી, રોમન કરુર
  26. "મલયાલમ" મણિપ્રવલમ અથવા મણિ+પ્રવઝમ મણિ=સંસ્કૃત પ્રવઝમ= તમિલ,.મણિપ્રવલમ મલયાલમ કહેવાય છે. તે સૌ પ્રથમ ઇ.સ.પૂ. 830 જૂના વઝાપ્પલ્લી લેખમાં લખેલું જોવા મળ્યું હતું."Writing Systems and Languages of the world". Omniglot. Omniglot.com. મેળવેલ 2006-11-15."Writing Systems and Languages of the world". Omniglot. Omniglot.com. મેળવેલ 2006-11-15.
  27. કમિલ વીથ ઝ્વેલેબિલ, કમ્પેનિયન સ્ટડીઝ ઓફ ધ હિસ્ટ્રી ઓફ તમિલ લિટરેચર , પાનું 12
  28. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , ઓયુપી (OUP) (1955) પાનું 105
  29. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , ઓયુપી (OUP) (1955) પાનાં 118, 119
  30. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , ઓયુપી (OUP) (1955) પાનું 124
  31. 'સમગ્ર તમિલનાડુમાંથી મળી આવેલા રોમન સામ્રાજ્ય, નિરો (ઇ.સ.પૂ. 54-68) સુધી, દ્વારા વપરાતા સોના અને ચાંદીના મોટી માત્રામાં સિક્કા તામિલ રાષ્ટ્રમાં વેપાર કેટલો વિસર્યો હશે તેની અને રોમન વસાહતીઓની હાજરીના પુરાવા આપે છે. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , ઓયુપી (OUP) (1955) પાનાં 125–127
  32. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , ઓયુપી (OUP) (1955) પાનું 128
  33. 'કલાભ્રાસને 'દુષ્ટ રાજા' ગણવામાં આવ્યા હતા (કલિયારરર ) —કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , પાનું 130
  34. હર્મન કુલ્કે, ડીમાત્ર રોથરમન્ડ, એ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા , રુટલેજ (યુકે), પાનું 105
  35. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનું 130
  36. કે.એ.એન. સાસ્ત્રી જણાવે છે કે પ્રારંભિક ચોલા અને આંધ્ર દેશના રેનાન્ડુ ચોલા વચ્ચે જીવંત જોડાણ હતું. પલ્લવોના સિમ્હાવિષ્ણુ પર પ્રભુત્વના સમયગાળા દરમિયાન સંભવતઃ ઉત્તર તરફ પ્રયાણ શરૂ થયું હતું. સાસ્ત્રી તે દાવાને પણ સ્પષ્ટપણે નકારે છે કે કારિકાલ ચોલાને વંશજો હતા —કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935 પાનું 107
  37. "South Asian Writing Systems". Lawrence K Lo. મેળવેલ 2006-11-15.
  38. તિરુક્કુરલ ના લેખકની ઓળખ કોઇ ચોક્સાઇ સાથે થઇ શકી નથી. 1330 દોહાનું આ કામ તિરુવલ્લુવરને આભારી છે તે ઉત્તરની સંસ્કૃત ભાષાની જાણકારી ધરાવતો કોઇ જૈન હોઇ શકે છે.
  39. પંડ્ય કડુંગોન અને પલ્લવ સિમ્હાવિષ્ણુએ કાલાભ્રાસને ઉખાડી ફેંક્યો હતો. અચ્ચુતકલબા છેલ્લે કાલભ્રા રાજા હોઇ શકે છે —કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935 પાનું 102
  40. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 382
  41. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 333–335
  42. કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , પાનાં 102
  43. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનું 387
  44. 1160નું લખાણ સૂચવે છે કે વૈષ્ણવો સાથે સંબંધ રાખતા શિવ મંદિરના રખેવાળોની મિલકત જપ્ત કરી લેવામાં આવતી હતી. —કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935 પાનાં 645
  45. સમગ્ર રાજ્યમાં ગામનું કેટલુંક ઉત્પાદન મંદિરમાં આપવામાં આવતું હતું. આમ સંચયિત થયેલી સમૃદ્ધિનો અમુક હિસ્સો વસાહતોને લોનના સ્વરૂપમાં પાછી આપવામાં આવતી હતી. મંદિરો સમૃદ્ધિની ફેરવહેચણીના કેન્દ્રો તરીકે કામ કરતા હતા અને રાજ્યની એકતામાં યોગદાન આપતા હતા —જોહન કેસ, ઇન્ડિયા એ હિસ્ટ્રી, પાનાં 217–218
  46. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 342–344
  47. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 91–92
  48. દુર્ગા પ્રસાદ, હિસ્ટ્રી ઓફ ધ આંધ્રાસ અપ ટુ 1565 એ.ડી ., પાનાં 68
  49. કામિલ વી. ઝ્વેલેબિલ (1987). "ધ સાઉન્ડ ઓફ ધ વન હેન્ડ", જર્નલ ઓફ ધ અમેરિકન ઓરિએન્ટલ સોસાયટી , વોલ્યૂમ 107, નંબર 1, પાનું 125-126.
  50. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 140
  51. "Pandya Dynasty". Encyclopaedia Britannica. Encyclopædia Britannica, Inc. મેળવેલ 2006-11-15.
  52. http://www.tamilnation.org/heritage/pandya/index.htm
  53. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનું 140
  54. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનું 145
  55. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 144–145
  56. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનું 159
  57. કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935. પાનાં 211–215
  58. કદારમ ઝુંબેશનો સૌ પ્રથમ રાજેન્દ્રના શિલાલેખમાં તેની 14 વર્ષની ઉંમરે ઉલ્લેખ થયો હતો શ્રીવિજયા રાજાનું નામ સંગ્રામ વિજયતુંગાવર્મન હતું —કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935 પાનાં 211–220
  59. ચિદમ્બરમ મંદિરમાં 1114ની સાલનો એક શિલાલેખ છે જેમાં ખંભોજાના રાજા (કમ્પુચીયાએ)રાજેન્દ્ર ચોલાને એક વિશિષ્ટ પત્થર ભેટ આપ્યો હોવાનો ઉલ્લેખ છે આ પત્થર ચોલાઓએ ચિદમ્બરમ મંદિરની દિવાલમાં ઉતાર્યો હતો —કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , 1935 પાનું 325
  60. 'પરાંતક પ્રથમના બારમાં વર્ષમાં [ઉત્તરામેરુર] સભા એ ઠરાવ પસાર કર્યો હતો [...] કે સ્થાનિક સરકારી સત્તાવાળાઓની ચૂંટણી(કુડાવોલૈ ના સમુહમાં યોજાશે' —કે.એ.એન. સાસ્ત્રી, ધ કોલાસ , પાનું 496.
  61. કે.એ.એન. સાસ્ત્રી, શ્રીનિવાસાચારી, એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા , પાનાં 294
  62. કે.એ.એન. સાસ્ત્રી, શ્રીનિવાસાચારી, એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા , પાનાં 296–297
  63. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 197
  64. "Chera Coins - Tamil Coins, a Study". R. Nagasamy. Tamil Arts Academy, Madras. મૂળ માંથી 2006-07-18 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  65. કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 214–217
  66. કંપાનાની પત્ની ગંગા દેવીએ સંસ્કત કવિતા મધુરા વિજયમ (મદુરાઇનો વિજય)માં આનો ઉલ્લેખ કરેલો છે —કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા પાનાં 241
  67. રામા રાયા 15 સપ્ટેમ્બર 1564ના રોજ તાલીકોટા ખાતે અલિ અદિલ શાહ સામે લડ્યો હતો —કે.એ.એન. સાસ્ત્રી, એ હિસ્ટ્રી ઓફ સાઉથ ઇન્ડિયા , પાનું 266
  68. કે.એ.એન. સાસ્ત્રી, શ્રીનિવાસાચારી એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પાનું 428
  69. કે.એ.એન. સાસ્ત્રી, શ્રીનિવાસાચારી એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પાનું 427
  70. કે.એ.એન. સાસ્ત્રી, શ્રીનિવાસાચારી એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પાનું 553
  71. જોહન કેય, ઇન્ડિયા એ હિસ્ટ્રી , પાનું 370
  72. કે.એ.એન. સાસ્ત્રી, શ્રીનિવાસાચારી, એડવાન્સ્ડ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા , પાનું 583
  73. "Maratha Kings of Thanjavur". "Saraswathi Mahal Library. મૂળ માંથી 2006-11-27 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-18.
  74. જોહન કેય, ઇન્ડિયા એ હિસ્ટ્રી , પાનાં 372–374
  75. જોહન કેય, ઇન્ડિયા એ હિસ્ટ્રી , પાનાં 393–394
  76. જોહન કેય, ઇન્ડિયા એ હિસ્ટ્રી , પાનું 379
  77. હર્મન કુલ્કે, ડીટમર રોથરમન્ડ, એ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પાનાં 245
  78. જોહન કેય, ઇન્ડિયા એ હિસ્ટ્રી , પાનાં 380
  79. નિકોલસ ડર્ક, ધ હોલો ક્રાઉન , પાનાં 19–24
  80. "The first rebellion". The Hindu Jun 19, 2006. The Hindu Group. મૂળ માંથી 2007-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  81. રીડ, એન્થની, ધ પ્રાઉડેસ્ટ ડે- ઇન્ડિયાસ લોન્ગ રાઇડ ટુ ઇનડિપેન્ડન્સ, પાનાં 34–37
  82. ૮૨.૦ ૮૨.૧ "The State Legislature—Origin and Evolution". Government of Tamil Nadu. મૂળ માંથી 2010-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2006-10-16.
  83. ૮૩.૦ ૮૩.૧ રોમશ ચંદર દત્ત, ઓપન લેટર ટુ લોર્ડ કર્ઝન ઓન ફેમિન્સ એન્ડ લેન્ડ એસેસમેન્ટ ઇન ઇન્ડિયા , પાનું 10
  84. "Victorian Values: Death and Dying in Victorian India". David Arnold. Fathom Knowledge Network. મૂળ માંથી 2006-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-13.
  85. ૮૫.૦ ૮૫.૧ "Political situation in Pondicherry (1910–1915)". Extract from diary of A.B. Purani (PT MS5 (1924), 86. Sri Aurobindo Ashram Trust. મૂળ માંથી 2007-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  86. "તમીલોએ આઇએનએ (INA)ની તાકાતનો મોટો હિસ્સો રચ્યો હતો એમ નોંધતા પ્રોફેસર ફાફે જણાવ્યું હતું કે તમિલનાડુના આઇએનએ (INA)ના સભ્યો સાથે સંવાદ કરવો હંમેશા સુખદ અનુભવ છે." "Tamils' contribution to INA campaigns recalled". The Hindu Dec 22, 2005. Chennai, India: The Hindu Group. 2005-12-22. મૂળ માંથી 2006-02-09 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  87. "તમિલનાડુ ઇન્ડિયન નેશનલ આર્મી લીગના સચિવ અને ખજાનચી વી. વૈદ્યલિંગમના જણાવ્યા મુજબ આઇએનએ (INA) 75 ટકાથી વધુ સૈનિકો તમિલ છે." "The unsung heroes". The Hindu Aug 02, 2004. Chennai, India: The Hindu Group. 2004-08-02. મૂળ માંથી 2004-10-30 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  88. ૮૮.૦ ૮૮.૧ સુબ્રમણ્યમ સ્વામી, ઇસ ધ દ્રવિડિયન મુવમેન્ટ ડાઇંગ?, ફ્રન્ટલાઇન, વોલ્યૂમ.20, ઇશ્યુ 12 જૂન 2003
  89. "Sowing The Seeds Of A Policy For Free India and the Anti-Hindi Agitation in the South 1910–1915". M. S. Thirumalai, Ph.D. languageinindia.com. મેળવેલ 2006-11-15.
  90. "The battle for Andhra". The Hindu, Mar 30, 2003. The Hindu Group. મૂળ માંથી 2007-11-02 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-17.
  91. રાજેશ વેણુગોપાલ, ધ ગ્લોબલ ડાઇમેન્શન ઓફ કનફ્લિક્ટ ઇન શ્રીલંકા પાનું 19
  92. ક્રિસ મેકડોવેલ, એ તમિલ એસાયલમ ડાયસપોરા, પાનું 112
  93. "Tamil Tiger 'regret' over Gandhi". BBC News. 2006-06-27. મેળવેલ 2006-06-27.
  94. "Government of India Ministry of Home Affairs Situation Report". Ministry of Home Affairs, Government of India. મૂળ માંથી 2006-12-23 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  95. "Ranking of states". India Today Group. India Today Group. મૂળ માંથી 2006-10-28 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  96. "With the highest rate of reservation already in place, TN stays calm". The Financial Express, May 28, 2006. The Financial Express, Mumbai. મૂળ માંથી 2008-02-28 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  97. જોહન હેરિસ અને એન્ડ્રૂ વ્યાટ, ધ ચેન્જિંગ પોલિટિક્સ ઓફ તમિલનાડુ ઇન ધ 1990, 1990ના દાયકામાં ભારતમાં રાજ્ય રાજકારણ પર કોન્ફરન્સ: પોલિટિકલ મોબિલાઇઝેશન એન્ડ પોલિટિકલ કમ્પિટિશન, ડિસેમ્બર 2004. પાનું 1
  98. સપ્ટેમ્બર 1944માં ધ જસ્ટીસ પાર્ટીનું નામ બદલીને દ્રવિડમ કઝગમ (દ્રવિડિયન એસોસિયેશન) રાખવામાં આવ્યું હતું. —નામ્બિ અરૂરન, કે., ધ ડિમાન્ડ ફોર દ્રવિડનાડુ
  99. સૂચિત દ્રવિડનાડુનો ભૌગોલિક વિસ્તાર તત્કાલિન મદ્રાસ પ્રેસિડેન્સી જેવો છે, જેમાં તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડા બોલતા લોકોનો સમાવેશ થાય છે. —એસ. વિશ્વનાથન, એ હિસ્ટ્રી ઓફ એજીટેશનલ પોલિટિક્સ
  100. હારગ્રેવ, આર.એલ.: "ધ ડીએમકે (DMK) એન્ડ ધ પોલિટિક્સ ઓફ તામિલ નેશનાલિઝમ", પેસિફિક અફેર્સ , 37(4):396–411, 396–397.
  101. સિન્થીયા સ્ટિફન, ધ હિસ્ટ્રી ઓફ રિઝર્વેશન ઇન ઇન્ડિયા ફ્રોમ 1800 ટુ 1950
  102. એસ. થીયોડોર બસ્કારન, ધ રૂટ્સ ઓફ સાઉથ ઇન્ડિયન સિનેમા, જર્નલ ઓફ ધ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ,
  103. L. R., Jegatheesan. "ஆளும் அரிதாரம் (Reigning filmdom)" (Tamilમાં). BBC. મેળવેલ 2006-11-08. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: unrecognized language (link)
  104. જોહન હેરિસ અને એન્ડ્રૂ વ્યાટ, ધ ચેન્જિંગ પોલિટિક્સ ઓફ તમિલનાડુ ઇન ધ 1990, 1990ના દાયકામાં ભારતમાં રાજ્ય રાજકારણ પર કોન્ફરન્સ: પોલિટિકલ મોબિલાઇઝેશન એન્ડ પોલિટિકલ કમ્પિટિશન, ડિસેમ્બર 2004. પાનું 2
  105. "The arithmetic of alliance and anti-incumbency". The Hindu, May 06, 2004. Chennai, India: The Hindu Group. 2004-05-06. મૂળ માંથી 2004-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2006-11-15.
  106. જોહન હેરિસ અને એન્ડ્રૂ વ્યાટ, ધ ચેન્જિંગ પોલિટિક્સ ઓફ તમિલનાડુ ઇન ધ 1990, 1990ના દાયકામાં ભારતમાં રાજ્ય રાજકારણ પર કોન્ફરન્સ: પોલિટિકલ મોબિલાઇઝેશન એન્ડ પોલિટિકલ કમ્પિટિશન, ડિસેમ્બર 2004. પાનું 4

સંદર્ભો

[ફેરફાર કરો]