તાનસેન | |
---|---|
ગ્વાલિયરમાં તાનસેન, મુઘલ ચિત્ર (૧૫૮૫-૯૦)[૧] | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | રામતનુ પાન્ડે |
જન્મ | c. ૧૪૯૩ અથવા ૧૫૦૦ ગ્વાલિયર |
મૃત્યુ | ૨૬ એપ્રિલ ૧૫૮૯[૨] આગ્રા, દિલ્હી[૩] |
શૈલી | ભારતીય શાસ્ત્રીય સંગીત |
વ્યવસાયો | સંગીતકાર, ગાયક, સંગીતશાસ્ત્રી |
સક્રિય વર્ષો | ૧૫૬૨ સુધી: રાજા રામચંદ્ર સિંહ, રેવા ૧૫૬૨ પછી: અકબર |
તાનસેન (આશરે ૧૫૦૦ - ૧૫૮૬) ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાનતમ ગાયકોમાંનો એક ગણાય છે. તે શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક હતો. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.
તાનસેનનો ગુજરાત સાથેનો સંબંધ પણ જાણીતો છે. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને દિપક રાગ ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા હિન્દુસ્તાનમાં ફર્યો, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે ગુજરાતના વડનગર ખાતે રહેતી બે બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઇને તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી.
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ગ્વાલિયર ખાતે સંગીતનો કાર્યક્રમ તાનસેન સમારોહ યોજાય છે.[૪]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |