તેહરી બંધ | |
---|---|
તેહરી બંધ, ૨૦૦૮ | |
દેશ | ભારત |
સ્થળ | ઉત્તરાખંડ |
અક્ષાંશ-રેખાંશ | 30°22′40″N 78°28′50″E / 30.37778°N 78.48056°E |
સ્થિતિ | સક્રિય |
બાંધકામ શરુઆત | ૧૯૭૮ |
ઉદ્ઘાટન તારીખ | ૨૦૦૬ |
બાંધકામ ખર્ચ | US $૨.૫ બિલિયન |
માલિકો | THDC ઇન્ડિયા લિમિટેડ |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | Embankment, earth અને rock-fill |
નદી | ભાગીરથી નદી |
ઊંચાઇ | 260.5 m (855 ft) |
લંબાઈ | 575 m (1,886 ft) |
પહોળાઈ (મુખથી) | 20 m (66 ft) |
પહોળાઈ (પાયો) | 1,128 m (3,701 ft) |
સ્પિલવે | 2 |
સ્પિલવે પ્રકાર | નિયંત્રિત દરવાજા |
સ્પિલવે ક્ષમતા | 15,540 m3/s (549,000 cu ft/s) |
સરોવર | |
કુલ ક્ષમતા | 4.0 km3 (3,200,000 acre⋅ft) |
સપાટી વિસ્તાર | 52 km2 (20 sq mi) |
ઊર્જા મથક | |
શરૂઆત તારીખ | ૨૦૦૬ |
જળઊર્જા પ્રકાર | Pumped-storage |
ટર્બાઇન | ફ્રેન્કિસ પંપ ટર્બાઇન |
સ્થાપિત ક્ષમતા | 1,000 MW (1,300,000 hp) મહત્તમ: ૨,૪૦૦ MW |
તેહરી બંધ તેહરી વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત, એક પ્રાથમિક બંધ છે, જે ઉત્તરાખંડ રાજ્યના તેહરીમાં સ્થિત છે. આ બંધ ગંગા નદીની મુખ્ય સાથી નદી ભગિરથી પર બાંધવામાં આવેલ છે. તેહરી બંધની ઊંચાઇ ૨૬૧ મીટર છે, જે વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. આ બંધ પરિયોજના દ્વારા ૨૪૦૦ મેગા વૉટ વીજળીનું ઉત્પાદન, ૨,૭૦,૦૦૦ હેકટર ક્ષેત્રમાં સિંચાઇ અને દૈનિક ૧૦૨.૨૦ કરોડ લીટર પીવાનું પાણી દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડને ઉપલબ્ધ કરાવવાનું પ્રસ્તાવિત છે.
તેહરી ડેમ પરિયોજના માટે પ્રાથમિક તપાસનું કામ ૧૯૬૧ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ યોજનાની રૂપરેખા ૧૯૭૨ના વર્ષમાં પૂર્ણ થઈ. તે માટે ૬૦૦ મેગા વૉટના પાવર પ્લાન્ટનું બાંધકામ ૧૯૭૮ના વર્ષમાં શરૂ કર્યું, પરંતુ આર્થિક, પર્યાવરણીય અસર[૧][૨]ના કારણે આ યોજના પૂર્ણ કરવામાં વિલંબ થયો હતો. તેની પરિયોજના ૨૦૦૬ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવી હતી.