થાનગઢ
થાન | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 22°34′N 71°11′E / 22.567°N 71.183°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
સરકાર | |
• માળખું | મ્યુનિસિપાલિટી |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૪૨,૩૫૧ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિન કોડ | ૩૬૩૫૩૦ |
થાનગઢ ( થાન ) ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક ઔધોગિક તથા પૌરાણીક શહેર છે. થાનમાં નગરપાલિકા કાર્યરત છે.
સૌરાષ્ટ્ર ને એક સમયે સાપ ઉપાસકો દ્વારા પાતાળ પ્રદેશ કહેવાતું હતું, આનું એક ઉદાહરણ થાનમાં આવેલું વાસુકિ મંદિર છે. થાન અને તેની આસપાસમાં સાપના ભગવાન સ્વરૂપ ધરાવતા મંદિરો જોવા મળે છે. તેમના વાસુકિ, બાંડિયાબેલી, ચંદ્ર-લિપિયા, શાપર વગેરે મહત્વ ના સ્થાનો છે. વાસુકિ તક્ષક શેષ-નાગ સર્પ વંશના મુખ્યા હતા. વાસુકિ થાન ના શાહી લખતર પરિવારના પૂર્વજોના દેવ હતા.[૨] માનવામાં આવે છે કે આ સ્થાન ના મહત્વ પરથી ગામનું નામ થાન પાડવા માં આવ્યું હશે.
૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો અને થાનગઢને તાલુકા મથક બનાવવામાં આવ્યું.
અહીં સિરામીક ઉધોગનો ઘણો વિકાસ થયેલો છે. થાનગઢની આજુબાજુ પહેલા કોલસાનું ખનન કરવામાં આવતું હતું, હાલમાં આ ખનન બંધ છે. વર્તમાન સમયમાં થાનમાં મોટી સંખ્યામાં સિરામિક ઉત્પાદન એકમો આવેલા છે. થાનગઢ, વાંકાનેર અને મોરબી સિરામિક ત્રિકોણ બનાવે છે. મુખ્ય ઉત્પાદનો સેનેટરીવેર છે, જેમકે વોશ બેસિન, ટાઇલ્સ, પોખરા, વગેરે. આનો વેપાર આખા દેશભરમાં તથા તેનો નિકાસ મધ્ય પૂર્વ આફ્રિકન દેશો, શ્રીલંકા અને બાંગ્લાદેશ માં થાય છે.આ સિરામિક એકમો પ્રદેશમાં હજારો અકુશળ કામદારોને રોજગારી આપે છે.[૩] હાલ માં ૧૦૦થી વધુ સિરામિક એકમો ધમધમે છે.જેનું વાર્ષિક ટર્ન ઓવર કરોડોમાં છે.
ગુજરાતના પ્રસિધ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું વતન થાન છે. પાણી પીતા નવ સિંહોની તસ્વીર ખેંચીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર વન્યજીવ છબીકાર[૫] સુલેમાન પટેલનું વતન થાનગઢ હતું.
થાનગઢ રેલ્વે-સ્ટેશન: થાનગઢમાં રેલ્વે સ્ટેશન આવેલું છે.[૬] થાન રેલ્વે સ્ટેશન ગુજરાત રાજ્ય માં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે. થાન રેલ્વે સ્ટેશનથી સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન ૪૮ કિમી દૂર છે. પેસેન્જેર, એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેન અહી અટકે છે.
થાનગઢ બસ સ્ટેશન: થાનગઢ માં એસટી બસ સ્ટેશન આવેલું છે જ્યાંથી રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ અને ચોટીલાની રોજ બસ સેવા ચાલે છે.
થાનગઢ માં લોકલ પરિવહન માટે મુખ્યત્વે છકડા ચાલે છે.
ક્રમાંક | થાનગઢ પે સેન્ટરમાં શાળાઓની યાદી |
---|---|
૧. | થાનગઢ પ્રાથમિક શાળા - ૧૨ |
૨. | થાનગઢ પ્રાથમિક શાળા - ૯ |
૩. | શ્રી અજરામર પ્રાથમિક શાળા |
૪. | લાયન્સ ચે.ફા.તૃ.સંચા. માધ્યમિક શાળા |
૫. | શ્રી સરસ્વતી વિદ્યામંદિર |
૬. | માનવ વિકાસ વિદ્યાલય |
૭. | થાનગઢ પે સેન્ટાર શાળા - ૧ |
૮. | ઉપરી પ્રાથમિક શાળા - ૧૩ |
થાનગઢ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું નગરપાલિકા શહેર છે. થાનગઢ શહેર ૯ વોર્ડમાં વહેંચાયેલું છે જેના માટે દર ૫ વર્ષે ચૂંટણી યોજાય છે. વર્ષ ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી મુજબ થાનગઢ નગરપાલિકા ૪૨,૩૫૧ની વસ્તી ધરાવે છે જેમાંથી ૨૨,૧૨૭ પુરુષો છે જ્યારે ૨૦,૨૨૪ મહિલાઓ છે. ૦-૬ વર્ષની વયના બાળકોની વસ્તી ૫,૬૩૪ છે જે થાનગઢની કુલ વસ્તીના ૧૩.૩૦% છે. થાનગઢ નગરપાલિકામાં સ્ત્રી પ્રમાણ રાજ્યની સરેરાશ ૯૧૯ની સામે ૯૧૪નું છે. તદુપરાંત થાનગઢમાં બાળ જાતિ પ્રમાણ ગુજરાત રાજ્યની સરેરાશ ૮૯૦ની સરખામણીમાં ૮૬૫ની આસપાસ છે. થાનગઢ શહેરનો સાક્ષરતા દર ૭૮.૦૦% ઓછો છે. થાનગઢમાં પુરુષ સાક્ષરતા દર લગભગ ૮૬.૬૧% છે જ્યારે સ્ત્રી સાક્ષરતા દર ૬૮.૬૬% છે. થાનગઢ નગરપાલિકાની હદમાં કુલ ૮,૨૨૬ મકાનો છે જેમાં તે પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |