થોળ પક્ષી અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
સુર્યોદય સમયે થોળના તળાવની લાક્ષણીક તસવીર | |
સ્થળ | થોળ |
નજીકનું શહેર | અમદાવાદ |
અક્ષાંશ-રેખાંશ | 23°13′16″N 72°37′58″E / 23.22111°N 72.63278°E |
સ્થાપના | ૧૯૮૮ |
નિયામક સંસ્થા | Forest Department of Gujarat |
થોળ પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યમાં આવેલો સંરક્ષિત વિસ્તાર છે તેમજ રામસર સ્થળ છે, જેને વિશેષત: પક્ષીઓ માટેના અભયારણ્ય તરિકે જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે. અહીં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે, જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે, જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી.
થોળ તળાવ થોળ ગામ નજીક આવેલું કૃત્રિમ તળાવ છે. તે સિંચાઇ માટે ૧૯૧૨માં બનાવવામાં આવ્યું હતું. તે મીઠા પાણીનું તળાવ છે. ૧૯૮૮માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં ૬૦ ટકા પાણીના પક્ષીઓ છે. ઘણાં સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં આવીને માળો બનાવીને ઇંડા મૂકી છે. સુરખાબ અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્વના છે.[૧] આ વિસ્તારના પર્યાવરણને ૧૯૮૬ના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવ્યો છે.[૨]
આ તળાવનું બાંધકામ ૧૯૧૨માં ગાયકવાડ શાસન વડે સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે થયું હતું. હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઇ એમ બંને વિભાગો હેઠળ થાય છે.[૧]
તળાવની સંગ્રહ ક્ષમતા ૮૪૦ લાખ ક્યુબિક મીટર (૩ x ૧૦9 ક્યુબિક ફીટ) છે. તેનો પાણી વિસ્તાર ૬૯૯ હેક્ટર (૧,૭૩૦ એકર) છે.[૧] તળાવના કાંઠાનો વિસ્તાર ૫.૬૨ કિમી છે અને પાણી છીછરું છે.[૩]
થોળ તળાવ એ ચોમાસાંની ઋતુથી શિયાળા સુધી પાણીના પક્ષીઓનું સરસ નિવાસસ્થાન ગણાય છે. અહીં ૧૫૦ જાતિના પક્ષીઓ જેમાં ૬૦ ટકા (૯૦ જાતિઓ) પાણીનાં પક્ષીઓ છે જેઓ મોટાભાગે શિયાળામાં નિવાસ કરે છે. આમાં મુખ્યત્વે સુરખાબનો સમાવેશ થાય છે.[૧] એક સમયે અહીં ૫ થી ૬ હજાર જેટલાં સુરખાબો જોવા મળ્યા હતા.[૪] સારસ, જે સૌથી ઉંચુ ઉડતું પક્ષી છે, તેના માળાઓ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે.[૧]
IUCN વર્ગીકરણ પ્રમાણે અહીં અસંખ્ય પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. જેમાં ઓછી ચિંતાજનક સ્થિતિથી માંડીને વિલુપ્ત થઇ રહેલાં પક્ષીઓનો સમાવેશ થાય છે.[૧]
નીલગાય (રોઝડાં), ઝરખ, વરૂ, શિયાળ અને કાળિયાર આ વિસ્તારમાં જોવા મળતાં પ્રાણીઓ છે.[૧]
તળાવના પરિઘમાં રહેલા વૃક્ષો સિવાય અહીંના વિસ્તારમાં તરતી વનસ્પતિઓ પણ આવેલી છે, જેમાં લીમડો અને અન્ય વૃક્ષોનો સમાવેશ થાય છે. આ વનસ્પતિઓ દુષ્કાળનો સામનો કરી શકે એ પ્રકારની હોવાનું જણાયું છે.[૧][૩]
'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નીચે છે.[૫]
ક્રમ | ગામનું નામ | તાલુકા અને જિલ્લાનું નામ |
---|---|---|
૧ | અધાણા | તા. કલોલ, જિ. ગાંધીનગર |
૨ | જેઠલજ | તા. કલોલ, જિ. ગાંધીનગર |
૩ | ભીમાસણ | તા. કલોલ, જિ. ગાંધીનગર |
૪ | કરોલી | તા. કલોલ, જિ. ગાંધીનગર |
૫ | હાજીપુર | તા. કલોલ, જિ. ગાંધીનગર |
૬ | થોળ | તા. કડી, જિ. મહેસાણા |
૭ | સેડફા | તા. કડી, જિ. મહેસાણા |
અને આ સાથે થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તારની સરહદ નીચે પ્રમાણેના અક્ષાંશ-રેખાંશથી ગણવામાં આવશે[૫].
ક્રમ | અક્ષાંશ | રેખાંશ | ક્રમ | અક્ષાંશ | રેખાંશ |
---|---|---|---|---|---|
૧ | 72° 23' 41.632" (પૂર્વ) | 23° 6'46.768 (ઉત્તર) | ૭ | 72° 24' 44.829 (પૂર્વ) | 23°10'13.868 (ઉત્તર) |
૨ | 72° 25' 46.537 (પૂર્વ) | 23° 7'23.694 (ઉત્તર) | ૮ | 72°24' 35.634 (પૂર્વ) | 23° 9'37.192 (ઉત્તર) |
૩ | 72° 26' 7.968" (પૂર્વ) | 23° 8'20.877 (ઉત્તર) | ૯ | 72° 23' 32.662 (પૂર્વ) | 23° 9'11.908 (ઉત્તર) |
૪ | 72° 26' 9.038 (પૂર્વ) | 23° 9'11.828 (ઉત્તર) | ૧૦ | 72°22'38.306 (પૂર્વ) | 23°9'44.971 (ઉત્તર) |
૫ | 72°25' 39.787 (પૂર્વ) | 23°9'51.211 (ઉત્તર) | ૧૧ | 72° 22' 39.573 (પૂર્વ) | 23°8'30.786 (ઉત્તર) |
૬ | 72° 25' 14.122 (પૂર્વ) | 23°10'32.227 (ઉત્તર) | ૧૨ | 72°22' 47.708 (પૂર્વ) | 23°7'37.797 (ઉત્તર) |
થોળ પક્ષી અભયારણ્યના આકર્ષણ | |||||
---|---|---|---|---|---|
![]() |
![]() |
![]() |
![]() |
![]() |
થોળ તળાવનો કુલ વિસ્તાર ૧૫,૫૦૦ હેક્ટર (૩૮,૦૦૦ એકર) છે.[૧] તળાવ મહેસાણા જિલ્લાના અંશત: સૂકાં વિસ્તારમાં આવેલું છે.[૩]
આ વિસ્તારનું વાતાવરણ ત્રણ ઋતુઓ ધરાવે છે: શિયાળો, ઉનાળો અને ચોમાસુ. તળાવના વિસ્તારનો કુલ સરેરાશ વરસાદ ૬૦૦ મિમિ (૨૪ ઇંચ) છે, જ્યારે ન્યૂનતમ વરસાદ ૧૦૦ મિમિ (૩.૯ ઇંચ) અને મહત્તમ વરસાદ ૮૦૦ મિમિ (૩૧ ઇંચ) છે. મહત્તમ તાપમાન ૪૩ સે. (૧૦૯ ફે) અને ન્યનતમ તાપમાન ૮ સે (૪૬ ફે) નોંધાયેલ છે.[૩]
થોળ તળાવ કલોલથી ૨૦ કિમીના અંતરે અને અમદાવાદથી ૪૦ કિમીના અંતરે ઉત્તર-પશ્ચિમમાં અને મહેસાણાથી ૭૫ કિમીના અંતરે મહેસાણા જિલ્લામાં આવેલું છે[૧]
|date=
(મદદ)