દક્ષિણ ગંગોત્રી | |
---|---|
સંશોધન કેન્દ્ર | |
Lua error in વિભાગ:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Antarctica relief" does not exist. | |
અક્ષાંશ-રેખાંશ: 69°24′24″S 76°11′36″E / 69.406752°S 76.193379°E | |
દેશ | ![]() |
સ્થાપના | ૨૫ ફેબ્રુઆરી ૧૯૮૪ |
નિવૃત્ત | ૨૫ ફેબ્રુઆરી ૧૯૯૦ |
વેબસાઇટ | http://www.ncaor.gov.in/ |
દક્ષિણ ગંગોત્રી એ એન્ટાર્કટિકામાં આવેલું ભારતનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર છે. તેની સ્થાપના ભારતના ત્રીજા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રા દરમિયાન થઈ હતી.
ત્રીજા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રા દરમિયાન વૈજ્ઞાનિકો, બીજા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રાના સભ્યો કે જેઓ ત્રીજા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને જહાજના અધિકારીઓ વચ્ચે સ્થાયી મથકના સ્થાન અંગે ચર્ચા થઈ. બધા જ પ્રાપ્ત સાધનો જેમકે એરિયલ ફોટૉગ્રાફ્સ, નૉર્ક્સ પોલારીન્સ્ટિટ્યુટ ધ્વારા તૈયાર કરેલ નકશાઓ અને બીજા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રા ના મંતવ્યો વગેરેને ધ્યાનથી તપાસવામાં આવ્યા. 70°02′00″S 12°00′00″E / 70.03333°S 12.00000°E પરની જગ્યાનું મંતવ્ય બીજા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રાના સભ્યો એ આપેલું. પરંતુ હેલિકોપ્ટરના સર્વેક્ષણ દરમિયાન બે જમીની બરફની ચાદર લેનિનગ્રાદકોલન અને કુર્ક્લાકેનની દક્ષિણ પરિસિમા પાસે તિરાડો માલુમ પડી અને આ ઉપરાંત એરિયલ ફૉટોગ્રાફ્સના સર્વેક્ષણ ધ્વારા નજિકમાં તિરાડ પડી રહી હોવાનું માલુમ પડ્યુ. બધા પરિબળોને ધ્યાનમાં લઈને ૧૦ કિમિ ત્રિજ્યાનો વિસ્તાર સ્થાયી મથકનાં બાંધકામ માટે એકદમ યોગ્ય ગણવામાં આવ્યો અને વિગતવાર સર્વેક્ષણ કર્યા બાદ 70°05′37″S 12°00′00″E / 70.09361°S 12.00000°E અક્ષાંશ-રેખાંશ ધરાવતો વિસ્તાર સ્થાયી મથકનાં બાંધકામ માટે નક્કી કરવામાં આવ્યો. આ વિસ્તારમાં બરફની જાડાઇ ૧૫૦ મીટર જેટલી નોંધવામાં આવી. આ સ્થાન તિરાડોના ભયથી મુક્ત છે અને તેની દક્ષિણમાં વોલ્થાટ પર્વતમાળાનો ખુબ જ સરસ નજારો જોઇ શકાય છે.[૧]
ઍન્ટાર્કટિકામાં ભારતીય ટુકડીના ઉતરાણ બાદ તરત જ ૨૭ ડિસેમ્બર, ૧૯૮૩ ના રોજ બાંધકામ શરૂ થઈ ગયુ. આ ટુકડીએ ૨૫ ફેબ્રુઆરી, ૧૯૮૪ ના રોજ માત્ર આઠ સપ્તાહના સમયગાળામાં સ્થાયી મથક બાંધવાનુ મુખ્ય કામ સંપુર્ણ કર્યુ, જે એક વિશ્વ વિક્રમ છે. ત્યારબાદ આ સ્થાયી મથકનું નામ દક્ષિણ ગંગોત્રી આપવામાં આવ્યું. [૨]
૨૬ જાન્યુઆરી, ૧૯૮૮ના રોજ ગોવા ટપાલખાતાની નીચે એક પોસ્ટ ઓફિસ દક્ષિણ ગંગોત્રી ખાતે સ્થાપવામાં આવી. આ પ્રસંગે અભિનંદનનો સંદેશો ભારતના રાષ્ટ્રપતિ અને ભારતના પ્રધાનમંત્રી ધ્વારા પ્રાપ્ત થયો. વૈજ્ઞાનિક જી. સુધાકર રાવ કે જેઓ સાતમી ઍન્ટાર્કટિકા સંશોધન યાત્રાના સભ્ય હતા તેમને પ્રથમ પોસ્ટ માસ્ટર બનાવામાં આવ્યા.[૩][૪]
હવામાન માહિતી દક્ષિણ ગંગોત્રી,૧૯૮૮ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
મહિનો | જાન | ફેબ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઓક્ટ | નવે | ડિસે | વર્ષ |
મહત્તમ નોંધાયેલ °C (°F) | 12.4 (54.3) |
−1 (30) |
−0.2 (31.6) |
−8.7 (16.3) |
−6 (21) |
−7 (19) |
−11.4 (11.5) |
−8 (18) |
−8.1 (17.4) |
−11 (12) |
−4.6 (23.7) |
1.2 (34.2) |
12.4 (54.3) |
સરેરાશ મહત્તમ °C (°F) | 4.1 (39.4) |
−4.3 (24.3) |
−6.8 (19.8) |
−13.1 (8.4) |
−17.1 (1.2) |
−12.6 (9.3) |
−17.4 (0.7) |
−21.5 (−6.7) |
−20.2 (−4.4) |
−13.2 (8.2) |
−7.4 (18.7) |
−1.7 (28.9) |
−10.9 (12.3) |
દૈનિક સરેરાશ °C (°F) | −1.4 (29.5) |
−6.3 (20.7) |
−9.8 (14.4) |
−17 (1) |
−20.4 (−4.7) |
−15 (5) |
−21 (−6) |
−25.4 (−13.7) |
−25.1 (−13.2) |
−17.9 (−0.2) |
−13.3 (8.1) |
−5.6 (21.9) |
−14.8 (5.2) |
સરેરાશ ન્યૂનતમ °C (°F) | −5.3 (22.5) |
−8.9 (16.0) |
−13.3 (8.1) |
−21.4 (−6.5) |
−24.5 (−12.1) |
−17.9 (−0.2) |
−24.8 (−12.6) |
−30.3 (−22.5) |
−29.3 (−20.7) |
−21.6 (−6.9) |
−18.4 (−1.1) |
−10 (14) |
−18.8 (−1.8) |
નોંધાયેલ ન્યૂનતમ °C (°F) | −12.5 (9.5) |
−16.3 (2.7) |
−20.5 (−4.9) |
−30.7 (−23.3) |
−35.1 (−31.2) |
−31 (−24) |
−34 (−29) |
−42.2 (−44.0) |
−39.5 (−39.1) |
−28 (−18) |
−25.1 (−13.2) |
−13.6 (7.5) |
−42.2 (−44.0) |
સ્ત્રોત: [૫] |
ત્રીજા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રાના બાર સભ્યો માર્ચ ૧૯૮૪ થી માર્ચ ૧૯૮૫ સુધી દક્ષિણ ગંગોત્રીમાં શિયાળા દરમિયાન રોકાણ કરનારા પ્રથમ સભ્યો હતા. પાછળથી, અન્ય કાયમી સ્ટેશન, મૈત્રી, ૧૯૮૯ માં સ્થાપના થઈ હતી. ૨૫ ફેબ્રુઆરી ૧૯૯૦ માં આ મથકને સેવાનિવૃત કર્યા બાદ નવમા ઍન્ટાર્કટીકા સંશોધન યાત્રા દરનિયાન તેને પુરવઠા મથક તરીકે રૂપાંતરિત કરી દેવામાં આવ્યું.[૬]