દલપતરામ | |
---|---|
કવિ દલપતરામ | |
જન્મ | દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી January 21, 1820 વઢવાણ, સુરેન્દ્રનગર જિલ્લો, ગુજરાત |
મૃત્યુ | March 25, 1898 અમદાવાદ | (ઉંમર 78)
વ્યવસાય | ફાર્બસ સાહેબ માટે ‘રાસમાળા’ની સામગ્રી માટે પરિભ્રમણ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી ૧૮૫૫- બુદ્ધિપ્રકાશનું સંપાદન ૧૮૫૮- 'હોપ વાંચનમાળા'ની કામગીરીમાં મદદ |
શિક્ષણ | સ્વામી દેવાનંદ પાસે છંદ, અલંકાર અને ભાષાનો અભ્યાસ સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ |
નોંધપાત્ર પુરસ્કારો | સી.આઇ.ઇ. (બ્રિટિશ સરકાર) |
જીવનસાથી | રેવાબેન |
સંતાનો | ન્હાનાલાલ |
દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી (૨૧ જાન્યુઆરી ૧૮૨૦ - ૨૫ માર્ચ ૧૮૯૮) જેઓ દલપતરામ તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના કવિ હતા. તેઓ કવિ ન્હાનાલાલના પિતા હતા. કવિ દલપતરામે લોકોની જીભે રમતા અનેક કાવ્યો લખ્યા છે. આ કાવ્યો ગુજરાત રાજયની પ્રાથમિક, માઘ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ અભ્યાસ કરી રહ્યા છે. તેમણે અમદાવાદમાં સમાજ સુધારણાની ચળવળમાં અગ્રણી ભાગ ભજવ્યો હતો અને અંધશ્રદ્ધા, જ્ઞાતિવાદ અને બાળલગ્ન વિરુદ્ધ લેખો લખ્યા હતા. તેમની કવિતા વેનચરિત્રમાં તેમણે વિધવા પુન:લગ્નનો પ્રશ્ન ઉઠાવ્યો હતો.[૧]
તેમનો જન્મ સૌરાષ્ટ્રના વઢવાણમાં ૨૧ જાન્યુઆરી, ૧૮૨૦ના રોજ થયો હતો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પીંગળ અને અલંકાર શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ કર્યો. તેમની પ્રથમ કવિતા બાપાની પીંપર (૧૮૪૫) હતી. બચપણમાં એમણે કમળલોચિની અને હીરાદંતી નામે બે વાર્તાઓ દોહરા ચોપાઈમાં રચેલી. જ્ઞાનચાતુરી નામે એક ઉપદેશાત્મક કાવ્યગ્રંથ પણ લખેલો.
તેમની મુખ્ય કૃતિઓ નીચે પ્રમાણે છે:[૨][૩]
કવિ દલપતરામની સ્મૃતિમાં ૨૦૧૦થી કવિશ્વર દલપતરામ એવોર્ડ એનાયત થાય છે. અમદાવાદમાં લાંબેશ્વરની પોળમાં તેમના નામે કવિ દલપતરામ ચૉક પણ આવેલો છે જ્યાં તેમનું એક સ્મારક છે; અહીં કવિ દલપતરામની માનવકદની ૧૨૦ કિલોગ્રામની પ્રતિમા મૂકવામાં આવેલી છે.[૪]