દહાણુ
डहाणू | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 19°58′N 72°44′E / 19.97°N 72.73°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | પાલઘર |
ઊંચાઇ | ૯.૮૮ m (૩૨.૪૧ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૮૦,૦૦૦ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૦૧૬૦૧, ૪૦૧૬૦૨, ૪૦૧૬૦૩, ૪૦૧૬૦૭, ૪૦૧૬૦૮ |
ટેલિફોન કોડ | ૦૨૫૨૮ |
વાહન નોંધણી | MH 04, MH 48 |
દહાણુ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લામાં આવેલ એક નાનું નગર અને દહાણુ તાલુકાનું મુખ્યમથક છે. દહાણુ ખાતે પશ્ચિમ રેલવેનું સ્ટેશન (દહાણુ રોડ) આવેલ છે તેમ જ રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર આવેલ ચારોટી ખાતેથી પશ્ચિમ દિશામાં ૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.[૧]
આ ગામ ખાતે સુંદર અને શાંત દરિયાઈ સમુદ્રકિનારો (બિચ) આવેલ છે. અહીં નજીકમાં દહાણુનો કિલ્લો પણ આવેલ છે. અહિંયાથી નરપડ સમુદ્ર કિનારો તેમજ ૨૭ કિ.મી. જેટલા અંતરે આવેલ ઊંચા પર્વત પર શ્રી મહાલક્ષ્મી માતાના મંદિરની મુલાકાતે પણ જઈ શકાય છે. આ ઉપરાંત દહાણુ ખાતે કેવડાવંતી મંદિર અને હનુમાન મંદિર પણ પ્રખ્યાત છે.
મૂળ દહાણુ ક્ષેત્ર આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે, આથી આ વિસ્તારમાં આદિવાસી પરંપરાગત તહેવારની ઉજવણી તેમ જ વિશ્વપ્રસિદ્ધ વારલી ચિત્રકળા જોવા મળે છે.
હાલમાં જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) દહાણુ ખાતે નવું બંદર સ્થાપવાની યોજના બનાવી રહી છે.[૨][૩][૪][૫]