દાદા ધર્માધિકારી તરીકે જાણીતા શંકર ત્ર્યંબક ધર્માધિકારી (૧૮ જૂન ૧૮૯૯ – ૧ ડિસેમ્બર ૧૯૮૫) ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા અને ભારતમાં સામાજિક સુધારણાની ચળવળના નેતા હતા. તેઓ મહાત્મા ગાંધીના સિદ્ધાંતોના ચુસ્ત અનુયાયી હતા.
તેમના મોટા પુત્ર યશવંત શંકર ધર્માધિકારીએ મધ્ય પ્રદેશના એડવોકેટ જનરલ તરીકે સેવા આપી હતી અને તેમના નાના પુત્ર ચંદ્રશેખર શંકર ધર્માધિકારીએ બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી.[૧]
૧ ડિસેમ્બર, ૧૯૮૫ના રોજ વર્ધાના સેવાગ્રામમાં તેમનું અવસાન થયું.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |