દિલીપ ઝવેરી | |
---|---|
જન્મનું નામ | દિલીપ મનુભાઈ ઝવેરી |
જન્મ | દિલીપ મનુભાઈ ઝવેરી 3 April 1943 મુંબઈ, ભારત |
વ્યવસાય | કવિ, નાટ્યકાર, અનુવાદક, સંપાદક, ચિકિત્સક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમબીબીએસ |
માતૃ શિક્ષણ સંસ્થા | સાવિત્રીબાઈ ફૂલે પૂણે વિશ્વવિદ્યાલય |
નોંધપાત્ર પુરસ્કારો |
|
દિલીપ મનુભાઈ ઝવેરી એ મુંબઇ, ભારતના ગુજરાતી ભાષાના કવિ, અનુવાદક, નાટ્યકાર, સંપાદક અને ચિકિત્સક છે.
ઝવેરીનો જન્મ ૩ એપ્રિલ ૧૯૪૩ના રોજ મુંબઇ, ભારતમાં[૧] મનુભાઈ ઝવેરીને ત્યાં થયો હતો. તેઓ કોલકાતા સ્થિત દ્વિભાષી (બંગાળી અને અંગ્રેજી) પત્રિકા,કોબિતા રિવ્યુના સંપાદકીય મંડળમાં સેવા આપે છે, અને હૈદરાબાદ સ્થિત મ્યુઝ ઈન્ડિયા પત્રિકામાં ગુજરાતી ભાષાનું યોગદાન આપનાર સંપાદક છે.[૨]
ઝવેરીએ ૧૯૮૯માં પાંડુકાવ્યો અને ઇતર નામનો ગુજરાતી કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો હતો. ખંડિત કાંડ અને પછી (૨૦૧૪) અને કવિતા વિશે કવિતા (૨૦૧૭) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. વ્યાસોચ્છવાસ (૨૦૦૩) એ તેમના દ્વારા લખાયેલું એક નાટક છે, જેનો અંગ્રેજીમાં અનુવાદ કમલ સન્યાલ દ્વારા અ બ્રીથ ઑફ વ્યાસ તરીકે કરવામાં આવ્યો હતો. તેમની ઘણી કવિતાઓ અંગ્રેજી, હિન્દી, મરાઠી, મલયાલમ, બંગાળી, કોરિયન, ચાઇનીઝ, જાપાનીઝ અને આઇરિશ ભાષામાં અનુવાદિત થઈ છે. બ્રેથ બિકમીંગ અ વર્ડ એ તેમનો સાંપ્રત ગુજરાતી કવિતાઓનું સંશોધનકાર્ય છે.[૨] કવિ ગેબ્રિયલ રોઝનસ્ટોકે તેમની રચનાઓનો આઇરિશ ભાષામાં અનુવાદ કર્યો છે.[૩] [૪]
ઝવેરીને ૧૯૮૯માં વિવેચક પુરસ્કાર, ૧૯૮૯માં જયંત પાઠક કવિતા પુરસ્કાર અને ૧૯૯૦માં ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળ્યો હતો. તેમને ૧૯૮૬માં કોરિયન અને ૧૯૯૫માં તાઇવાનમાં એશિયન કવિ સંમેલનમાં આમંત્રણ અપાયું હતું.[૫][૪]
<ref>
ટેગ; નામ "Poetry International 2010" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે