દેવેન ભોજાણી

દેવેન ભોજાણી
જન્મ૨૫ નવેમ્બર ૧૯૬૯ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata

દેવેન ભોજાણી ભારતીય ટેલિવિઝન કલાકાર અને દિગ્દર્શક છે. તેઓ રંગમંચ કલાકાર છે, જેઓ ગુજરાતી રંગમંચ માટે જાણીતા છે. તેઓએ ટેલિવિઝન ક્ષેત્રે પ્રથમ કદમ ૧૯૮૭માં માલગુડી ડેઝથી મૂક્યા હતા. તેમણે મુખ્ય ખ્યાતિ રમુજી પાત્રો અને સહ-કલાકાર તરીકે મેળવી છે. તેમણે સારાભાઇ વર્સિસ સારાભાઇ માટે ત્રણ દિગ્દર્શન પુરસ્કાર મેળવેલ છે - જેમાં ITA પુરસ્કાર, ધ ઇન્ડિયન ટેલી પુરસ્કાર અને અપ્સરા પુરસ્કારનો સમાવેશ થાય છે.

શિક્ષણ

[ફેરફાર કરો]

દેવેને સ્નાતક કક્ષાનું શિક્ષણ નરસી મોનજી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, મુંબઈ માંથી પૂરુ કર્યું. તેમણે યુનિર્વસિટી ઓફ સર્ધન કેલિફોર્નિયામાંથી ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ કર્યો હતો.[]

કારકિર્દી

[ફેરફાર કરો]
ટેલિવિઝન
વર્ષ શિર્ષક પાત્ર પુરસ્કારો
૧૯૮૭ માલગુડી ડેઝ નિત્યા (હપ્તો નં ૧૩)
૧૯૯૩ દેખ ભાઇ દેખ કરીમા
૧૯૯૩ શ્રીમાન શ્રીમતી વયસ્ક ચિંટુ (હપ્તો નં ૬૨)
૧૯૯૩ તારા પેથા
૧૯૯૫ વી ૩ + વિકી
૧૯૯૭ એક મહેલ હો સપનો કા રાજુ રાજકોટવાળા
૨૦૦૧ ઓફિસ ઓફિસ પટેલ
૨૦૦૧ શ્રી સિફારીસલાલ
૨૦૦૫-૧૦ બા બહુ ઓર બેબી ગટ્ટુ/ગોપાલ ઠક્કર ઉત્તમ કલાકાર માટે અનેક પુરસ્કારો જીત્યા
૨૦૦૫ સારાભાઇ વર્સિસ સારાભાઇ દુષ્યંત દિગ્દર્શક તરીકે અનેક પુરસ્કારો જીત્યા
૨૦૦૪ ઇન્સ્ટન્ટ ખીચડી જીની તરીકે ખાસ પ્રદર્શન
૨૦૦૯ રીમોટ કંટ્રોલ બાબુલનાથ
૧૯૯૮ હમ સબ એક હૈ રોહન ખાચરુ
૨૦૧૧ મિસિસ તેંડુલકર મિ. સુહાસ તેંડુલકર
૨૦૧૨-૧૩ અલક્ષ્મી - હમારી સુપર બહુ ગટ્ટુ
૨૦૧૩ ભ સે ભાડે ભાડે
ચલચિત્રો
વર્ષ શિર્ષક પાત્ર
૧૯૯૨ જો જિતા વહી સિંકદર ઘંસુ (અથવા ઘનશ્યામ) - સંજુનો મિત્ર
૧૯૯૪ આજા સનમ
૧૯૯૪ અંદાજ અજય
૧૯૯૪ ક્રાંતિ ક્ષેત્ર
૧૯૯૫ સરહદ
૧૯૯૫ કર્તવ્ય
૧૯૯૬ ઉફફ યે મહોબ્બત
૧૯૯૯ ચલો અમેરિકા અક્ષય બાંદેલિયા
૨૦૦૪ યે લમ્હે જુદાઇ કે
૨૦૧૦ ખીચડી: ધ મુવી બ્રેઇન હેમરેજ દર્દી (ક્ષણિક દેખાવ)
૨૦૧૧ ચલા મુત્સદી... ઓફિસ ઓફિસ પટેલ
૨૦૧૨ અગ્નિપથ અઝહર લાલા (રાઉફ લાલા (રીશી કપૂર)નો માનસિક વિકલાંગ પુત્ર)

પુરસ્કાર અને નામાંકન

[ફેરફાર કરો]
  • નામાંકન - ફિલ્મફેર બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ - જો જિતા વહી સિંકદર માટે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Interview with Deven Bhojani". BuddyBits.com. 7 January 2013. મૂળ માંથી 11 મે 2016 પર સંગ્રહિત. મેળવેલ 21 January 2013.