વિક્ટોરીયા ચંદ્રક - ૧ ઇન્ડિયન ઓર્ડર ઓફ મેરીટ - ૧ પરમવીર ચક્ર - ૩ અશોક ચક્ર - ૨ મહાવીર ચક્ર - ૭ કીર્તિ ચક્ર - ૮ પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક - ૨ ઉત્તમ યુદ્ધ સેવા ચંદ્રક - ૨ અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક - ૨ વીર ચક્ર - ૪૭ શૌર્ય ચક્ર ૫૫ યુદ્ધ સેવા ચંદ્રક - ૩ વિશિષ્ટ સેવા ચંદ્રક - ૨૭ સેના ચદ્રક - ૭૧
Insignia
રેજિમેન્ટલ ચિહ્ન
હેનોવરના શ્વેત અશ્વ સાથે બ્રાસનો ગ્રેનેડ. તેને ગણવેશ પર સફેદ હેકલ સાથે પહેરવામાં આવે છે.
ગ્રેનેડિયર્સ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે. તે ભૂતપૂર્વ બોમ્બે સેનાનો ભાગ હતી અને સ્વતંત્રતા સમયે તેને ભારતીય સેનામાં વિલિન કરવામાં આવી હતી. તે સમયે રેજિમેન્ટ ૪થી ગ્રેનેડિયર્સ તરીકે ઓળખાતી હતી. તેણે સ્વતંત્રતા પૂર્વે અને બાદમાં અનેક યુદ્ધોમાં ભાગ લીધો છે અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
કોમનવેલ્થ રાષ્ટ્રોમાં ભારત સૌથી જૂની ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ ધરાવે છે. ગ્રેનેડિયર્સની પરિકલ્પના અતિ જોખમી કાર્યવાહીઓ માટે સમગ્ર સેનામાંથી સૌથી બહાદુર અને શક્તિશાળી સૈનિકોને પસંદ કરવામાં મૂળ ધરાવે છે. ભારતીય સેનામાં સૌથી લાંબા કાળ માટે અસ્તિત્ત્વ ધરાવવાનો વિક્રમ આ રેજિમેન્ટ ધરાવે છે.[૧]
ભારતીય ગ્રેનેડિયર્સનો ઈતિહાસ બોમ્બે પ્રેસિડેન્સિ માટે ભરતી કરાતા સૈનિકો સાથે જોડાયેલો છે. ગ્રેનેડિયર્સનો સૌપ્રથમ ઉલ્લેખ ૧૬૮૪માં અંગ્રેજોએ બોમ્બેના ટાપુ પર કરેલ કબ્જા સમયે જાણવા મળે છે. પરંતુ, ત્યારબાદ ૧૭૧૦ સુધી કોઈ અન્ય ઉલ્લેખ નથી સિવાય કે યુરોપિયન સૈનિકોની ગ્રેનેડિયર્સ કંપની તરીકે. ત્યારબાદ ૧૭૫૭માં રોબર્ટ ક્લાઈવ દ્વારા બંગાળ સેનાની પ્રથમ રેજિમેન્ટ ઉભી કરાઈ જેની બે કંપની ગ્રેનેડિયર્સ હતી. ૧૭૭૯માં ગ્રેનેડિયર્સની એક પલટણ ઉભી કરવામાં અને આ સાથે રેજિમેન્ટનો ઉદ્ભવ થયો.
બાદમાં બોમ્બે સેનામાં અનેક સિપાહી પલટણો ઉભી કરવામાં આવી. તેના વડે પ્રખ્યાત બોમ્બે સિપાહી પલટણ બનાવાઈ જેણે ૧૭૭૮માં તલેગાંવની લડાઈમાં જીત હાંસલ કરી. આ પ્રદર્શનને ધ્યાનમાં લઈ અને તેને ગ્રેનેડિયર્સ નામ અપાયું, આ બહુમાન કોઈ અન્ય બ્રિટિશ પલટણને ૩૬ વર્ષ બાદ મળ્યું.
ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ સૌથી વધુ પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર રેજિમેન્ટ તરીકે ભારતીય સેનામાં અનોખું બહુમાન ધરાવે છે. આ સિવાય સ્વતંત્રતા પૂર્વે ચાર અંગ્રેજ અધિકારીઓ આ જ રેજિમેન્ટ સાથે કામ કરી અને વિક્ટોરીયા ચંદ્રક મેળવી ચૂક્યા છે.[૨] આ સિવાય ઇન્ડિયન ઓર્ડર ઓફ મેરીટ પણ રેજિમેન્ટને મળી ચૂક્યો છે.
Barthorp, Michael; Burn, Jeffrey (1979). Indian infantry regiments 1860–1914. Osprey Publishing. ISBN0-85045-307-0.Check date values in: 1979 (help)
Rinaldi, Richard A (2008). Order of Battle British Army 1914. Ravi Rikhye. ISBN0-9776072-8-3.Check date values in: 2008 (help)
Sharma, Gautam (1990). Valour and sacrifice: famous regiments of the Indian Army. Allied Publishers. ISBN81-7023-140-X.Check date values in: 1990 (help)
Sumner, Ian (2001). The Indian Army 1914–1947. Osprey Publishing. ISBN1-84176-196-6.Check date values in: 2001 (help)
Moberly, J. F. (1923). સત્તાવાર ઇતિહાસ યુદ્ધ: મેસોપોટેમીયામાં ઝુંબેશ, શાહી યુદ્ધ મ્યુઝિયમ છે. આઇએસબીએન 1-870423-30-5
સિંઘ, રાજેન્દ્ર (1969) ઇતિહાસ Grenadiers
સિંઘ, રાજેન્દ્ર (1955) સંગઠન અને વહીવટ માં ભારતીય સેના