લેખક | એન્ડ્રુ ડાલ્બી |
---|---|
ભાષા | અંગ્રેજી |
વિષય | વિકિપીડિયા |
પ્રકાશક | સિદુરી બુક્સ |
પ્રકાશન તારીખ | ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૯ |
પાનાં | ૨૫૬ |
ISBN | 978-0-9562052-0-9 |
OCLC | 607024531 |
ધ વર્લ્ડ અને વિકિપીડિયા : હાઉ વી આર એડીટીંગ રિયાલિટી એ એક બ્રિટિશ ભાષાશાસ્ત્રી એન્ડ્રુ ડાલ્બી દ્વારા લખાયેલું પુસ્તક છે અને ૨૦૦૯ માં સિદૂરી બુક્સ દ્વારા પ્રકાશિત થયું હતું.[૧]
લેખક વિશાળ જ્ઞાનકોશની પરંપરાની તપાસ દ્વારા વિકિપીડિયાના જન્મ અને વૃદ્ધિ માટેનો સંદર્ભ પ્રદાન કરે છે. વિશ્વસનીયતા અને ભાંગફોડની સમસ્યા જેવા તેના નિષ્ણાત અને બિન-નિષ્ણાત ફાળો આપનારાઓના કાર્ય અને સમુદાયી વર્તણૂકની ચર્ચા કરવામાં આવે છે. ડાલ્બીએ અંગ્રેજી, ફ્રેન્ચ અને જર્મન વિકિપિડિયાના અસંખ્ય બનાવોને આવરી લીધા છે અને સમૂહ માધ્યમોમાં વિકિપીડિયા તેની કેન્દ્રિય અને જવાબદાર ભૂમિકા ધારણ કરશે તેવા આશાવાદી દૃષ્ટિકોણથી તે પોતાની વાત પૂરી કરે છે.[૨]
"સમૂહ માધ્યમો પર અપ્રમાણસર વિશ્વાસ સંબંધિત દલીલ કરવા માટે પુસ્તક એક "વિચિત્ર અભિગમ" અનુસરે છે કે તે તેના પૂર્વગામીઓ કરતા વધુ સારી રીતે અમારી સેવા કરશે.[૩] તેઓ "રોમન પ્રકૃતિવાદી પ્લિની ધ એલ્ડરને પ્રોટો-વિકિપીડિયન તરીકે ઓળખાવે છે અને આ બાબતને "વધુ લોકો તેનો ઉપયોગ કરે છે તેમ વિકિપીડિયા વધુ વિશ્વસનીય બની ગયું છે" તેવો દાવો કરે છે.[૪]