મામન્નાર ધીરન ચિન્નામલઈ | |
---|---|
કોંગુ નાડુના પિતામહ | |
![]() ઑડનિલઈમાં ધીરન ચિન્નામલઈની પ્રતિમા | |
અનુગામી | અંગ્રેજ શાસન |
જન્મ | મેલપલાયમ, કાંગેયમ, તમિલનાડુ | 17 April 1756
મૃત્યુ | 31 July 1805 સંકાગિરિ, તમિલનાડુ | (ઉંમર 49)
અંતિમ સંસ્કાર | ૦૩ ઑગસ્ટ ૧૮૦૫ ઓડનિલઈ, અરાચલુર, તમિલનાડુ |
મામન્નાર ધીરન ચિન્નામલઈ ગૌન્ડર (૧૭ એપ્રિલ ૧૭૫૬ - ૩૧ જુલાઈ ૧૮૦૫) એ કોંગુ તામિલ સરદાર અને કોંગુ નાડુ (પશ્ચિમી તમિલનાડુ) ના પલય્યકાર હતા, જેમણે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે લડત ચલાવી હતી.
મામન્નાર ધીરન ચિન્નામલઈનો જન્મ ૧૭ એપ્રિલ ૧૭૫૬ ના દિવસે તમિલનાડુ ના ઇરોડ નજીક આવેલા મેલપલાયમમાં રતત્નસ્વામી અને પેરિયથાને ઘેર થયો હતો. તેમને સાત સંતાનો હતા જેમાં ૬ પુત્ર અને ૧ પુત્રી હતી. તેઓ બીજું સંતાન હતા.[૧] તેમનું જન્મનું નામ તીર્થગિરી ગૌન્ડર હતું.[૨]
૧૭૦૦ના અંત સમયમાં કોંગુ ક્ષેત્ર મૈસુરુના મુસ્લિમ શાસક હૈદર અલીના હેઠળ આવતું હતું. તેણે મોહમ્મદ અલી નામના તેના દિવાનને કર વસુલ કરવા કોંગુ મોકલ્યો. કે કર વસૂલ કરવા ખેડૂતો પર ત્રાસ ગુજારવા લાગ્યો તેમની જમીનો જપ્ત કરવા લાગ્યો. ખેડૂતો પર થતો અત્યાર જોઈ ધીરન અને તેના ભાઈઓએ દિવાનને શિવન મલઈ અને ચેન્ની મલઈ પર્વતો વચ્ચે આંતર્યો અને જમા કરેલો કર ઝૂંટવી ખેડૂતો ને પાછો આપી દીધો. તેનો બદલો લેવા સંકાગિરિ પર પહોંચી સૈન્ય મોકલ્યું. તેની સાથે યુદ્ધમાં ધીરનની જીત થઈ.[૩]
મામન્નાર ચિન્નામલાઈ પોલીગર યુદ્ધોના મુખ્ય સેનાપતિ હતા, જે ૧૮૦૧-૧૮૦૨ દરમ્યાન લડાયા હતાં. તેમણે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની સામે લડવા ટીપુ સુલતાનની સાથે સાથે ફ્રેન્ચ લશ્કર પાસે પણ આધુનિક યુદ્ધ કળાની તાલીમ લીધી હતી જેણે ચિતેશ્વરમ, મઝાહવલ્લી અને શ્રીરંગપટ્ટનમાં અંગ્રેજો સામે જીત મેળવવામાં મદદ કરી હતી.
કટ્ટાબોમન અને ટીપુ સુલતાનના મૃત્યુ પછી, તેઓ ઑડનિલયમાં સ્થાયી થયા ત્યાં તેમણે એક કિલ્લો બંધાવ્યો.[૪] ચિન્નામલઇએ ઈ. સ.૧૮૦૦ માં કોઇમ્બતુર ખાતે અંગ્રેજો પર હુમલો કરવા માટે મરાઠાઓ અને મારુથુ પાંડિયારની મદદ લીધી. અંગ્રેજ સૈન્ય સાથીઓની સેનાને રોકવામાં સફળ રહ્યા, આથી ચિન્નામલાઈને કોઈમ્બતુર પર જાતે એકલા હુમલો કરવાની ફરજ પડી. તેમની સેનાનો પરાજય થયો, પરંતુ તે અંગ્રેજ સૈન્યથી છટકી શક્યા.[૫] ચિન્નામલઇએ ત્યાર કિલ્લો છોડ્યો અને પલણીના કરુમલઈ ક્ષેત્રમાં વસવાટ કરી ગેરિલા યુદ્ધ નીતિ વાપરી અને ૧૮૦૧ માં કાવેરીમાં, ઈ.સ. ૧૮૦૨ માં ઓડનિલાઇમાં અને ૧૮૦૪ માં અરાચલુર ખાતેની લડાઇઓમાં અંગ્રેજોને પરાજિત કર્યા.[૨]
મામન્નાર ધીરન ચિન્નામલઈને તેના રસોઈયા નલ્લપને દગો આપ્યો હતો અને અંગ્રેજ સિપાહીઓએ તેમને ઈ.સ. ૧૮૦૫ માં પકડી પાડ્યો હતો. ૧ જુલાઈ, ૧૮૦૫ ના દિવસે આદી પેરુક્કુના દિવસે તેને તેના બંને ભાઈઓ સાથે સંકાગિરી કિલ્લા પર અંગ્રેજોએ ફાંસી આપી હતી.[૨][૫][૬]
ચેન્નઈ, તિરુચિરાપલ્લી, ઇરોડ અને ઓડાનિલાઇમાં મામન્નાર ધીરન ચિન્નામલઈ ગૌન્ડરના સ્મરણાર્થે પ્રતિમાઓ અને સ્મારકો ઊભા કરવામાં આવ્યા છે.[૭][૨][૮]
૩૧ જુલાઇ ૨૦૦૫ ના દિવસે, ભારતીય ડાક દ્વારા તેમના સ્મરણાર્થે એક યાદગારીની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.[૯][૧૦]
ઈ.સ. ૧૯૯૭ સુધી, તમિલનાડુ રાજ્ય પરિવહન નિગમનો તિરુચિરાપલ્લી વિભાગ ધીરન ચિન્નામલઈ પરિવહન નિગમ તરીકે જાણીતો હતો.[૧૧]
૧૯૯૬ સુધી, કરુર જિલ્લો ધીરન ચિન્નામલઈ જિલ્લા તરીકે જાણીતો હતો.[૧૨][૧૩]
ઇરોડ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય મથકનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું.[૧૪]
|archive-date=
(મદદ)