ધીરુબેન પટેલ | |
---|---|
![]() ધીરુબેન પટેલ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ફેબ્રુઆરી ૨૦૧૩ | |
જન્મ | ૨૫ મે ૧૯૨૬ વડોદરા, બરોડા સ્ટેટ, બ્રિટિશ ભારત |
મૃત્યુ | 10 March 2023 અમદાવાદ, ગુજરાત, ભારત | (ઉંમર 96)
વ્યવસાય |
|
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
નોંધપાત્ર સર્જન | આગંતુક |
નોંધપાત્ર પુરસ્કારો |
|
ધીરુબેન પટેલ (૨૯ મે ૧૯૨૬ - ૧૦ માર્ચ ૨૦૨૩[૧]) જાણીતા ગુજરાતી નવલકથાકાર, નાટ્ય લેખક અને ચલચિત્ર પટકથા અને બાળસાહિત્ય લેખિકા હતા.
ધીરૂબેનનો જન્મ ૨૯ મે, ૧૯૨૬ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેર ખાતે થયો હતો. ચરોતર પ્રદેશનું ધર્મજ એ તેમનું મૂળ વતન હતું. ધીરુબેનનાં માતાનું નામ ગંગાબા અને પિતાનું નામ ગોરધનભાઈ હતું.
ધીરૂબેને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોદ્દાર હાઈસ્કુલ, સાંતાક્રુઝ, મુંબઇ, મહારાષ્ટ્ર ખાતે લીધું હતું. ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબઇ ખાતે દાખલ થયા હતા. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી હતી અને ઇ.સ. ૧૯૪૮ના વર્ષમાં અનુસ્નાતકની પદવી હાંસલ કરી હતી.
ધીરુબેન પટેલને ઇ.સ. ૧૯૮૦ના વર્ષનો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.[૬]
ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં કે.એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. તેમની નવલકથા આગંતુક માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૭][૩][૬]