ધોડિયા લોકો મોટા ભાગે ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન ખાતે સ્થાયી છે. મહારાષ્ટ્રમાં તેઓ મુખ્યત્વે થાણે જિલ્લામાં જોવા મળે છે. તેમની બોલી ધોડીયા બોલી છે, જે અનન્ય શબ્દોના મિશ્રણથી બનેલી છે, તેમજ કેટલાક શબ્દો ગુજરાતી તેમજ મરાઠી ભાષાઓથી પ્રભાવિત છે.[૧][૨]