ધોલેરા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°14′52″N 72°11′44″E / 22.247734°N 72.195561°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | ધોલેરા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય પાક | ઘઉં, બાજરી, કપાસ, દિવેલી, શાકભાજી |
સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
ધોલેરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ધોલેરા તાલુકાનું મુખ્ય મથક છે.
ધોલેરા ખંભાતના અખાતનું પ્રાચીન બંદર-નગર છે, જે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરથી ૩૦ કિમી દૂર આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ ૬ મંદિરોમાંથી એક અહીં આવેલું છે, આ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાને પોતે પ્રાણપ્રતિષ્ઠા કરીને મૂર્તિઓ પધરાવી હતી.[૧]
ધોલેરા નગરના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ નગરમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ધોલેરા તાલુકામાં વિકાસ અર્થે થઈ ને અમુક ગામોનો એક વિશેષ સમુહ બનાવવામાં આવ્યો છે જેને ધોલેરા વિશેષ રોકાણ વિસ્તાર (Dholera Special Investment Region- Dholera SIR), અંગ્રેજી ટૂંકાક્ષરોને આધારે ધોલેરા સર કહેવામાં આવે છે. આ ધોલેરા સરમાં નીચેના ગામનો સમાવેશ થાય છે.[૨]
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |