ધોળકા | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°43′35″N 72°26′33″E / 22.726276°N 72.442625°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમદાવાદ |
તાલુકો | ધોળકા |
વસ્તી | ૮૦,૯૪૫[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૩૨ ♂/♀ |
સાક્ષરતા | ૮૨.૧% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 17 metres (56 ft) |
ધોળકા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાનું મુખ્ય મથક છે.
૧૮મી સદીની અંધાધૂંધી દરમિયાન ઇ.સ. ૧૭૩૬માં ધોળકા મરાઠાઓના શાસન હેઠળ હતું અને બ્રિટિશરો વડે ઇ.સ. ૧૭૪૧માં તેનો કબ્જો લેવાયો હતો ત્યાર પછી ફરીથી તે ઇ.સ. ૧૭૫૭માં ગાયકવાડ રાજ્ય હેઠળ ઇ.સ. ૧૮૦૪ સુધી બ્રિટિશરોને સોંપાયું ત્યાં સુધી રહ્યું હતું. ઇ.સ. ૧૮૧૩ના દુષ્કાળમાં ધોળકાએ ભારે નુકશાન વેઠ્યું હતું. ૧૮૨૦-૨૨ના સર્વેક્ષણમાં ધોળકા પાછું બેઠું થતું જણાયું હતું.[૨]
ધોળકાનું મુખ્ય આકર્ષણ મલાવ તળાવ છે, જે સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી વડે બંધાયેલું છે.[૩]
હિંદુ મંદિરોમાં ઇ.સ. ૧૭૫૧માં ગાયકવાડના અધિકારી અંતાજી રાવ દ્વારા બંધાયેલું નાગેશ્વર અથવા ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર જોવાલાયક છે.[૨]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |