નરસિંહ મહેતા પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૧૯૯૯ | |
પ્રથમ પુરસ્કાર | ૧૯૯૯ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૨૩ | |
કુલ પુરસ્કાર | ૨૬ | |
પુરસ્કાર આપનાર | નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ | |
રોકડ પુરસ્કાર | ₹ ૧,૫૧,૦૦૦ | |
વર્ણન | ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. | |
પ્રથમ વિજેતા | રાજેન્દ્ર શાહ | |
અંતિમ વિજેતા | કમલ વોરા |
નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે.[૧] આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને ₹૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.