નર્મદા બચાવો આંદોલન ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી સરદાર સરોવર યોજનાની વિરોધમાં ચાલતું આંદોલન છે. સરદાર સરોવર યોજના તેની પર્યાવરણ પરની અસરને કારણે વિવાદોમાં સપડાયો હતો. મેધા પાટકર તથા અરૂંધતી રોય બંધ વિરોધી ચળવળના આગેવાનો છે. મેધા પાટકરે બંધનું કામ અટકાવવાની પહેલ પણ કરી હતી, પરંતુ ૧૯૯૯માં ભારતની ઊચ્ચતમ ન્યાયાલયે સરકારને બંધ ઝડપભેર સમાપ્ત કરવાનો ચુકાદો આપ્યો અને બંધને રોકવાની પહેલને વખોડી કાઢી હતી. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટર (આશરે ૪૪૫ ફુટ)ની સુચવવામાં આવી છે અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે.[૧][૨]
નર્મદા બચાવો આંદોલન પર બંધથી અસરગ્રસ્ત વિસ્તાર વિશે કોર્ટમાં સોગંદ લીધા પછી ખોટું બોલવા માટે આરોપ મૂકાયો છે.[૩]
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |