નાગદા ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું નાનું સ્થળ છે. એક સમયે તે મેવાડ રાજ્યનું અગ્રણી શહેર હતું. આજે તે સહસ્ત્ર બાહુ મંદિર માટે પ્રખ્યાત છે.
નાગદા ઉદયપુરથી ૨૦ કિમી અને એકલિંગજીથી ૨૦ કિમીના અંતરે આવેલું છે
નાગદાની સ્થાપના સંભવત: ગેહલોત વંશના રાજા નાગાદિત્ય દ્વારા ઇ.સ. ૭મી સદીમાં થઇ હતી અને તે સમયે નાગ્રહદા તરીકે ઓળખાતું હતું.[૧]
સહસ્ત્ર બાહુ મંદિર હવે આંશિક રીતે ખંડિત છે, પરંતુ તેનો મૂળ વૈભવ હજુ દેખાય છે.