નાનાભાઈ ભટ્ટ | |
---|---|
જન્મ | ૧૨ જૂન ૧૯૧૫ |
મૃત્યુ | ૨૪ એપ્રિલ ૧૯૯૯ મુંબઈ |
બાળકો | શૈલા દર્શન |
નાનાભાઈ ભટ્ટ અથવા યશવંત ભટ્ટ (૧૨ જૂન ૧૯૧૫ - ૨૪ એપ્રિલ ૧૯૯૯) જાણીતા ગુજરાતી અને હિંદી ચલચિત્ર દિગ્દર્શક અને નિર્માતા હતા.[૧][૨] તેમનો જન્મ ૧૨ જૂન ૧૯૧૫ના દિવસે પોરબંદરમાં એક ગુજરાતી બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે મિ. એક્સ (૧૯૫૭), ઝિમ્બો કમ્સ ટુ ટાઉન (૧૯૬૦), લાલ કિલા (૧૯૬૦) અને સફળ ચલચિત્ર કંગન (૧૯૫૯) જેવા ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું.[૩][૪] તેમનું પ્રથમ ચલચિત્ર મુકાબલા (૧૯૪૨) પ્રથમ વખત ભારતીય ચલચિત્રોમાં ડબલ રોલનો ખ્યાલ લાવ્યું હતું.[૫]
૨૪ એપ્રિલ ૧૯૯૯ના દિવસે મુંબઈમાં એમનું નિધન થયું હતું.
તેઓ પાંચ પુત્રીઓ અને ચાર પુત્રોને પાછળ મૂકી ગયા હતા, જેમાં જાણીતા હિંદી ચલચિત્ર દિગ્દર્શક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને રોબિન ભટ્ટનો સમાવેશ થાય છે.[૬][૭]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |