નારાયણ હેમચંદ્ર દીવેચા (૧૮૫૫–૧૯૦૪) જેઓ નારાયણ હેમચંદ્ર તરીકે વધુ જાણીતા છે, એક ગુજરાતી લેખક, અનુવાદક અને કવિ હતાં. તેમના જીવનનો ગાંધીજી પર પ્રભાવ હતો. ગાંધીજી તેમને ઇંગ્લેન્ડમાં મળ્યા હતાં અને તેમને વિચિત્ર દેખાવ અને વિચિત્ર પોષાક ધારણ કરનાર તરીકે વર્ણવ્યા હતાં અને તેમના મતે તે અણગમતી શારીરિક ગંધ પણ ધરાવતા હતા, પણ તેઓને પોતાના દેખાવ, વસ્ત્રો કે નબળી અંગ્રેજીનો આદિનો કોઈ છોછ ન હતો. ગાંધીજીએ તેમના પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં નારાયણ હેમચંદ્રની અન્ય સંસ્કૃતિનો અભ્યાસ અને ભાષા શીખવાના તેમના ઉત્સાહની વાત વર્ણવી છે.
નાના-મોટાં એમ બધાં મળીને આશરે બસો જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે. તેમણે રવિન્દ્રનાથ ટાગોરના લેખનોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે અને પયગંબર મુહમ્મદની જીવન કથા પણ લખી છે.[૧][૨]
જૂન ૧૮૯૩માં ગુજરાત વર્નાક્યૂલર સોસાયટી દ્વારા તેમના દ્વારા લખાયેલ "ધાર્મિક પુરુષો" નામના પુસ્તકનું પ્રકાશન થયું હતું. આ પુસ્તક ચૈતન્ય, ગુરુ નાનક, સંત કબીર અને રામકૃષ્ણ પરમહંસ જેવા સંતોનું ચરિત્ર ધરાવે છે.[૩]
તેમના દ્વારા લખાયેલ હું પોતે (૧૯૦૦)એ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થયેલ પ્રથમ આત્મકથા હતી, અલબત્સૌ પ્રથમ આત્મકથા લખવાનો શ્રેય નર્મદને જાય છે (પ્રકાશન ૧૯૩૩).[૪][lower-alpha ૧]
|archive-date=
(મદદ)