નિઝામુદ્દીન ઔલીયા | |
---|---|
محمد نظام الدّین اولیاء | |
ત્રણ હાજરીઓસાથે નિઝામુદ્દીન ઔલીયા | |
અંગત | |
જન્મ | ૧૨૩૮ |
મૃત્યુ | ૩ એપ્રિલ ૧૩૨૫ દિલ્હી |
ધર્મ | ઇસ્લામ |
સંપ્રદાય | ચિશ્તી કિરકા |
કારકિર્દી માહિતી | |
સ્થળ | દિલ્હી |
હોદ્દા પરનો સમયગાળો | ૧૩ અને ૧૪મી સદી |
પુરોગામી | ફરીદુદ્દીન ગંજશકર |
અનુગામી | નસીરુદ્દીન ચિરાઘ દહેલવી, અમીર ખુશરો, ખ્વાજા સિરાજુદ્દીન અને બુરહાનુદ્દીન ગરીબ |
મુહંમદ નિઝામુદ્દીન ઔલીયા (ઉર્દૂ: محمد نظام الدّین اولیاء; ૧૨૩૮– ૩ એપ્રિલ ૧૩૨૫), હઝરત નિઝામ તરીકે પણ જાણીતા છે, ચિશ્તી ફિરકાના એક સૂફી સંત હતા. માનવામાં આવે છે કે તેઓ ભારતીય ઉપખંડના સૌથી વિખ્યાત સૂફીઓમાંના એક હતા.[૧] ફરીદુદ્દીન ગંજશકર, કુતુબુદ્દીન બખ્તિયાર કાકી, અને મોઇનુદ્દીન ચિસ્તી તેમના પૂર્વગામીઓ હતા. આ ક્રમાનુસાર, તેમને પ્રારંભિક સૂફી આધ્યાત્મિક સિલસિલામાં યોગદાન આપ્યા, આ સૂફી આધ્યાત્મિક સિલસિલા ભારતીય ઉપખંડમાં ખૂબ જ લોકપ્રિય છે.
નિઝામુદ્દીન ઔલીયા અને ચિશ્તી ફિરકાનું વિશ્વાસ છે કે દુન્યવી વસ્તુઓના ત્યાગ અને મનુષ્યતાની સેવા કરવાથી અલ્લાહની નજીક આવવા સંભવ છે.[૨][૩]
નિઝામુદ્દીન ઔલીયાનો જન્મ બદાયૂં, ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમના બાપુજી, સૈયદ અબ્દુલ્લાહ બિન અહેમદ અલહુસૈની બાદાયૂંની ની મૃત્યુ પછી તેમને પોતાની મા, બીબી ઝુલેખા સાથે દિલ્હી ગયા.[૪] અકબરના વજીર અબુલ ફઝલ દ્વારા લેખિત આઇન-એ-અકબરીમાં નિઝામુદ્દીન ઔલીયાની જીવનીનો ઉલ્લેખ જોવા મળે છે.[૫]