નિર્મલા સીતારામન | |
---|---|
![]() | |
જન્મ | ૧૮ ઓગસ્ટ ૧૯૫૯ ![]() મદુરાઇ ![]() |
અભ્યાસ સંસ્થા | |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી ![]() |
પદની વિગત | રાજ્યસભાના સભ્ય (૨૦૧૪–૨૦૧૬), ભારતના નાણાં પ્રધાન (૨૦૧૯–), Minister of Corporate Affairs (૨૦૧૯–) ![]() |
નિર્મલા સીતારામન (જન્મ ૧૮ ઓગસ્ટ ૧૯૫૯) ભારતીય રાજકારણી છે.[૧] જે હાલમાં નાણા પ્રધાન અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપે છે, તેઓ ભારતનાં રક્ષામંત્રી પણ હતા. તેણી 2014 થી ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે. સિધારામન ભારતની બીજી મહિલા સંરક્ષણ પ્રધાન છે અને ઈન્દિરા ગાંધી પછી બીજી મહિલા નાણાં પ્રધાન પણ છે. તેમણે નાણા મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સ્વતંત્ર સ્વતંત્ર ચાર્જ સાથે નાણા પ્રધાન અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપી છે. તે પહેલાં, તેમણે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સેવા આપી હતી.[૨]
નિર્મલાનો જન્મ મદુરાઈમાં થયો હતો. તેમના પિતાનું નામ નારાયણન સીતારામન છે અને માતાનું નામ સવિત્રી છે.
તેમના પિતા, નારાયણન સીતારામન, તમિલનાડુના મસરી, તિરુચિરાપલ્લી જિલ્લાના છે. અને તેમની માતાનુ પરિવાર તિરુવનકડુ અને સાલેમ જિલ્લામાંથી છે. તેમના પિતા ભારતીય રેલવેના કર્મચારી હતા અને તેથી કરીને તેમણે રાજ્યના વિવિધ ભાગોમાં બાળપણ વિતાવ્યું હતું. તેમનુ ભણતર મદ્રાસ અને તિરુચિરાપલ્લી ની શાળામાં થયુ હતું.[૩] તેમણે તિરુચિરાપલ્લી ખાતે આવેલી સીતલક્ષ્મી રામાસ્વામી કોલેજ માથી અર્થશાસ્ત્રમાં બી.એ. ની ડિગ્રી મેળવી હતી. અને દિલ્હીમા આવેલ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ની ડિગ્રી મેળવી હતી.[૪]
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણતી વખતે તેઓ એમના પતિ પારકલા પ્રભાકરને મળ્યા હતા, જે નરસપુરમ ના છે. જ્યારે નિર્મલા ભાજપ તરફ ઝુકે છે, ત્યારે તેમના પતિ એક-તરફી કોંગ્રેસ પરિવાર માથી આવે છે. જે હાલમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંચાર સલાહકાર છે.[૫]
નિર્મલા સીતારામન ૨૦૦૮ માં ભાજપમાં જોડાયા હતા અને ત્યાં તેમણે પક્ષના પ્રવક્તા તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ માં, તેમને એક કનિષ્ઠ પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા.
૧૧ જુન ૨૦૧૬ ની રાજ્ય સભાની ચૂંટણી માટે, મે ૨૦૧૬ માં ભાજપે ૧૨ ઉમેદવારોની નિયુક્તી કરી હતી, જેમા એક નિર્મલા સીતારામન હતા. તેમણે સફળતાપૂર્વક કર્ણાટકમાંથી તેમની બેઠક લડી હતી.[૬] ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ, તેમને રક્ષા મંત્રી તરીકે ઉભા કરવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધી પછી, નિર્મલા સીતારામન માત્ર બીજી મહિલા છે, જે રક્ષા મંત્રીનુ પદ ધરાવતા હતાં.[૭][૮]
31 મે, 2019 ના રોજ, નિર્મલા સીતારામનને નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે નિમવામાં આવ્યા હતા . [૯] તે ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણા પ્રધાન છે. [૧૦] તેમણે 5 જુલાઈ, 2019 ના રોજ ભારતીય સંસદમાં તેમના પ્રથમ બજેટ રજૂ કર્યા. [૧૧]
રાજકીય ક્ષેત્રની બહાર, સીતારામને યુ.કે.માં, કૃષિ ઇજનેર એસોસિએશનના એક અર્થશાસ્ત્રીને સહાયક તરીકે સેવા આપી છે. યુ.કે.માં તેમના રોકાણ દરમિયાન, તેમણે પ્રાઈઝ વોટરહાઉસ માટે સિનિયર મેનેજર (રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) અને બીબીસી વર્લ્ડ સર્વિસમાં સંક્ષિપ્ત સેવા આપી છે.[૧૨] તેમણે નેશનલ કમિશન ફોર વિમેનના સભ્ય તરીકે પણ સેવા આપી છે.[૧૩] ૨૦૧૭ થી, તેઓ હૈદરાબાદના પ્રણવ સ્કૂલના સ્થાપક દિગ્દર્શકો પૈકી એક છે. [૧૪]
|archive-date=
(મદદ)