નીરવ પટેલ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
જન્મ | સોમો હીરો ચમાર 2 December 1950[૧] ભુવલડી, ગુજરાત, ભારત | ||||||||||
મૃત્યુ | 15 May 2019 અમદાવાદ, ગુજરાત, ભારત | (ઉંમર 68)||||||||||
વ્યવસાય | કવિ, અનુવાદક, સંપાદક | ||||||||||
ભાષા | ગુજરાતી, અંગ્રેજી | ||||||||||
રાષ્ટ્રીયતા | ભારતીય | ||||||||||
શિક્ષણ | પીએચ.ડી. | ||||||||||
લેખન પ્રકાર | અછાંદસ | ||||||||||
સાહિત્યિક ચળવળ | ગુજરાતી દલિતસાહિત્ય | ||||||||||
નોંધપાત્ર સર્જનો |
| ||||||||||
સહી | ![]() | ||||||||||
|
નીરવ પટેલ (૨ ડિસેમ્બર ૧૯૫૦ - ૧૫ મે ૨૦૧૯) ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કવિ, અનુવાદક અને સંપાદક હતા; જેઓ મુખ્યત્વે ગુજરાતી દલિત સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા છે, જેમાં બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ (૧૯૮૦, અંગ્રેજી કવિતાઓ), વોટ ડીડ આઇ ડુ ટૂ બી બ્લેક એન્ડ બ્લુ (૧૯૮૭, અંગ્રેજી કવિતાઓ) અને બહિષ્કૃત ફુલો (૨૦૦૬, ગુજરાતી) મુખ્ય છે. તેમણે ગુજરાતીમાં દલિત લખાણના સામયિક સ્વમાનનું સંપાદન કર્યું હતું.[૨]
નીરવ પટેલનો જન્મ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવલડી ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ સોમો હિરો ચમાર હતું.[૩] તેમણે પોતાનું નામ નીરવ પટેલ રાખ્યું કારણ કે તેમને જાતિવાદને કારણે અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.[૩] અંગ્રેજી સાહિત્યમાં તેમણે પીએચ.ડી. કર્યું હતું. તેમણે બેંક અધિકારી તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી, તેમણે પોતાનો સમય દલિત સાહિત્યમાં સમર્પિત કર્યો.
તેમણે ૧૯૬૭માં કોલેજ દરમિયાન કવિતા લખવાનું શરૂ કર્યું.[૪] તેમણે દલિત લોકો પર આધારીત દલિત કવિતા લખી, જેઓ અત્યાચાર, શોષણ, ભેદભાવ અને અલગતાનો ભોગ બની રહ્યા હતા.[૪]
તેમણે ગુજરાતી દલિત સાહિત્યની ચળવળની પહેલ કરી અને ગુજરાતના દલિત પેન્થરની આગેવાની હેઠળ ૧૯૭૮માં પ્રથમ દલિત સાહિત્યિક મેગેઝિન આક્રોશનું પ્રકાશન કર્યું. તેમણે અન્યો સાથે કાળો સુરજ, સર્વનામ, સ્વમાન અને વાચા જેવા અલ્પજીવી ગુજરાતી સામયિકો માટે સંપાદત કર્યું હતું.[૫]
૧૫ મે ૨૦૧૯ના રોજ કેન્સરના કારણે અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.[૬][૭]
તેમણે અંગ્રેજીમાં બે કાવ્યસંગ્રહો બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ (૧૯૮૦) અને વોટ ડીડ આઇ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લુ (૧૯૮૭) પ્રકાશિત કર્યા હતા. તેમણે ૨૦૦૬માં ગુજરાતી કવિતાસંગ્રહ બહિષ્કૃત ફુલો પ્રકાશિત કર્યો હતો.[૨] તેમણે તેમની કવિતાઓમાં દલિત સંવેદનશીલતા રજૂ કરી કરી.[૮][૯]
તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહેન્દ્ર ભગત પુરસ્કાર (૨૦૦૪–૨૦૦૫) અને ગુજરાત સરકાર તરફથી સંત કબીર દલિત સાહિત્ય એવોર્ડ (૨૦૦૫) મળ્યો હતો. [૧૦]
|1=
(મદદ)
|access-date=
(મદદ)