નેપાલ સ્કાઉટ નેપાલ દેશમાંની એક સ્કાઉટ અને ગાઇડ સંઘ તરીકે કાર્ય કરતી સંસ્થા છે. નેપાળ દેશમાં સ્કાઉટ અને ગાઇડ સંઘની સ્થાપના ઇ.સ. ૧૯૫૨ના વર્ષમાં કરવામાં આવી હતી. ઇ.સ. ૧૯૬૯ના વર્ષમાં નેપાલ સ્કાઉટ અને ગાઇડ સંઘ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ સ્કાઉટ મૂવમેન્ટના સભ્ય તરીકે સામેલ થયું હતું. આ ઉપરાંત ઇ.સ. ૧૯૮૪ના વર્ષમાં નેપાલ સ્કાઉટ અને ગાઇડ સંઘ વર્લ્ડ એસોસિએશન ઓફ ગર્લ ગાઇડ્સ એન્ડ ગર્લ સ્કાઉટ્સ ના સભ્યપદે સામેલ થયો હતો. આ સંઘમાં ૧૬,૩૯૯ સ્કાઉટ્સ અને (વર્ષ ૨૦૦૮ની માહિતી મુજબ)[૧] અને ૧૧,૯૬૨ ગાઇડ્સ (વર્ષ ૨૦૦૩ની માહિતી મુજબ) કાર્યરત છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |