![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સરકારી માલિકી | |
શેરબજારનાં નામો | BSE: ૫૧૩૬૮૩ NSE: NEYVELILIG |
---|---|
ઉદ્યોગ | ઊર્જા ઉદ્યોગ |
સ્થાપના | ૧૯૫૬ |
મુખ્ય કાર્યાલય | ચેન્નઈ, ભારત |
મુખ્ય લોકો | શ્રી. બી સુરેન્દર મોહન(ચેરમેન અને એમડી)[૧] |
ઉત્પાદનો | વીજ ઉત્પાદન અને વિતરણ, જળ વિદ્યુત, પવન શક્તિ, ઊર્જા વેપાર |
આવક | ![]() |
ચોખ્ખી આવક | ![]() |
કર્મચારીઓ | ૧૮૪૩૪ (૨૦૧૧)[૩] |
વેબસાઇટ | nlcindia.com |
નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન લિમિટેડ એ લિગ્નાઇટના ખાણકામ અને વિદ્યુત ઉત્પાદન કરતી ભારત સરકારની માલિકીની પેઢી છે. ભારતમાં તે લિગ્નાઇટની સૌથી મોટી ખાણો ચલાવે છે, હાલમાં તે ૨૪ લાખ ટન લિગ્નાઇટનું ખાણકામ કરે છે અને ૨૭૪૦ મેગાવોટ વીજળીની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તદઉપરાંત તે લિગ્નાઇટની ખાણમાં આવેલ મોટા ભૂગર્ભજળસ્તરમાંથી ચેન્નઈને મીઠા પાણીનો એક વિશાળ જથ્થો પણ પૂરો પાડે છે. ૧૧ એપ્રિલ ૨૦૧૧ ના રોજ, તે સર્વશ્રેષ્ઠ નવરત્ન કંપનીઓના સમૂહમાં જોડાઇ.[૪] ૧૯૫૬માં નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનની સંસ્થાપિત મંડળ તરીકે રચના કરવામાં આવી હતી.
નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન એ BSE:૫૧૩૬૮૩ સંગ્રહિત ૨૦૧૨-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન અને NSE:NEYVELI LIG સંગ્રહિત ૨૦૧૧-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન તરીકે વેપાર કરે છે. કેન્દ્ર સરકાર નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનમાં ૯૩% હિસ્સો ધરાવે છે અને તેનો વહીવટ કોલસા મંત્રાલય દ્વારા થાય છે.[૫]
હાલ નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન તેના ડિસઇન્વેસ્ટમેન્ટની યોજના અને ૫ જુલાઇ ૨૦૧૩ થી તેના ૨૭૦૦૦ કર્મચારીઓ અને કામદારો દ્વારા અનિશ્ચિત હડતાલના કારણે સમાચારમાં છે.[૬]
સી. જંબુલીંગ મુદલીઆર જ્યારે તેમની જમીનમાં સિંચાઈ માટે બોરવેલ ખોદતા હતા ત્યારે આ વિસ્તારમાં લિગ્નાઇટની હાજરીની ખબર પડી. ત્યાં પાણી કાળા રંગવાળું દેખાતું હોવાથી તેમણે ભૂતપૂર્વ મદ્રાસ પ્રમુખને પાણીના કાળા રંગના કારણ માટે જરૂરી પ્રયોગો કરવા માટે કહ્યું. પછી જ્યારે ખબર પડી કે વીજ ઉત્પાદન માટે લિગ્નાઇટનો ઉપયોગ થઇ શકે તેથી તેમણે પોતાની જમીન સરકારને લોકોના લાભ માટે મફત દાનમાં આપી દીધી.[૭]
નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન નીચે બતાવેલ વીજ એકમો સાથે જોડાયેલ ખાણો ચલાવે છે.
ખાણ | ઉત્પાદન ( લાખ ટન પ્રતિ વર્ષ) |
વીજ ઉત્પાદન મથક | ક્ષમતા (મેગાવોટ) |
---|---|---|---|
ખાણ I | ૧૦.૫ | ઉષ્મીય વીજ ઉત્પાદન મથક-I | ૬૦૦ |
ખાણ IA | ૩.૦ | ઉષ્મીય વીજ ઉત્પાદન મથક- I વિસ્તરણ | ૪૨૦ |
ખાણ II અને વિસ્તરણ | ૧૫.૦ | ઉષ્મીય વીજ ઉત્પાદન મથક-II | ૧૪૭૦ |
બારસિંગર ખાણ | ૨.૧ | બારસિંગર ઉષ્મીય વીજ ઉત્પાદન મથક | ૨૫૦ |
નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન ભારતના તમિલનાડુ રાજ્યના કડલૂર જિલ્લામાં આવેલ નેવેલીમાં સુંદર ટાઉનશિપ વિકસિત કર્યુ છે. આ ટાઉનશીપ ચેન્નઈ-તંજાવુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઍનઍચ-૪૫ સી અને કડ્ડલોર-સેલમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઍનઍચ-૫૩૨ સાથે રોડ માર્ગ દ્વારા સારી રીતે જોડાયેલું છે. ખાણકામ અને વીજ ઉત્પાદન ઉદ્યોગો માટેના ભારે યંત્રસામગ્રીના પરિવહન માટે રેલ ટ્રેક સાથે એક રેલવે સ્ટેશનનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે.
તાજેતરમાં શરૂ થયેલ બારસિંગર ખાણકામ & વીજળી પરિયોજનામાં પણ તેમના કર્મચારીઓ માટે 'લિગ્નાઇટ શક્તિ નગર' નામની એક નવી નાની ટાઉનશિપ બનાવી છે. તે જોધપુર તરફ બિકાનેરથી ૩૦ કિ.મી. દુર આવેલ બારસિંગર ગામ પાસે એનએચ ૮૯ નજીક પાલનમાં આવેલું છે.
સરકારે આ નફો કરતી સંસ્થામાં શેર્સનું ડિસઇન્વેસ્ટ[૮] કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ૫ જુલાઈ ના રોજ,[૯] નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનના કર્મચારીઓ અને ૨૭૦૦૦ કામદારો ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનાના વિરોધ માટે એક અનિશ્ચિત હડતાળ પર ઊતરી ગયા.[૬]
|archive-date=
(મદદ)