પંજાબ રેજિમેન્ટ | |
---|---|
રેજિમેન્ટ ચિહ્ન | |
સક્રિય | ૧૭૬૧ – હાલ સુધી |
દેશ | ભારત |
શાખા | ભારતીય ભૂમિસેના |
પ્રકાર | પાયદળ |
કદ | ૧૯ પલટણ |
રેજિમેન્ટલ મુખ્યાલય | રામગઢ, ઝારખંડ |
યુદ્ધ ઘોષ | સ્થળ વ્ જળ (જમીન હોય કે સમુદ્ર) |
યુદ્ધ ઘોષ | જો બોલે સો નિહાલ, સત્ શ્રી અકાલ (જે ઈશ્વર સત્યનો નારો લગાવે છે, તે હંમેશા સુખી રહે) (શીખ) બોલ જ્વાલા માં કી જય (ડોગરા) |
Decorations | • પદ્મભૂષણ- 02 • પદ્મશ્રી- 01 |
Insignia | |
રેજિમેન્ટલ ચિહ્ન | નૌકા |
પંજાબ રેજિમેન્ટ એ ભારતીય ભૂમિસેનાની એક પાયદળ રેજિમેન્ટ છે અને તે ૧૯૪૭માં બ્રિટશ ભારતીય સેનામાંથી ૨જી પંજાબ રેજિમેન્ટમાંથી બનાવવામાં આવી હતી. તે ભારતીય ભૂમિસેનાની સૌથી જૂની રેજિમેન્ટમાંની એક છે. તેણે અનેક લડાઈ અને યુદ્ધોમાં ભાગ લીધો છે અને તેના માટે બહુમાન પ્રાપ્ત કર્યા છે.
આઝાદી પહેલાંના બ્રિટિશ ભારતમાં અનેક પંજાબ રેજિમેન્ટ હતી. તેમાં મુખ્યત્ત્વે ૧લી પંજાબ, ૨જી પંજાબ, ૮મી પંજાબ, ૧૪મી પંજાબ, ૧૫મી પંજાબ અને ૧૬મી પંજાબ હતી. આઝાદી સમયે પાકિસ્તાનના હિસ્સામાં ૧લી, ૮મી, ૧૪મી, ૧૫મી અને ૧૬મી પંજાબ રેજિમેન્ટ આવી અને ભારતના હિસ્સામાં ૨જી પંજાબ રેજિમેન્ટ આવી. સૈનિકો તેમની મરજી પ્રમાણે ભારત અને પાકિસ્તાનના હિસ્સાની રેજિમેન્ટ વચ્ચે બદલવામાં આવ્યા.
હાલની પંજાબ રેજિમેન્ટની પ્રથમ પલટણ ૧૮૦૫માં ઉભી કરવામાં આવી હતી. તે તત્કાલીન પટિયાલા રજવાડુંના મહારાજા દ્વારા ઉભી કરાઈ હતી. બ્રિટિશ દ્વારા કાર્નેટિક વિગ્રહ (૧૭૬૧-૧૭૭૬) દરમિયાન ઉભી કરવામાં આવેલ ચાર પલટણો બાદમાં ૨જી પંજાબ રેજિમેન્ટનો ભાગ બની જે આઝાદી સમયે પંજાબ રેજિમેન્ટ બની. પહેલી અને બીજી પલટણ અન્ય રેજિમેન્ટમાં વિલિન કરી દેવાઈ અને ચોથી પલટણને વિખેરી નાખવામાં આવી. ત્રીજી પલટણ હજુ પણ રેજિમેન્ટનો હિસ્સો છે. આ ત્રણ સો વર્ષના ગાળામાં પલટણોના ક્રમાંકો અને નામ સમય સાથે બદલાતાં રહ્યાં છે. નામ કિનારાના સૈનિકો, કાર્નેટિક પાયદળ, મદ્રાસ સ્થાનિક પાયદળ, પંજાબી અને આખરે પંજાબ રેજિમેન્ટ એમ બદલાયાં છે. ૧૮૫૭ના વિપ્લવ બાદ અંગ્રેજોએ માર્શલ પ્રજાતિનો સિદ્ધાંત અપનાવ્યો અને દક્ષિણ ભારતના સૈનિકોના સ્થાને ઉત્તર ભારતીય સૈનિકોને ભરતી કર્યા અને રેજિમેન્ટને પંજાબ રેજિમેન્ટ નામ મળ્યું.
૧૯૫૨માં જ્યારે પેરાશુટ રેજિમેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે પંજાબ રેજિમેન્ટની પ્રથમ પલટણ તેની પ્રથમ પલટણ બની. પલટણે છત્રીદળનો ગણવેશ અપનાવ્યો પરંતુ હેકલ પંજાબ રેજિમેન્ટનું કાયમ રાખ્યું.
૧૯૫૧માં તત્કાલીન પટિયાલા, જિન્દ અને નાભાના રજવાડાંની લડાઈનો અનુભવ ધરાવતી ચાર પલટણ પંજાબ રેજિમેન્ટનો ભાગ બની. તેમને ૧૩,૧૪,૧૫ અને ૧૬ પંજાબ એમ ક્રમાંક આપવામાં આવ્યા. ૧૯૬૩માં વધુ પલટણો ઉભી કરવામાં આવી.
૧૫ પંજાબ (ભૂતપૂર્વ ૧લી પટિયાલા), ભારતીય સેનાની સર્વશ્રેષ્ઠ પલટણોમાંની એક છે. તેણે એપ્રિલ ૧૩, ૨૦૦૫ના રોજ સેવામાં ૩૦૦ વર્ષ પૂર્ણ કર્યાં. તેને ૨૨ લડાઈના સન્માનો, ૧ યુદ્ધ સન્માન અને અનેક વીરતા પુરસ્કાર મળેલ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેણે આરબ વિસ્તારમાં ફરજ બજાવી છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં બર્મા ખાતે યુદ્ધમાં ભાગ લીધો અને સફળતાપૂર્વક જાપાનની સંચાર સેવા ઠપ્પ કરી. ત્યારબાદ તેણે મલાયા અને જાવા ખાતે પણ ફરજ બજાવી.[૧]
હાલના વર્ષોમાં પંજાબ રેજિમેન્ટની પલટણોએ સંયુક્ત રાષ્ટ્રસંઘની કાર્યવાહીમાં ભાગ લીધો છે. તેમાં ગાઝા, અંગોલા અને લેબેનાન ખાતે નિયુક્તિ સામેલ છે. (૩,૧૪ અને ૧૫ પંજાબ અનુક્રમે)
સૌપ્રથમ મુખ્યાલયની સ્થાપના લોરાલાઈ ખાતે કરાઈ હતી જે ૧૯૨૨માં મુલતાન ખાતે ખસેડાયું અને ૧૯૨૯માં મેરઠ અને ૧૯૭૬માં હાલનું સ્થાન રામગઢ, ઝારખંડ ખાતે સ્થપાયું.
ઉપરની પલટણો ઉપરાંત, નીચેની પલટણો પણ એક અથવા બીજા સમયે પંજાબ રેજિમેન્ટ સાથે જોડાયેલી હતી.
રેજિમેન્ટ ભારતીય નૌસેનાની વિનાશિકા આઇએનએસ રણજીત (D૫૩) સાથે પણ જોડાયેલ છે.
૧૯૪૭માં ભારતના હિસ્સે આવેલી રેજિમેન્ટમાં પાકિસ્તાનના હિસ્સામાં આવેલ જિલ્લાઓના નિવાશી શીખ અને ડોગરા સૈનિકો જ મુખ્યત્વે હતા. બીજી અને ત્રીજી પેઢીની ભરતી પણ નિરાશ્રિતોમાંથી જ કરવામાં આવી પરંતુ સાથે સાથે તે પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશની તમામ જાતિના લોકો માટે પણ ખુલ્લી મૂકવામાં આવી. હાલમાં રેજિમેન્ટ મુખ્યત્વે ડોગરા અને શીખ સૈનિકો ધરાવે છે. તેઓ મુખ્યત્વે ઉત્તર ભારતના રાજ્યોમાંથી આવે છે. જોકે ૧૯મી અને ૨૭મી પલટણમાં ભારતના અન્ય પ્રદેશના અને અન્ય જાતિના લોકોને પણ લેવામાં આવે છે.
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ૨૩મી પંજાબ પલટણની 'એ' કંપની ૧૨૦ સૈનિકો સાથે લોંગેવાલા, રાજસ્થાનમાં તૈનાત હતી અને તેણે પાકિસ્તાન સૈન્યની એક બ્રિગેડને પીછેહઠ કરવા મજબૂર કરી હતી. ડિસેમ્બર ૫, ૧૯૭૧ની રાતમાં ત્રણ કલાક સુધી કંપનીએ બ્રિગેડ સ્તરની સેનાને ભારતીય વાયુસેનાના આધાર વિના રોકી રાખી હતી. કંપનીનું નેતૃત્વ કરી રહેલ મેજર (બાદમાં બ્રિગેડિયર) કુલદીપ સિંઘ ચાંદપુરીને મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.
કદાચ, એકમાત્ર પાયદળ રેજિમેન્ટ છે નૌકાનું ચિહ્ન ધરાવે છે. તે વિદેશમાં સેવા આપવા તત્પરતાની સૂચક છે. ૧૮૨૪ સુધીમાં જ રેજિમેન્ટ વિદેશમાં આઠ વખત નિયુક્તિ પામી ચુકી હતી.
શોલિઘુર, કાર્નેટિક, મૈસુર, મેહિદપુર, આવા, ચીન, પેગુ, લખનૌ, બર્મા, અફઘાનિસ્તાન, લાઓસ, ફ્લાન્ડેર્સ, હેલિસ, ક્રિથિયા, ગેલિપોલિ, સુએઝ, ઇજિપ્ત, શેરોન, નાબ્લુસ, પેલેસ્ટાઈન, એડન, કુત-અલ-અમારા, બગદાદ, મેસોપોટેમિયા, ઉત્તર પશ્ચિમિ સરહદ, મેરસા, બુથિડાઙ, ઇમ્ફાલ, કાઙલા, તોન્ઝાગ, કેનેડી શિખર, મેકટિલા, મલાયા, સિંગાપુર, કેર્ન, કાસા બેટિની.
ઝોજી લા, ઈચ્છોગિલ, ડોગરાઈ, બાર્કિ, કાલિધાર, બેદોરી, નંગી ટેકરી, બ્રાછિલ ઘાટ, લોંગેવાલા, ગરીબપુર, ચક અમારુ અને જેસ્સોર[૨]