પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વોરિયર | |
---|---|
જન્મ | ૫ જૂન ૧૯૨૧ |
વ્યવસાય | આયુર્વેદિક ચિકિત્સક |
રાષ્ટ્રીયતા | ભારતીય |
સહી |
પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વોરિયર (જન્મ ૫ જુન, ૧૯૨૧) પી. કે. વોરિયર તરીકે જાણીતા ભારતીય આયુર્વેદિક ચિકિત્સક છે. તેમનો જન્મ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના કોટક્કલમાં થયો હતો.[૧] તેઓ આર્ય વૈદ્ય શાળાના મુખ્ય ચિકિત્સક અને મેનેજિંગ ટ્રસ્ટી છે.[૨] તેઓ આર્ય વૈદ્ય શાળાના સ્થાપક વૈદ્યરતમનમ પી. એસ. વોરિયરના સૌથી નાના ભત્રીજા છે.
વર્ષ ૧૯૯૯માં તેમને કાલિકટ યુનિવર્સિટી દ્વારા માનદ ડો. લિટ એનાયત કરવામાં આવ્યો હતો.[૩] પી. કે વોરિયરને મહારાષ્ટ્રના ગવર્નર પી.સી. એલેકઝાન્ડર દ્વારા ૩૦મો ધનવંતરી એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.[૪] વોરિયરને આયુર્વેદમાં યોગદાન બદલ ભારત સરકાર તરફથી વર્ષ ૧૯૯૯માં[૫] પદ્મશ્રી અને વર્ષ ૨૦૧૦માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૬][૭]