પરવળ એક પ્રકારની શાકભાજી છે. પરવળના વેલા જમીન પર ફેલાતા હોય છે. પદ્ધતિસરની ખેતીમાં ઉગાડાતાં પરવળ માટે હાલમાં દ્રાક્ષના વેલાની જેમ માંડવો બનાવી વેલા ઉપર ફેલાવવામાં આવે છે. પરવળની ખેતી આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર તથા ઉત્તર પ્રદેશ રાજ્યોમાં કરવામાં આવે છે.