પર્સીસ ખંભાતા | |
---|---|
જન્મ | ૨ ઓક્ટોબર ૧૯૪૮ ![]() મુંબઈ ![]() |
મૃત્યુ | ૧૮ ઓગસ્ટ ૧૯૯૮ ![]() મુંબઈ ![]() |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા, અભિનેતા ![]() |
પર્સીસ ખંભાતા (૨ ઑક્ટોબર ૧૯૪૮ - ૧૮ ઑગસ્ટ ૧૯૯૮) એ ભારતીય મોડેલ, અભિનેત્રી અને લેખિકા હતા.[૧] તેઓ ઈ.સ. ૧૯૭૯માં પ્રદર્શિત થયેલ ફીલ્મ - સ્ટાર ટ્રેક: ધ મોશન પીક્ચરમાં તેમના પાત્ર લીઉટનન્ટ ઈલિયા માટે જાણીતા છે.
પર્સીસ ખંભાતાનો જન્મ મુંબઈમાં થયો હતો. તે સમયે શહેર બોમ્બે તરીકે ઓળખાતું હતું.[૨] એક વખતે તેમના સામાન્ય પણે લીધેલા અમુક ફોટા એક જાણીતી સાબુની જાહેરાતમાં વપરાયા, અને તેઓ પ્રસિદ્ધ બની ગયા. આ પછી છેવટે તેઓ મૉડેલ બન્યા. તેમને ૧૯૬૫માં ફેમિના મિસ ઈંડિયામાં પ્રવેશ લીધો અને ખિતાબ જીતી ગયા. તેઓ ફેમિના મિસ ઈંડિયા પ્રતિયોગિતાની બીજા વિજેતા હતા. મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લેવા વાળા તેઓ તૃતીય ભારતીય મહિલા હતા. ફેમિના મિસ ઈન્ડિયા પ્રતિયોગિતામાં મિસ ફોટોજેનીક નો ખિતાબ પણ તેમણે મેળવ્યો હતો.[૩]
૧૩ વર્ષની ઉંમરે પર્સીસના ફોટા રેક્સોના સાબુની જાહેર ખબરમાં છપાતા પ્રખ્યાત મૉડેલ બનવાનો માર્ગ તેમની માટે મોકળો થયો. ૧૭ વર્ષની ઉંમરે ૧૯૬૫માં તેમણે ફેમિના મિસ ઈન્ડિયા અને મિસ યુનિવર્સમાં ભાગ લીધો. મિસ યુનિવર્સમાં અંતિમ ક્ષણોએ કપડા ખરીદી તેઓ ભાગ લેવા ગયા. તેઓ એર ઈન્ડિયા, રેઅલોન ગોદ્રેજ અને વરેલી જેવી કંપની માટે મોડેલ બન્યા.
ઈ.સ. ૧૯૬૭માં કે. એ અબ્બસની ફીલ્મ બમ્બઈ રાત કી બાહોંમે થકી તેમણે હોલીવુડમાં પ્રવેશ કર્યો.[૪] આ ફીલ્મમાં તેમણે ફીલ્મનું શીર્ષક ગીત ગાનાર કેબ્રે ગાયક લીલીનું પાત્ર ભજવ્યું. ૧૯૭૫ની ફીલ્મો કન્ડક્ટ અનબિકમીંગ અને ધ વીલબાય કોન્સ્પીરેસીમાં તેમણે નાના પાત્રો ભજવ્યા. ત્યાર બાદ તેઓ ટૂંકા સમય માટે ફીલ્મ જગતમાં રહ્યાં તે દરમ્યાન ૧૯૭૯માં તેમણે ટકલુ ડેલ્ટન અવકાશી ખલાસી લીઉટનન્ટ ઈલિયા ની યાદગાર ભૂમિકા ભજવી. આ પાત્ર માટે તેમણે મુંડન કરાવ્યું હતું. શરૂઆતમાં તેઓ પાંચ વર્ષ ચાલનારી ધારાવાહિક માટે પસંદ કરાયા હતા. પરંતુ પાછળથી ધારાવાહિક ન બનતા ફીલ્મ જ બની. તે સમયે ખંભાતાએ કહ્યું હતું ફીલ્મ ને કારણે તેઓ વધુ ઉત્સાહી હતા કેમકે તેમની કારકીર્દીને તે વધુ ફાયદાકારક નીવડે, પણ સાથે સાથે ૫ વર્ષનું કામ ખોવા માટે તેમને શોક પણ થયો.[૫] ૧૯૮૦માં ઍકેડમી ઍવોર્ડ અર્પણે કરનારા તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા. સ્ટાર ટ્રેક ફીલ્મમાં ઉત્કૃષ્ટ અભિનેત્રી તરીકે સેટર્ન ઍવોર્ડ માટે તેમનું નામ નામાંકિત થયું હતું. આને પરિણામે તેમને નાઈટ હૉક્સ (૧૯૮૧), મેગાફોર્સ (૧૯૮૨), વૉરોઇયર ઑફ ધ લોસ્ટ વર્લ્ડ (૧૯૮૩) અને ફીનીક્સ વોરિયર (૧૯૮૮) જેવી ફિલ્મોમાં ભૂમિકા મળી. જેમ્સ બોન્ડની ૧૯૮૩ની ફીલ્મ ઈટોપ્સી માતે પણ તેમનું નામ વિચારાધીન હતું પણ પછી તે કામ મૉડ એડમ્સને અપાયું.
૧૯૮૦માં જર્મનીમાં તેમને ગંભીર કાર અકસ્માત નડ્યો હતો. તેને કારણે તેમના કપાલ પર જખમનું નિશાન પડ્યું હતું. ૧૯૮૩માં તેઓએ કોરોનરી બાયપાસ સર્જરી કરાવી હતી. તેઓ ૧૯૮૫માં મુંબઈ પાછા ફર્યા અને આદિત્ય પંચોલી અને માર્ક ઝુબેર સાથેની હિંદી ટેલીફીલ્મ શિન્ગોરામાં કામ કર્યું. ત્યાર બાદ તુરંત તેઓ ફરી હોલીવુડ ગયા અને ત્યાં ઘણી ટેલિવિઝન ધારાવાહિકોમાં મહેમાન ભૂમિકાઓ કરી જેમકે માઈક હેમર અને મૅકગીવર. ૧૯૯૭માં તેમણે પ્રાઈડ ઑફ ઈન્ડિયા નામની કોફી ટૅબલ બુક લખી. જેમા ઘણી આદ્ય મિસ ઇન્ડિયા વિજેતાઓની માહિતી હતી. આ પુસ્તક મધર ટેરેસાને સમર્પિત હતી. અને આ પુસ્તકની રૉયલ્ટીનો અમુકભાગ મિશનરીસ ઑફ ચેરીટી ને જતો. ૧૯૯૩માં લુઈસ ઍન્ડ ક્લાર્ક: ધ ન્યુ એડવેન્ચર્સ ઑફ સુપરમેન ધારાવાહિકના પ્રથમ એપિસોડમાં રાષ્ટ્રોની સભાના પ્રમુખની ભૂમિકા તેમનો અંતિમ અભિનય રહ્યો.
તેમના લગ્ન હોલીવુડ કલાકાર ક્લીફ ટેલર સાથે થયા હતા. જૂન ૧૯૮૧માં તેઓ મળ્યા અને અમુક મહિનામાં જ તેમના લગ્ન થયા. લગ્નના બે મહિનામાં બાદ જ તેમણે છૂટાછેડા માટે દરખાસ્ત કરી.[૬]
૧૯૯૮માં તેમણે છાતીના દુખાવાની ફરિયાદ કરતા તેમને દક્ષિન મુંબઈની મરીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ૧૮ ઑગસ્ટ ૧૯૯૮ના દિવસે ૪૯ વર્ષની ઉંમરે હ્ર્દય રોગના હુમલાને પરિણામે તેમનું અવસાન થયું.[૭] બીજા દિવસે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર થયા.
|work=
and |newspaper=
specified (મદદ)
September 15, 1981
(help)
20 August 1998
(help)