પાંડુરંગ મહાદેવ બાપટ | |
---|---|
![]() Statue of Senapati Bapat in Nagpur | |
જન્મની વિગત | પારનેર, બ્રિટિશ ભારત | November 12, 1880
મૃત્યુની વિગત | 28 November 1967 મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત | (ઉંમર 87)
રાષ્ટ્રીયતા | ભારતીય |
હુલામણું નામ | સેનાપતિ બાપટ |
જન્મ સમયનું નામ | પાંડુરંગ મહાદેવ બાપટ |
નાગરીકતા | ભારતીય |
શિક્ષણ સંસ્થા | ડેક્કન કૉલેજ, પૂના વિશ્વ વિદ્યાલય |
પાંડુરંગ મહાદેવ બાપટ (૧૨ નવેમ્બર ૧૮૮૦ - ૨૮ નવેમ્બર ૧૯૬૭) અથવા સેનાપતિ બાપટ એ ભારતીય સ્વતંત્રતા ચળવળના એક સેનાની હતા. મુળશી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વના પરિણામે તેમણે સેનાપતિની પદવી પ્રાપ્ત કરી. [૧] ૧૯૭૭ માં, ભારત સરકારે તેમના સ્મરણાર્થે એક ટપાલ ટિકિટ જારી કરી. [૨]
સેનાપતિ બાપટનો જન્મ એક મરાઠી ચિતપાવન કુટુંબમાં ૧૨ નવેમ્બર ૧૮૮૦ ના દિવસે થયો હતો. તેમનો પરિવાર મૂળ રત્નાગીરીનો હતો . [૩] તેમણે ડેક્કન કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું અને તે પછી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે સરકારી શિષ્યવૃત્તિ પર બ્રિટન ગયા હતા. [૪]
તેમના બ્રિટનમાં રોકાણ દરમિયાન, તેઓ ઇન્ડિયા હાઉસ સાથે સંકળાયેલા હતા, તેમણે મોટાભાગનો સમય અભ્યાસને બદલે બોમ્બ બનાવવાની કુશળતા શીખવામાં પસાર કર્યો હતો. તે આ સમયે સાવરકર ભાઈઓ, વિનાયક અને ગણેશ સાથે સંકળાયેલા હતા. લંડનમાં સંસદના ગૃહોને ફૂંકી મારવાનું વિચારતા બાપટ તેમની આવડતને ભારત પાછા લઈ ગયા અને તે વિદ્યા બીજાઓને શીખવી. [૧] [lower-alpha ૧]
૧૯૦૮ના અલીપોર બોમ્બ ધડાકા પછી ભૂમિગત હતા ત્યારે, બાપટે દેશની મુસાફરી કરી હતી અને શોધી કાઢ્યું કે મોટાભાગની ભારતીય વસ્તીને ખ્યાલ નથી કે તેમનો દેશ વિદેશી શાસન હેઠળ છે. આ સાથે, તેમનું ધ્યાન બ્રિટીશ સરકારને ઉથલાવવાને બદલે વસ્તીને શિક્ષિત કરવા તરફ વળ્યું. ઈ.સ. ૧૯૧૨ માં, બોમ્બ વિસ્ફોટ સંબંધે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને કારાવાસની સજાની આપવામાં આવી. [૧] રિચાર્ડ કેશમેનના કહેવા મુજબ, તે ઈ.સ. ૧૯૧૫ સુધીમાં છૂટી ગયા હતા, અને તેઓ એક "અનુભવી ક્રાંતિકારી" હતા. તે મરાઠાના કર્મચારીઓ સાથે જોડાયા અને તેઓ પૂના વિસ્તારના અનેક પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક હતા જેઓ ભારતીય સ્વતંત્રતાને ટેકો આપતી સ્થાનિક સંસ્થાઓની સ્થાપનાના કાર્ય કરનાર બાળ ગંગાધર ટિળકના પ્રયત્નો સાથે જોડાયેલા હતા. [૬]
ઈ.સ. ૧૯૨૦ ના અંતમાં, ટિળકના મૃત્યુ બાદ અને ટિળકના દ્રષ્ટિકોણના ઉત્સાહી સમર્થક હોવા છતાં તેમણે સ્વરાજના ગાંધીજીના દ્રષ્ટિકોણને સમજી પોતાનો મત બદલ્યો. તેના જ્વલનશીલ અને હિંસાનો ઉપયોગ કરવાની ઇચ્છા વિરિદ્ધ તેમણે અહિંસાના ગાંધીવાદના શપથ લીધા હતા, તેમ છતાં જ્યારે પણ તે જરૂરી લાગ્યું ત્યારે તેઓ બળનો ઉપયોગ કરવા તૈયાર હતા. [૭]
ઈ.સ. ૧૯૨૧ થી, બાપટે ટાટા કંપની દ્વારા મુળશી ડેમના બાંધકામ સામે ત્રણ વર્ષના ખેડુતોના સત્યાગ્રહ (મુળશી સત્યાગ્રહ)નું નેતૃત્વ કર્યું. ઘનશ્યામ શાહ આને સિંચાઈ પરિયોજનાને કારણે થયેલા દબાણપૂર્વકના વિસ્થાપન સામે લડવામાં આવેલ પ્રથમ સંગઠિત લડત તરીકે નોંધે છે. [૮] કંપનીએ શરૂઆતમાં પરવાનગી લીધા વિના જમીનમાં પરીક્ષણ ખાઈ ખોદવી હતી અને મોટાભાગના ભાડેથી ખેડાણ કરતા ખેડૂતોએ તેમની જમીન ગુમાવવાના ડર સામે વાંધો ઉઠાવ્યો હતો. આખરે આ બંધનું નિર્માણ કરવામાં આવ્યું અને ચળવળ નિષ્ફળ ગઈ. બંધના બાંધકામમાં ડૂબી ગયેલી જમીન માટે વળતરની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે જમીન ભાડૂતોને બદલે જમીનમાલિકોને આપવામાં આવી હતી. [૯] આ સત્યાગ્રહ અહિંસક હતો તેમ છતાં બાપટને બાંધકામ સ્થળે તોડફોડ બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમની ત્રીજી જેલની સજા સુભાષચંદ્ર બોઝ દ્વારા યોજાયેલા જાહેર સભામાં બોલવા માટે હતી.
[૧૦] પુના અને મુંબઇના મોટા જાહેર રસ્તાઓનું નામ તેમના સન્માનમાં આપવામાં આવ્યું છે, [૧૧] તેમની જીવન વાર્તાને ઈ.સ. ૧૯૮૪ માં અમર ચિત્ર કથા પુસ્તક શ્રેણીના ૩૦૩મા અંકમાં દર્શાવાઈ હતી. [૧૨] ઈ.સ ૧૯૭૭ માં, ભારત સરકારે તેમના સ્મરણાર્થે એક ટપાલ ટિકિટ જારી કરી. [૨]
૧૪મી ઑગસ્ટ ૧૯૪૭ ના દિવસે - ભારતીય સ્વતંત્રતા દિવસે - બાપટને પુના શહેર પર પહેલીવાર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું સન્માન આપવામાં આવ્યું. [૧૩]
નોંધો
ટાંકણ
Among such young men initiated into revolutionary activities was Pandurang Mahadeo Bapat who later on became widely known as Senapati (General) Bapat. On 12 November 1880, Pandurang Bapat was born in a Chitpawan or Konkanastha Brahmin family at Parner in the Ahmednagar district of the Bombay Presidency. His family was from Guhagar in the Ratnagiri district.