![]() હિંગળાજ માતા મંદિર, લાસબેલા. | |
કુલ વસ્તી | |
---|---|
૪૮,૮૦,૦૦૦ (૨૦૧૭)[૧] પાકિસ્તાનની વસ્તીના ૧ ૯૨%[૨] | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
| |
ભાષાઓ | |
પાકિસ્તાનમાં હિંદુઓની વસ્તી દેશની કુલ વસ્તીના આશરે ૧.૯૨% છે. ઇસ્લામ પછી પાકિસ્તાનમાં હિંદુ ધર્મ બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે.[૩][૪] ૨૦૧૦ સુધીમાં, પાકિસ્તાનમાં વિશ્વનો પાંચમા ક્રમનો સૌથી મોટો હિંદુ વસ્તી ધરાવતો દેશ હતો અને પ્યુએ આગાહી કરી છે કે ૨૦૫૦ સુધીમાં પાકિસ્તાનમાં વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી હિંદુ વસ્તી હશે. જો કે, દર વર્ષે આશરે ૫૦૦૦ હિંદુઓ પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરે છે.[૫]
પ્યુ સંશોધન અનુસાર, પાકિસ્તાનની હિંદુ વસ્તી ૫.૬ મિલિયન પહોંચશે અને ૨૦૫૦ સુધી હિંદુઓ પાકિસ્તાનની વસ્તીની ૩% વસ્તીની રચના કરશે.[૬][૭] ઑગસ્ટ ૧૪ ૧૯૪૭ ના રોજ પાકિસ્તાને બ્રિટિશ ભારતથી સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી, ૪.૭ મિલિયન પશ્ચિમ પાકિસ્તાનના હિંદુઓ અને શીખો શરણાર્થી તરીકે ભારત આવ્યા હતા.[૮]
પાકિસ્તાનની ૧૯૯૮ની વસ્તી ગણતરી મુજબ પાકિસ્તાનમાં હિંદુ વસ્તી ૨,૪૪૩,૬૧૪ હતી. હિંદુઓ પાકિસ્તાનના તમામ પ્રાંતોમાં જોવા મળે છે પરંતુ મોટાભાગે તેઓ સિંધ પ્રાંતમાં કેન્દ્રિત છે.[૯] તેઓ વિવિધ ભાષાઓ જેમ કે સિંધી, સેરાકી, ઍર, ધાતકી, ગેરા, ગોરિયા, ગુર્ગુલા, જંડાવ્રા, કબૂતરા, કોળી, લોરકી, મારવાડી, સાંચી, વાઘરી[૧૦] અને ગુજરાતી.[૧૧] બોલે છે.
સંખ્યામાં નાનો હોવા છતાં, વિશ્વના અન્ય ભાગો કરતા પાકિસ્તાનમાં હિંદુ ધર્મ સૌથી જટિલ નથી. ઘણા હિંદુઓ - ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં - સ્થાનિક સુફી પીરો ના ઉપદેશોનું પાલન કરે છે ખાસ કરીને ૧૪મી સદીના સંત રામદેવજીનું પાલન કરે છે, જેમનું મુખ્ય મંદિર સિંધના શહેર થાંદો અલ્લાહ યારમાં સ્થિત છે. પાકિસ્તાનમાં શહેરી હિંદુ યુવાનોની વધતી જતી સંખ્યા પશ્ચિમી અને સમાજવાદી ઇસ્કોન સમાજમાં રસ ધરાવે છે. સ્થાનિક સમુદાયો મોટેભાગે પોતાના કુળદેવીઓની પૂજા કરે છે, જેઓને ઘણીવાર લોહીના બલિદાનથી સંતુષ્ટ કરવાં આવશ્યક છે.[૧૨] એક અલગ શાખા, નાનકાપંથ, ગુરુ ગ્રંથ સાહિબના ઉપદેશોને અનુસરે છે, જે શિખોના પવિત્ર પુસ્તક તરીકે પણ ઓળખાય છે. આ વિવિધતા, ખાસ કરીને ગ્રામીણ સિંધમાં, ઘણીવાર હિન્દુ ધર્મ, શીખ ધર્મ અને ઇસ્લામ વચ્ચે શાસ્ત્રિય વ્યાખ્યાઓ ઉભી કરે છે.
પાકિસ્તાનમાં હિંદુઓ માટે પૂજાના સૌથી મહત્વના સ્થાનોમાંથી એક વર્તમાનના બલૂચિસ્તાન પ્રાંતના લાસબેલા જિલ્લામાં આવેલું હિંગળાજ માતાનું મંદિર છે.[૧૩][૧૪]
અહીં પાકિસ્તાનની ૧૯૯૮ની વસ્તીગણતરી મુજબ ૨% થી વધુ વસ્તી ધરાવતા જિલ્લાઓ ની મહિતી કોષ્ટકમાં આપેલી છે,
પ્રાંત | જિલ્લો | હિંદુ વસ્તીની ટકાવારી |
---|---|---|
સિંધ | ઉમરકોટ | ૪૭.૬૦% |
થરપારકર | ૪૦.૫૦% | |
મિરપુર ખાસ | ૩૨.૭૦% | |
સંઘાર | ૨૦% | |
બદિન | ૧૯.૯૦% | |
હૈદ્રાબાદ | ૧૨% | |
ઘોટકી | ૬.૭૦% | |
જેકોબાબાદ | ૩.૫૦% | |
સુક્કુર | ૩% | |
ખૈરપુર | ૨.૯૦% | |
નવાબશાહ | ૨.૮૦% | |
થટ્ટા | ૨.૮૦% | |
દાદુ | ૨% | |
પંજાબ | રહિમ યાર ખાન | ૨.૩૦% |
પાકિસ્તાનના આ ઉપરોક્ત સિવાયના અન્ય જિલ્લાઓમાં હિંદુ વસ્તીની ટકાવારી ૧ થી ઓછી છે.
When the British Indian Empire was partitioned in 1847, 4.7 million Sikhs and Hindus left what is today Pakistan for India, and 6.5 million Muslims left India and moved to Pakistan.
In Pakistan, the majority of Gujarati-speaking communities are in Karachi including Dawoodi Bohras, Ismaili Khojas, Memons, Kathiawaris, Katchhis, Parsis (Zoroastrians) and Hindus, said Gul Hasan Kalmati, a researcher who authored “Karachi, Sindh Jee Marvi”, a book discussing the city and its indigenous communities. Although there are no official statistics available, community leaders claim that there are three million Gujarati-speakers in Karachi – roughly around 15 percent of the city’s entire population.