પાતાળ

વિષ્ણુના પગમાં દર્શાવેલ પૃથ્વી અને સાત પાતાળો
નાગલોક પાતાળમાં સૌથી નીચે હોય છે.

પાતાળ ભારતીય ઉપખંડના હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પૃથ્વીની નીચે એટલે કે તળમાં હોય છે. વિષ્ણુ પુરાણ અનુસાર સાત પ્રકારના પાતાળ લોક હોય છે.

સાત પાતાળ

[ફેરફાર કરો]

આ સમસ્ત ભૂમંડળ પચાસ કરોડ યોજન વિસ્તાર ધરાવે છે. એની ઊંચાઈ સિત્તેર સહસ્ર (સિત્તેર હજાર) યોજન જેટલી છે. એની નીચે સાત પાતાળ નગરીઓ છે.

આ સાત પાતાળ લોક નીચે પ્રમાણેના છે:

  1. અતળ
  2. વિતળ
  3. સુતળ
  4. તળતળ
  5. મહાતળ
  6. રસાતળ
  7. પાતાળ

સુંદર મહેલો યુક્ત અહિયાંની ભૂમિ શુક્લ, કૃષ્ણ, અરુણ અને પીત વર્ણની તથા શર્કરામયી (કંકરીલી), શૈલી (પથરીલી) તેમ જ સુવર્ણમયી છે. અહીંયાં દૈત્ય, દાનવ, યક્ષ અને મોટા મોટા નાગોની જાતિઓ વાસ કરે છે. પાતાળમાં અરુણનયન એ પૃથ્વી પર આવેલા હિમાલયની જેમ જ એક પર્વત છે.