પાલઘર જિલ્લો
पालघर जिल्हा | |
---|---|
જિલ્લો | |
![]() મહારાષ્ટ્રમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 19°41′49″N 72°46′16″E / 19.697029°N 72.771249°E | |
દેશ | ![]() |
રાજ્ય | મહારાષ્ટ્ર |
વિભાગ | કોંકણ |
સ્થાપના | ૧ ઓગસ્ટ ૨૦૧૪ |
મુખ્યમથક | પાલઘર |
વિસ્તાર | |
• જિલ્લો | ૫,૩૪૪ km2 (૨૦૬૩ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• શહેરી વિસ્તાર | ૧૪,૩૫,૨૧૦ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિન કોડ | ૪૦૧xxx, ૪૦૨xxx, ૪૦૩xxx, ૪૦૪xxx, ૪૦૫xxx, ૪૦૬xxx |
વાહન નોંધણી | MH-04 (થાણા), MH-48 (વસઇ) |
પાલઘર જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ વિભાગમાં આવેલો જિલ્લો છે.[૧]
જિલ્લાની પૂર્વ અને ઉત્તર પૂર્વે થાણા અને નાસિક જિલ્લો અને ગુજરાત રાજ્યનો વલસાડ જિલ્લો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી ઉત્તરે આવેલા છે. પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, જ્યારે વસઇ-વિરાર એ મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારનો ભાગ છે.
૧ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ આ જિલ્લો મહારાષ્ટ્રના ૩૬મા જિલ્લા તરીકે થાણા જિલ્લામાંથી છૂટો પાડીને બનાવવામાં આવ્યો હતો. તે પાલઘર, વાડા, વિક્રમગડ, જવ્હાર, મોખડા, દહાણુ, તલાસરી અને વસઇ-વિરાર તાલુકાઓનો સમાવેશ કરે છે.
|
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૯,૯૦,૧૧૬ વ્યક્તિઓની છે.[૩] પાલઘરની શહેરી વસ્તી ૧૪,૩૫,૨૧૦ વ્યક્તિઓની છે, જે કુલ વસ્તીના ૪૮% જેટલા છે.
![]() | આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |