પુષ્પગિરિ વન્યજીવન અભયારણ્ય | |
---|---|
પુષ્પગિરિ વન્યજીવન અભયારણ્ય ખાતે શોલા જંગલનું દૃશ્ય | |
સ્થળ | સોમવારપેટ, કોડાગુ જિલ્લો, કર્ણાટક, ભારત |
નજીકનું શહેર | સોમવારપેટ |
અક્ષાંશ-રેખાંશ | 12°35′0″N 75°40′0″E / 12.58333°N 75.66667°E |
સ્થાપના | ૧૯૮૭ |
નિયામક સંસ્થા | વન વિભાગ, કર્ણાટક રાજ્ય, ભારત |
પુષ્પગિરિ વન્યજીવન અભયારણ્ય ભારત દેશના કર્ણાટક રાજ્યમાં આવેલ ૨૧ વન્યજીવન અભયારણ્ય પૈકીનું એક છે.
આ અભયારણ્ય કોડાગુ જિલ્લાના સોમવારપેટ તાલુકામાં આવેલ છે. તે દુર્લભ અને ભયગ્રસ્ત પક્ષીઓ માટેનું નિવાસસ્થાન છે.[૧] કદમક્કલ સંરક્ષિત વન (રિઝર્વ ફોરેસ્ટ) આ અભયારણ્યનો જ એક ભાગ છે. પુષ્પગિરિ (કુમાર પર્વત)આ અભયારણ્યનું સર્વોચ્ચ શિખર છે. આ અભયારણ્ય બિસ્લે સરંક્ષિત વન સાથે ઉત્તર દિશામાં અને કુક્કે સુબ્રમણ્ય વન-શૃંખલા સાથે પશ્ચિમ દિશામાં સંલગ્ન છે.
મંડલાપટ્ટી શિખર, કોટે બેટ્ટા અને મક્કલગુડી બેટ્ટા પર્વતો આ અભયારણ્યના વિસ્તારમાં આવે છે. મલ્લાલી ધોધ અને કોટે આબે ધોધ (મુક્કોડ્લુ ધોધ તરીકે પણ ઓળખાય) અભયારણ્યની અંદર આવેલ છે. પુષ્પગિરિ વન્યજીવન અભયારણ્યને એક વિશ્વ ધરોહર સ્થળ બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે.[૨]