પુષ્પદંત | |
---|---|
૯મા તીર્થંકર | |
પુષ્પદંતની મૂર્તિ, અન્વા, રાજસ્થાન | |
અન્ય નામો | સુવિધિનાથ |
પ્રતીક | મગર |
વર્ણ | સફેદ |
વ્યક્તિગત માહિતી | |
માતા-પિતા |
|
જૈન ધર્મમાં પુષ્પદંત (સંસ્કૃત: पुष्पदन्त), સુવિધિનાથ તરીકે પણ ઓળખાય છે, તે વર્તમાન યુગ (અવસર્પિણી) માં નવમા તીર્થંકર છે. જૈન માન્યતા મુજબ, તે એક સિદ્ધ અને એક અરિહંત બન્યા, એક મુક્ત આત્મા જેણે તેના તમામ કર્મનો નાશ કર્યો છે.
પુષ્પદંત રાજા સુગ્રીવ અને રાણી રમાના ત્યાં કાકાંડી સ્થળે (આધુનિક ખુખુંડૂ, દેઓરિયા, ઉત્તર પ્રદેશ) ઇક્ષ્વાકુ વંશમાં થયો હતો.[૧] તેમનો જન્મ વિક્રમ સંવતના માગસર મહિનાનાં કૃષ્ણ પક્ષનાં પાંચમા દિવસે થયો હતો. પુષ્પદંત નવમાં તીર્થંકર હતાં જેમણે ઋષભનાથ વડે શરૂ કરેલી ચતુ:સંઘ પરંપરાની પુન:સ્થાપના કરી હતી. પુષ્પદંતનું લાંછન મગર, વૃક્ષ મલ્લિ, યક્ષ અજીત, યક્ષિણિ મહાકાળી અને સૂતર્કા છે.[૨]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
જૈન ધર્મ |
---|