પૂર્ણિમાબેન પકવાસા | |
---|---|
જન્મ | ૫ ઓક્ટોબર ૧૯૧૩ ![]() |
મૃત્યુ | ૨૫ એપ્રિલ ૨૦૧૬ ![]() |
પૂર્ણિમાબેન અરવિંદભાઈ પકવાસા (જન્મ: ૫ ઓક્ટોબર, ૧૯૧૩ – અવસાન: ૨૫ એપ્રિલ, ૨૦૧૬) ડાંગના દીદી તરીકે ઓળખાતા હતા તેમ જ તેણી એક ભારતીય સામાજિક કાર્યકર હતા અને ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં તેમની કર્મભૂમિ હતી. તેણી મંગલદાસ પકવાસાનાં પુત્રવધૂ હતા. તેમની પુત્રી સોનલ માનસિંહ જાણીતા નૃત્યાંગના છે.
૧૮ વર્ષની ઉંમરે દાંડી કૂચમાં તેમણે ભાગ લીધો હતો, જે તેણીનું પ્રથમ સ્વતંત્રતા આંદોલન હતું. આ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેણીના સાથી-કેદી તરીકે જેલમાં કસ્તુરબા ગાંધી હતાં. પૂર્ણિમાબેને એમને અંગ્રેજી ભાષામાં વાંચવા અને લખવા માટે શીખવ્યું હતું. મહાત્મા ગાંધીએ તેણીના આ કાર્યને બિરદાવ્યું હતું તથા તેણીને શિક્ષણકાર્ય ચાલુ રાખવા માટે આશીર્વાદ આપ્યા હતા. ૧૯૫૬ના વર્ષમાં તેમણે શક્તિદળની શરૂઆત કરી, જે સ્ત્રીઓ માટે સાંસ્કૃતિક, ભૌતિક અને આધ્યાત્મિક શિક્ષણનું કાર્ય કરતી એક સંસ્થા છે. પાછળથી ૧૯૬૯ના વર્ષમાં, તેનું ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠમાં રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. સાપુતારા ખાતે આ વિદ્યાપીઠની વિસ્તૃત પ્રવૃત્તિઓ સ્વરુપે એક સંપૂર્ણ સુવિધાયુક્ત નિવાસી શાળા અને કોલેજની શરૂઆત કરવામાં આવી હતી. ૨૦૦૪ના વર્ષમાં તેમને સમાજસેવાના કાર્ય બદલ પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧] તેમણે ઓક્ટોબર ૨૦૧૩માં ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યાં હતાં[૨] અને ૨૫મી એપ્રિલ, ૨૦૧૬ના દિવસે, ૧૦૨ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.[૩]
|access-date=
(મદદ)