પોંડિચેરી ભારત દેશનો એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. તેમાં ચાર વહીવટી વિભાગો એટલે કે ચાર જિલ્લાઓ પાડવામાં આવેલ છે. પોંડિચેરી જિલ્લો, માહે જિલ્લો, યાનમ જિલ્લો અને કરાઈકલ જિલ્લો. પોંડિચેરી જિલ્લો સૌથી મોટો વિસ્તાર અને સૌથી વધુ વસ્તી ધરાવે છે, જ્યારે માહે જિલ્લો નાનો વિસ્તાર અને સૌથી ઓછી વસ્તી ધરાવે છે. તમામ ચાર જિલ્લાઓમાં અહીંના જૂના ફ્રેન્ચ શાસન વેળાની સરહદો જાળવી રાખવામાં આવી છે. વર્ષ ૧૯૫૪માં ડે ફેક્ટો ટ્રાન્સફર ઓફ ફ્રેન્ચ ભારતના આયોજન પછી ભારત દેશના સંઘપ્રદેશ તરીકે પોંડિચેરીની રચના કરવામાં આવી હતી.
ISO 3166-2 કોડ[૧] | જિલ્લા | મુખ્ય મથક | વસ્તી (2011)[૨] | વિસ્તાર (કિમી 2) | ઘનતા (/કિમી2) | સત્તાવાર વેબસાઇટ |
IN-PY-KA | કરાઈકલ જિલ્લો | કરાઈકલ | 200,314 | 160 | 1,252 | http://karaikal.gov.in/ |
IN-PY-MA | માહે જિલ્લા | માહે | 41,934 | 9 | 4,659 | http://mahe.gov.in/ |
IN-PY-PO | પોંડિચેરી જિલ્લો | પોંડિચેરી | 946,600 | 293 | 3,231 | http://py.gov.in/ |
IN-PY-YA | યાનમ જિલ્લા | યાનમ | 55,616 | 30 | 3,272 | http://yanam.gov.in/ |